Site icon News Continuous Bureau | Mumbai

ફેસબુક-ઈન્સ્ટાગ્રામનું આ ફીચર વોટ્સએપ પર આવ્યું, માર્ક ઝકરબર્ગે પોતે જ આપી માહિતી

વોટ્સએપે ફરી એકવાર નવું ફીચર બહાર પાડ્યું છે. કંપનીના સીઈઓ માર્ક ઝકરબર્ગે આ અંગે માહિતી આપી છે. વોટ્સએપના આ ફીચરથી યુઝર્સ પોતાનો કસ્ટમાઈઝ્ડ ડિજિટલ અવતાર બનાવી શકે છે. વોટ્સએપનું આ ફીચર ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ એપ યુઝર્સ માટે પહેલાથી જ ઉપલબ્ધ છે.

WhatsApp Phone Number Privacy: WhatsApp rolls out Phone Number Privacy feature in Beta update. All you need to know

WhatsApp Phone Number Privacy: WhatsApp rolls out Phone Number Privacy feature in Beta update. All you need to know

News Continuous Bureau | Mumbai
WhatsApp યુઝર્સ તેમના કસ્ટમાઇઝ્ડ ડિજિટલ અવતારને કસ્ટમાઇઝ કરી શકે છે. આ સિવાય તેઓ આઉટફિટ, હેરસ્ટાઇલ અને ચહેરાના ફીચર્સનું કોમ્બિનેશન પસંદ કરી શકે છે. રિપોર્ટ અનુસાર નવા WhatsApp અવતારનો ઉપયોગ પ્રોફાઇલ ફોટો તરીકે પણ કરી શકાય છે.

WhatsApp યુઝર્સ પાસે અવતાર એક્શન અને ઇમોશન માટે 36 કસ્ટમ સ્ટીકરમાંથી પસંદ કરવાનો ઓપ્શન હશે. અવતાર બન્યા પછી, WhatsApp યુઝર્સ તેને તેમના મિત્રો અને પરિવાર સાથે પણ શેર કરી શકે છે.

કંપનીએ કહ્યું છે કે આવનારા સમયમાં તેમાં લાઇટિંગ, હેરસ્ટાઇલ ટેક્સચર, શેડિંગ અને અન્ય કસ્ટમાઇઝેશન ઓપ્શન્સ જેવા ઘણા નવા ફિચર્સનો ઉમેરો કરશે. જેનાથી યુઝર્સના એક્સપિરિયન્સમાં એકંદરે વધારો થશે.

Join Our WhatsApp Channel

વોટ્સએપ અવતાર ફીચર યુઝર્સ માટે બહાર પાડવામાં આવ્યું છે. જોકે, કંપની તેને તબક્કાવાર રિલીઝ કરે છે. આ કારણે આ ફિચર એક સાથે તમામ ડિવાઇસ પર ઉપલબ્ધ નહીં થાય. જો કે જ્યારે આ ફિચર્સનું ટેસ્ટિંગ થયું ત્યારે તે WhatsApp iOS અને Android પર કેટલાક ડિવાઇસમાં બીટા વર્ઝન રૂપમાં પણ જોવા મળ્યું હતું.

આ સમાચાર પણ વાંચો: ગૂગલ પાસે 75 લાખ વળતર માંગનાર અરજદાર પર સુપ્રીમે લગાવ્યો 25 હજારનો દંડ, જાણો કેમ

તેનો ઉપયોગ કરવો ખૂબ જ આસાન છે. આ માટે તમારે વોટ્સએપ ઓપન કરીને સ્ટીકર ઓપ્શન પર જવું પડશે. એન્ડ્રોઈડમાં આ માટે તમારે ચેટબોક્સમાં ઈમોજી સિમ્બોલ પર ટેપ કરવું પડશે. જ્યારે iOSમાં સ્ટીકર ઓપ્શન ચેટ બોક્સમાં જ હોય છે.

આ પછી તમારે અવતારના ઓપ્શનમાં જઈને નવો અવતાર બનાવવો પડશે. આમાં, તમે હેર સ્ટાઇલ, ફેશિયલ અને અન્ય વિકલ્પોને કસ્ટમાઇઝ કરીને અવતાર બનાવી શકો છો. એપ વધુ વાસ્તવિક અવતાર માટે ફ્રન્ટ કેમેરાનો પણ ઉપયોગ કરશે. અવતાર બનાવ્યા પછી, તેને સેવ પણ કરી શકશો.

Tesla Flying Car Roadster Unveiled ટેસ્લાની ઉડતી કાર પરથી પડદો ઊંચકાયો માત્ર ૧ સેકન્ડમાં ૯૬ કિમીની ઝડપ પકડશે, જાણો ક્યારે થશે લોન્ચ અને શું બોલ્યા એલોન મસ્ક?
WhatsApp Free Calling Feature વોટ્સએપે લોન્ચ કર્યું મોસ્ટ અવેઇટેડ ફીચર યુઝર્સને મળશે સીમ વગર આ સેવા, દરેકને થશે મોટો ફાયદો
Gen Z Subscription Detox Trend Gen Z યુવાનો બન્યા ‘સ્માર્ટ સેવર્સ’; ‘સબસ્ક્રિપ્શન ફેટીગ’ વધતાં ઓટીટી અને પ્રીમિયમ એપ્સના બિનજરૂરી ખર્ચ પર કાતર
Orkut Social Media Relaunch આઇકોનિક સોશિયલ નેટવર્ક Orkut ની વાપસીના સંકેત, ફાઉન્ડર ઓરકુટ બ્યુકોક્તેને સમર્થકો પાસે માંગી મદદ
Exit mobile version