Site icon News Continuous Bureau | Mumbai

WhatsApp: વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી.

WhatsApp: સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વોટ્સએપ ટૂંક સમયમાં જ નવા અપડેટ લઈને આવી રહ્યું છે, જે તેના યુઝર્સના અનુભવને વધુ વધારશે. તાજેતરમાં, કંપનીએ વ્યુ વન્સ મોડમાં સ્ક્રીનશૉટ્સને બ્લૉક કરવાથી લઈને ગ્રુપ કૉલમાં 31 સભ્યોને ઉમેરવા સુધીની ઘણી નવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવી છે.

WhatsApp is bringing another amazing feature to its users! Know complete information.

WhatsApp is bringing another amazing feature to its users! Know complete information.

News Continuous Bureau | Mumbai

WhatsApp: સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વોટ્સએપ ટૂંક સમયમાં જ નવા અપડેટ ( Update ) લઈને આવી રહ્યું છે, જે તેના યુઝર્સના અનુભવને વધુ વધારશે. તાજેતરમાં, કંપનીએ વ્યુ વન્સ મોડમાં ( View Once mode ) સ્ક્રીનશૉટ્સને ( screenshots ) બ્લૉક કરવાથી લઈને ગ્રુપ કૉલમાં ( group call ) 31 સભ્યોને ઉમેરવા સુધીની ઘણી નવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવી છે. ત્યારે હવે કંપની ટૂંક સમયમાં વધુ એક નવું ફીચર લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે, જે એપમાં વીડિયો પ્લેબેક પર વધુ નિયંત્રણ આપશે. આ સુવિધા યુઝર્સને યુટ્યૂબના પ્લેબેક નિયંત્રણ જેમ કે રીવાઇન્ડ અને ફાસ્ટ ફોરવર્ડ જેવા અનુભવ પ્રદાન કરશે.

Join Our WhatsApp Channel

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, નવા વિડિયો પ્લેબેક નિયંત્રણો યુઝર્સને 10 સેકન્ડને રિવાઇન્ડ અને ફાસ્ટ ફોરવર્ડ કરવાની મંજૂરી આપશે. રિપોર્ટ અનુસાર, વીડિયો પ્લેબેક કંટ્રોલ હાલમાં માત્ર WhatsApp બીટા ટેસ્ટર્સ (Android 2.23.24) માટે જ ઉપલબ્ધ છે. જો કે, તે આગામી મહિનાઓમાં તમામ વપરાશકર્તાઓ માટે ઉપલબ્ધ કરવામાં આવી શકે છે. વીડિયો પ્લેબેક કંટ્રોલ ફીચર સિવાય, WhatsApp અન્ય એક નવા ફીચર પર કામ કરી રહ્યું છે જે પ્રાઈવસી આધારિત વૈકલ્પિક પ્રોફાઇલ છે. તે પ્રોફાઇલ ફોટા વગેરે છુપાવે છે. આ સુવિધા હેઠળ, વપરાશકર્તાઓને તેમના સંપર્કોમાં ન હોય તેવા સંપર્કો માટે અલગ ફોટો અથવા નામ સેટ કરવાની મંજૂરી આપવામાં આવે છે.

આ સમાચાર પણ વાંચો : Elvish Yadav: બિગ બોસ OTT 2 વિજેતા એલ્વિશ યાદવ ફરી વિવાદમાં! ગંભીર આરોપો સાથે નોંધાઈ FIR

વૈકલ્પિક પ્રોફાઇલ ફીચર

અહેવાલ અનુસાર, વૈકલ્પિક પ્રોફાઇલ ફીચર યુઝર્સની પ્રોફાઇલ ફોટો પ્રાઇવસી સેટિંગ્સમાં એકીકૃત કરવામાં આવશે. આ યુઝર્સને તેમના સ્પેલશ સંપર્ક માટે અલગ પ્રોફાઇલ ફોટો અને નામ સેટ કરવાની મંજૂરી આપશે. તે જ સમયે, યુઝર્સની પ્રાથમિક પ્રોફાઇલ માહિતી અન્ય લોકોથી છુપાવવામાં આવશે. આ સુવિધા હજુ કામ હેઠળ છે.

 

WhatsApp Close Friends Status Feature વોટ્સએપમાં આવ્યું ઇન્સ્ટાગ્રામ જેવું ‘આ’ ફીચર હવે પસંદગીના લોકોને જ દેખાશે તમારું સ્ટેટસ
Instagram Edit Story 15 Minutes Feature ઇન્સ્ટાગ્રામે સ્ટોરી એડિટિંગ માટે રજૂ કર્યું નવું ફીચર, પોસ્ટ કર્યા બાદ પણ બદલી શકાશે ટેક્સ્ટ અને મ્યુઝિક; પણ આ છે સમયમર્યાદા
GTA 6 Launched in India આખરે ઈંતજાર ખતમ! 13 વર્ષ પછી ભારતમાં લોન્ચ થઈ GTA 6, ચેક કરો તમારા ડિવાઇસમાં ચાલશે કે નહીં?
WhatsApp Android New Bottom Bar એન્ડ્રોઈડ માટે વોટ્સએપનો નવો બોટમ નેવિગેશન બાર સ્ક્રોલ કરતા જ બદલાશે આકાર
Exit mobile version