Site icon News Continuous Bureau | Mumbai

UPI Payment For Burj Khalifa Tickets દુબઈમાં પણ ચાલશે ભારતનું UPI બુર્જ ખલીફાની ઓનલાઈન ટિકિટ બુકિંગ થઈ સરળ!

UPI Payment For Burj Khalifa Tickets ભારતીય પ્રવાસીઓ માટે દુબઈમાં ડિજિટલ પેમેન્ટ સરળ, સ્કેન કરીને સીધા રૂપિયાથી કરી શકાશે ચૂકવણી

UPI Payment For Burj Khalifa Tickets  દુબઈમાં પણ ચાલશે ભારતનું UPI બુર્જ ખલીફાની ઓનલાઈન ટિકિટ બુકિંગ થઈ સરળ!

UPI Payment For Burj Khalifa Tickets દુબઈમાં પણ ચાલશે ભારતનું UPI બુર્જ ખલીફાની ઓનલાઈન ટિકિટ બુકિંગ થઈ સરળ!

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Channel

UPI Payment For Burj Khalifa Tickets યુનાઈટેડ અરબ અમીરાત (UAE) ના પ્રખ્યાત શહેર દુબઈમાં આવેલા વિશ્વના સૌથી ઊંચા ટાવર ‘બુર્જ ખલીફા’ (Burj Khalifa) ની મુલાકાત લેતા ભારતીય પ્રવાસીઓ માટે એક ખુશખબર સામે આવ્યા છે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) ની આંતરરાષ્ટ્રીય પાંખ NIPL એ દુબઈમાં યુપીઆઈ (UPI Payment) સેવા શરૂ કરી દીધી છે, જેનાથી હવે ટિકિટ ખરીદી અને ઓનલાઈન બુકિંગ સરળ બની જશે.

UPI Payment For Burj Khalifa Tickets – બુર્જ ખલીફાની ટિકિટ માટે યુપીઆઈ પેમેન્ટ સેવાનો પ્રારંભ

એનપીસીઆઈ (NPCI International) ના આ મહત્વપૂર્ણ પગલાને કારણે હવે દુબઈ પ્રવાસે જતાં ભારતીય સૈલાણીઓ પોતાની ભારતીય બેંકના UPI QR કોડને સ્કેન કરીને સરળતાથી બુર્જ ખલીફાની ટિકિટ ખરીદી શકશે. આ સેવા શરૂ થવાથી ભારતીય પ્રવાસીઓને કરન્સી એક્સચેન્જ (Currency Exchange) કરાવવાની કે આંતરરાષ્ટ્રીય ક્રેડિટ કાર્ડોના વધારાના ચાર્જિસ ચૂકવવાની ઝંઝટમાંથી મુક્તિ મળશે.

UPI Payment For Burj Khalifa Tickets – ભારતીય રૂપિયામાં સીધું ડેબિટ અને પારદર્શી વિનિમય દર

આ નવી સિસ્ટમ હેઠળ ભારતીય યુઝર્સ જ્યારે પણ સ્કેન કરીને પેમેન્ટ કરશે, ત્યારે તેમના ભારતીય બેંક એકાઉન્ટમાંથી જ રકમ ભારતીય રૂપિયા (INR) માં કપાશે. એનપીસીઆઈ દ્વારા દુબઈના મર્ચન્ટ્સ અને નેટવર્ક સાથે ભાગીદારી કરવામાં આવી છે, જેથી વિનિમય દર (Exchange Rates) પારદર્શક રહે અને ભારતીય ટુરિસ્ટ્સને કોઈ હિડન ચાર્જ આપવો ન પડે.

UPI Payment For Burj Khalifa Tickets – વૈશ્વિક સ્તરે યુપીઆઈનો વિસ્તાર અને ભારતીય પ્રવાસીઓને રાહત

દુબઈના મુખ્ય પ્રવાસન સ્થળો પર યુપીઆઈની સ્વીકૃતિ વધવાથી ભારત અને યુએઈ વચ્ચેના સંબંધો અને ડિજિટલ ફાઇનાન્સ વધુ મજબૂત બન્યા છે. બુર્જ ખલીફા ઉપરાંત યુએઈના અન્ય મોટા મોલ અને પર્યટન સ્થળો પર પણ યુપીઆઈ સ્વીકારવાનું શરૂ થઈ ગયું છે. એનપીસીઆઈના આ નિર્ણયથી વાર્ષિક દુબઈ જતાં લાખો ભારતીય પ્રવાસીઓને સીધો ફાયદો થશે.

👉 આ સમાચાર વાચો:
Rahul Gandhi Press Conference Mic Turned Off રાહુલ ગાંધીનો ભાજપ પર ગંભીર આરોપ કહ્યું સદનમાં માઈક બંધ કરાયું, બોલવા ન દીધો’, હવે પ્રેસ કોન્ફરન્સ કરીને બધું કહીશ…

iPhone Duo Screen Crack Issue લાખો રૂપિયા ખર્ચ્યા છતાં આઈફોન ડ્યુઓની સ્ક્રીનમાં તિરાડો પડી ગઈ! એપલના નવા ડિવાઇસમાં શું થઈ ગઈ મોટી ભૂલ? જાણો સંપૂર્ણ વિગત
AI Bubble Concerns શું છે AI બબલ? અબજો ડોલરનું આંધળું રોકાણ, જમીની વાસ્તવિકતા અને ભવિષ્યની મોટી કટોકટી
Instagram New Creator Features રીલ્સ બનાવનારાઓ માટે જેકપોટ! ઇન્સ્ટાગ્રામના આ ૩ નવા ફીચર્સથી કમાણી બમણી થશે યુટ્યુબ પડ્યું ચિંતામાં…
Microsoft Voluntary Separation Offer AI ખાઈ ગયું નોકરીઓ? માઇક્રોસોફ્ટનો વોલન્ટરી એક્ઝિટ પ્રોગ્રામ… કર્મચારીઓ આ તારીખ સુધી સ્વેચ્છાએ છોડી શકશે કંપની
Exit mobile version