Site icon

Whatsapp Group Call : વોટ્સએપ લાવ્યું ગજબનું ફીચર.. હવે તમે એકસાથે 31 લોકો સાથે ગ્રુપ કૉલ કરી શકશો, અનુસરો આ સરળ સ્ટેપ્સ..

Whatsapp Group Call :નવા અપડેટના આગમન સાથે, યુઝર્સ હવે ગ્રુપ કોલિંગમાં 31 લોકો સાથે વાત કરી શકશે. કંપનીનું લેટેસ્ટ અપડેટ iOS માટે રોલઆઉટ કરવામાં આવ્યું છે. કંપની ટૂંક સમયમાં આ ફીચર એન્ડ્રોઈડ યુઝર્સ માટે પણ રોલ આઉટ કરશે.

WhatsApp Group Calls Can Now Be Initiated With 31 Participants Simultaneously

WhatsApp Group Calls Can Now Be Initiated With 31 Participants Simultaneously

News Continuous Bureau | Mumbai

Whatsapp Group Call : વોટ્સએપ યુઝર (  WhatsApp user ) અનુભવને વધુ સારા બનાવવા માટે અવાર નવાર નવા ફીચર્સ ( New features ) લાવે છે. આ સીરીઝમાં હવે વોટ્સએપ કોલિંગને ( Whatsapp calling ) લગતું એક શાનદાર અપડેટ આવ્યું છે. નવા અપડેટના આગમન સાથે, યુઝર્સ હવે ગ્રુપ કોલિંગમાં ( group calling ) 31 લોકો સાથે વાત કરી શકશે. કંપનીનું લેટેસ્ટ અપડેટ iOS માટે રોલઆઉટ કરવામાં આવ્યું છે. અગાઉ, વ્હોટ્સએપ ગ્રુપ કોલમાં 15 લોકો કનેક્ટ થઈ શકતા હતા. આ ફીચર માટે iOS યુઝર્સ એપ સ્ટોર પર જઈને WhatsAppનું 23.21.72 અપડેટ ઈન્સ્ટોલ કરી શકે છે. આ ફીચર એન્ડ્રોઇડ યુઝર્સ ( Android users )  માટે પણ ટૂંક સમયમાં આવશે.

Join Our WhatsApp Community

આ રીતે ગ્રુપ કોલ કરો

1- વોટ્સએપ ગ્રુપ ખોલો જેમાં તમે વીડિયો કે વોઈસ કોલ કરવા માંગો છો.

2- હવે સ્ક્રીનની ટોચ પર આપેલા વીડિયો અથવા વોઈસ કોલ બટન પર ટેપ કરો.

3- આ પછી ગ્રુપ કોલ કન્ફર્મ કરો.

4- જો તમારા ગ્રૂપમાં 32 કે તેથી ઓછા સભ્યો છે, તો ગ્રુપ કોલ તરત જ શરૂ થઈ જશે.

5- જો ગ્રુપમાં 32 થી વધુ સભ્યો છે, તો તમારે તે સભ્યોને પસંદ કરવા પડશે જેને તમે કોલ માં સામેલ કરવા માંગો છો.

6- સભ્યોને પસંદ કર્યા પછી, તમે વીડિયો અથવા વૉઇસ કૉલ પર ટેપ કરીને કોલ શરૂ કરી શકો છો.

આ સમાચાર પણ વાંચો : India Biggest Data Breach: ભારતમાં અત્યાર સુધીનો સૌથી મોટો સાયબર એટેક, 81.5 કરોડ લોકોનો આધાર ડેટા થયો લીક.. જાણો સંપુર્ણ મામલો વિગતે અહીં…

વોટ્સએપ ના વધુ નવા ફીચર્સ

છેલ્લા કેટલાક અઠવાડિયામાં વોટ્સએપમાં ઘણા નવા ફીચર્સ લાવવામાં આવ્યા છે. આ જ ક્રમમાં, કંપનીએ તાજેતરમાં જાહેરાત કરી છે કે કોઈ એક ફોન પર બે નંબરથી વોટ્સએપ નો ઉપયોગ કરી શકે છે. આ સુવિધા તે વપરાશકર્તાઓ માટે ખૂબ જ ઉપયોગી છે જેઓ વ્યક્તિગત અને વ્યવસાયિક ઉપયોગ માટે બે ફોનનો ઉપયોગ કરે છે. યુઝર્સને આ ફીચર ખૂબ જ પસંદ આવી રહ્યું છે. આ સિવાય કંપની વોટ્સએપની સુરક્ષાને પણ મજબૂત કરી રહી છે. આ માટે વોટ્સએપમાં પાસકી અને સિક્રેટ કોડ ફીચર્સ લાવવામાં આવ્યા છે.

NASA: સ્પેસ સ્ટેશનના ઈતિહાસમાં પ્રથમવાર: એક અવકાશયાત્રીની તબિયત બગડતા 4 સભ્યોને અધવચ્ચેથી પૃથ્વી પર પાછા તેડાવ્યા
Gmail: કરી રહ્યું છે તમારી જાસૂસી? પ્રાઈવસી બચાવવા માટે તરત બંધ કરો આ 2 સેટિંગ્સ, નહીંતર AI વાંચી લેશે તમારા અંગત ઈમેલ
Aadhaar App: આધાર નો નવો અવતાર: નંબર શેર કર્યા વગર જ થશે વેરિફિકેશન, આધાર એપના આ ‘જોરદાર’ ફીચર વિશે જાણી લો.
Smartphone: સ્માર્ટફોન પ્રેમીઓ માટે માઠા સમાચાર! ૨૦૨૬માં પ્રીમિયમ ફોન ખરીદવા માટે ખર્ચવા પડશે વધુ પૈસા; ટેક જાયન્ટ્સ ભાવ વધારવાની તૈયારીમાં
Exit mobile version