Site icon

Aadhaar App: આધાર નો નવો અવતાર: નંબર શેર કર્યા વગર જ થશે વેરિફિકેશન, આધાર એપના આ ‘જોરદાર’ ફીચર વિશે જાણી લો.

UIDAI એ લોન્ચ કર્યું ‘My Contact Card’ ફીચર; QR કોડ સ્કેન કરતા જ સામેની વ્યક્તિને મળી જશે તમારું નામ અને મોબાઈલ નંબર, ડેટા પ્રાઈવસી માટે લેવાયો મોટો નિર્ણય.

Aadhaar App આધાર નો નવો અવતાર નંબર શેર કર્યા વગર

Aadhaar App આધાર નો નવો અવતાર નંબર શેર કર્યા વગર

News Continuous Bureau | Mumbai

Aadhaar App  ભારતીય વિશિષ્ટ ઓળખ સત્તામંડળ (UIDAI) એ આધાર એપ વાપરતા યુઝર્સ માટે એક ખૂબ જ ઉપયોગી ફીચર રજૂ કર્યું છે. જેનું નામ છે ‘My Contact Card’. આ ફીચરની મદદથી હવે તમારે કોઈ પણ જગ્યાએ તમારી કોન્ટેક્ટ ડિગ્ટ્સ શેર કરવા માટે આખો આધાર નંબર આપવાની જરૂર નહીં પડે. માત્ર એક QR કોડ સ્કેન કરીને તમે તમારી વેરિફાઈડ વિગતો સુરક્ષિત રીતે શેર કરી શકશો.

Join Our WhatsApp Community

શું છે આ ‘My Contact Card’ ફીચર?

ઘણી વખત હોટલ ચેક-ઈન, ઓફિસ વિઝિટ કે ડિલિવરી સર્વિસ માટે આપણી પાસે આધાર કાર્ડ માંગવામાં આવે છે. આવા સમયે આધાર નંબર શેર કરવાથી ડેટા લીક થવાનો ભય રહે છે. નવા ફીચરની મદદથી, યુઝર પોતાનો QR કોડ સ્કેન કરવા માટે આપી શકે છે. સામેની વ્યક્તિ જેવી આ કોડ સ્કેન કરશે, તેને તમારું નામ, મોબાઈલ નંબર અને સરનામું જેવી વેરિફાઈડ વિગતો મળી જશે અને તે સીધી જ પોતાના ફોનમાં સેવ પણ કરી શકશે.

આ ફીચર કેમ છે સુરક્ષિત?

આ ફીચર લાવવા પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય યુઝરની પ્રાઈવસી જાળવવાનો છે. આ કાર્ડમાં તમારી વિગતો UIDAI દ્વારા વેરિફાઈડ હોય છે, તેથી નકલી માહિતીનો કોઈ ખતરો રહેતો નથી. જે જગ્યાએ ફક્ત ઓળખની જરૂર હોય અને આધાર નંબરની અનિવાર્યતા ન હોય, ત્યાં આ ફીચર વરદાનરૂપ સાબિત થશે. તેનાથી આધાર કાર્ડનો ખોટો ઉપયોગ અને ડેટા ચોરી થવાની શક્યતા ઘટી જશે.

આ સમાચાર પણ વાંચો : Elephant Attack: ઝારખંડના પશ્ચિમી સિંહભૂમમાં જંગલી હાથીનો ખૂની ખેલ: એક જ રાતમાં 7 લોકોને કચડી નાખ્યા, જાન્યુઆરીમાં અત્યાર સુધી થયા આટલા ના મોત

કેવી રીતે કરશો આ ફીચરનો ઉપયોગ?

આ ફીચરનો ઉપયોગ કરવા માટે તમારા ફોનમાં લેટેસ્ટ આધાર એપ હોવી જરૂરી છે:
સૌથી પહેલા આધાર એપમાં લોગ-ઈન કરો.
એપ ઓપન થયા પછી નીચેથી ઉપરની તરફ સ્વાઈપ કરો.
અહીં ‘Services’ સેક્શનમાં તમને ‘My Contact Card’ નો વિકલ્પ દેખાશે.
તેના પર ટેપ કરતા જ તમારો પર્સનલ QR કોડ દેખાશે.
તમે આ કોડને ડાયરેક્ટ સ્કેન કરાવી શકો છો અથવા નીચે આપેલા શેર બટનથી કોઈ પણ એપ દ્વારા મોકલી શકો છો.

NASA: સ્પેસ સ્ટેશનના ઈતિહાસમાં પ્રથમવાર: એક અવકાશયાત્રીની તબિયત બગડતા 4 સભ્યોને અધવચ્ચેથી પૃથ્વી પર પાછા તેડાવ્યા
Gmail: કરી રહ્યું છે તમારી જાસૂસી? પ્રાઈવસી બચાવવા માટે તરત બંધ કરો આ 2 સેટિંગ્સ, નહીંતર AI વાંચી લેશે તમારા અંગત ઈમેલ
Smartphone: સ્માર્ટફોન પ્રેમીઓ માટે માઠા સમાચાર! ૨૦૨૬માં પ્રીમિયમ ફોન ખરીદવા માટે ખર્ચવા પડશે વધુ પૈસા; ટેક જાયન્ટ્સ ભાવ વધારવાની તૈયારીમાં
Aadhaar Security Tips: તમારા બેંક ખાતા પર તોળાઈ રહ્યું છે જોખમ? આધાર કાર્ડ સુરક્ષિત રાખવા માટે કરો આ 5 કામ; UIDAI એ જારી કરી માર્ગદર્શિકા.
Exit mobile version