Site icon

કૃત્રિમ પ્રકાશના વધતા પ્રમાણને લીધે હવે આકાશના તારા જોવા નથી મળતા, આકાશના તારાઓ આપણી આંખો સામેથી ગાયબ થઈ રહ્યા છે

અગાઉ કરવામાં આવેલા સેટેલાઇટ અભ્યાસમાં આકાશને ચમકાવવાની ઝડપ માત્ર 2% હોવાનું કહેવાયું હતું. તેથી વિજ્ઞાનીઓએ આ વખતે એક એપમાંથી માહિતીનો ઉપયોગ કર્યો છે જે વિશ્વભરના સ્થળોના દ્રશ્યો એકત્રિત કરે છે. સંશોધનનું તારણ છે કે માત્ર 8 વર્ષમાં આકાશ બમણું તેજસ્વી બન્યું છે.

Jupiter And Venus Will Be Very Close On March 1 Able To See This Wonderful Sight With Naked Eyes Know Perfect Trifecta Details

જોવા માટે તૈયાર રહેજો! ભારતમાં આ તારીખે જોવા મળશે ગુરુ-શુક્રના મિલનનુ અદભૂત દ્રશ્ય

News Continuous Bureau | Mumbai

‘દિવસમાં તારા જોવા’ વાક્ય તમે સાંભળ્યું જ હશે. પણ હવે રાત્રે પણ તારા દેખાતા નથી. હા, આ વાત સાચી છે કે આકાશના તારાઓ આપણી આંખો સામેથી ગાયબ થઈ રહ્યા છે. હકીકતમાં રાત્રિના આકાશની દર વર્ષે 10% ચમક વધી રહી છે. જે અત્યાર સુધીની સૌથી તેજ સ્પીડ છે. આ કારણે જે તારા એક સમયે દેખાતા હતા હવે તે સામાન્ય લોકો કે ખગોળશાસ્ત્રીઓને દેખાતા નથી. વિજ્ઞાનીઓનું અનુમાન છે કે જો કોઈ બાળકના જન્મ સમયે આકાશમાં 250 તારા દેખાતા હતા તો તેના 18મા જન્મદિવસ સુધીમાં માત્ર 100 તારા જ દેખાતા હશે. આ સાર છે નવા અભ્યાસનો. જે 2011 અને 2022ની વચ્ચે વિશ્વભરના વિજ્ઞાનીઓના 50,000 થી વધુ અવલોકનોનું વિશ્લેષણ છે. આ રિસર્ચનો હેતુ ‘સ્કાયઞ્લો’ એટલે કે રાત્રિના સમયે આકાશના તેજ પ્રકાશની સમસ્યાને સમજવાનો હતો.

Join Our WhatsApp Community

‘સાયન્સ’ મેગેઝિનમાં પ્રકાશિત થયેલા આ અભ્યાસ સાથે સંકળાયેલા જર્મન રિસર્ચ સેન્ટરના વિજ્ઞાનીઓએ ચેતવણી આપી છે કે વાતાવરણમાં ફેલાતા કૃત્રિમ પ્રકાશનું પ્રદૂષણ તારાઓની ઘટતી દૃશ્યતા માટે જવાબદાર છે. જે આપણા અંદાજ કરતાં વધુ ઝડપથી વધી રહ્યું છે. તેને રોકવાના તમામ પ્રયાસો નિષ્ફળ ગયા છે. તે માત્ર આકાશને જ નહીં, પરંતુ મનુષ્યો અને પ્રાણીઓની ઇકોસિસ્ટમને પણ અસર કરી રહ્યું છે. અગાઉ કરવામાં આવેલા સેટેલાઇટ અભ્યાસમાં આકાશને ચમકાવવાની ઝડપ માત્ર 2% હોવાનું કહેવાયું હતું. તેથી વિજ્ઞાનીઓએ આ વખતે એક એપમાંથી માહિતીનો ઉપયોગ કર્યો છે જે વિશ્વભરના સ્થળોના દ્રશ્યો એકત્રિત કરે છે. સંશોધનનું તારણ છે કે માત્ર 8 વર્ષમાં આકાશ બમણું તેજસ્વી બન્યું છે. અવકાશયાત્રી કર્ટ રીગેલે 1973માં સૌપ્રથમ ચેતવણી આપી હતી કે કૃત્રિમ પ્રકાશ રાત્રિના આકાશને અસર કરી રહ્યો છે. આ પછી એવું સમજાયું કે શહેરી વિસ્તારોમાં વધતું પ્રકાશ પ્રદૂષણ આપણી ઇકોસિસ્ટમને અસર કરી રહ્યું છે. જો આ પરિસ્થિતિને કાબૂમાં નહીં રાખવામાં આવે તો આવનારા સમયમાં બધા જ તારાઓ આપણી આંખો સામેથી ગાયબ થઈ જશે અને આપણને તારાઓ વિનાનું આકાશ દેખાશે.

આ સમાચાર પણ વાંચો: લક્ષ્મી નારાયણ રાજયોગમાં બનશે બુધ અને શુક્રની યુતિ, સારા નસીબના કારણે આ લોકો થશે ધનવાન

Apple iPhone Pocket: Appleનો નવો ‘નખરો’: iPhone રાખવા માટે રજૂ કર્યું મોંઘું પોકેટ! કિંમત સાંભળીને યુઝર્સના હોશ ઉડી જશે
WhatsApp Username: WhatsApp યુઝર્સ માટે મહત્ત્વપૂર્ણ સમાચાર; જલ્દી આવશે ‘આ’ નવી સુવિધા
New Aadhaar App: નવીન આધાર ઍપમાં હવે ચહેરો પણ સ્કૅન થશે, તમારી ઓળખ ડિજિટલી પૂરવાર થશે
Spider web: સંશોધકો પણ ચોંકી ગયા! અહીં મળ્યું દુનિયાનું સૌથી મોટું કરોળિયાનું જાળું, અંદરનું રહસ્ય જાણીને રૂંવાડા ઊભા થઈ જશે!
Exit mobile version