Site icon

Indian Smartphone Brands: શા માટે ભારતીય સ્માર્ટફોન કંપનીઓ પ્રોડક્ટ ભારતીય બજારમાંથી ગાયબ થઈ ગયા?.. જાણો લાવાના પ્રમુખ સુનીલ રૈનાએ સ્પષ્ટ કર્યું કારણ..

Indian Smartphone Brands: ભારતીય બ્રાન્ડ્સ એક સમયે સ્માર્ટફોન માર્કેટ પર પ્રભુત્વ જમાવતી હતી. તે સમયે Lava, Karbon, iBall, Micromax સહિતની ઘણી બ્રાન્ડ બજારમાં હાજર હતી. આ બ્રાન્ડ્સના ફોનનું વેચાણ પણ સારું હતું, પરંતુ હાલ માર્કેટમાં માત્ર લાવા જ બચ્યો છે, જે સ્થાનિક બ્રાન્ડ છે. જાણો ભારતીય બ્રાન્ડસ બજારથી ગાયબ થઈ જવાનું શું છે કારણ..

Why did Indian smartphone companies' products disappear from the Indian market.. Lava CEO Sunil Raina explained the reason

Why did Indian smartphone companies' products disappear from the Indian market.. Lava CEO Sunil Raina explained the reason

News Continuous Bureau | Mumbai

Indian Smartphone Brands: એક સમય હતો જ્યારે ભારતીય મોબાઈલ બ્રાન્ડ્સ ભારતીય સ્માર્ટફોન ( Indian smartphone ) માર્કેટ પર પ્રભુત્વ જમાવતી હતી. જેમાં Lava, Karbon, iBall, Micromax સહિત અનેક બ્રાન્ડના ફોન બજારમાં ધુમ વેચાતા હતા. જો કે, વર્ષ 2014-15માં ઓનલાઈન માર્કેટમાં તેજી આવવા લાગી અને અહીંથી ચાઈનીઝ બ્રાન્ડ્સે ભારતીય સ્માર્ટફોન માર્કેટ પર કબજો કર્યો હતો. 

Join Our WhatsApp Community

તે સમયથી અત્યાર સુધી લાવા ( Lava ) ઈન્ટરનેશનલ ભારત સુધી જ સીમીત રહી ગઈ છે. જો કે, લાવા કંપની હવે ફરી એકવાર માર્કેટમાં પોતાની પકડ મજબૂત કરવાનો પ્રયાસ કરી રહી છે. આ ક્રમમાં, કંપનીએ તાજેતરમાં એક સ્માર્ટવોચ લોન્ચ કરી છે.

 Indian Smartphone Brands: લાવા કંપની છેલ્લા કેટલાક સમયથી સતત નવા ફોન અને અન્ય પ્રોડક્ટ્સ લોન્ચ કરી રહી છે..

લાવા કંપની છેલ્લા કેટલાક સમયથી સતત નવા ફોન અને અન્ય પ્રોડક્ટ્સ લોન્ચ કરી રહી છે. તો આ અંગે લાવા ઈન્ટરનેશનલના પ્રેસિડેન્ટ સુનિલ રૈના સાથે ભારતીય બજારમાં ( Indian market ) બ્રાન્ડની વાપસી અને અન્ય પાસાઓ પર વિશેષ વાતચીત કરવામાં આવી હતી . ચાલો જાણીએ આ ખાસ વાતચીતના મુખ્ય મુદ્દા.

લાવાની યાત્રા વિશે શું કહેવું છે તમારુ: લાવા કંપની સ્માર્ટફોન માર્કેટમાં ( smartphone market ) છેલ્લા 15 વર્ષથી છે. હાલ અમે માત્ર એક નાની ભારતીય બ્રાન્ડ છીએ, તેમ છતાં અમે હજુ પણ માર્કેટમાં સક્રિય છીએ. અમે ધીમે ધીમે આગળ વધી રહ્યા છીએ. આ સમયગાળા દરમિયાન અનેક પડકારો પણ આવ્યા. ખાસ કરીને જ્યારે વિદેશી બ્રાન્ડ્સ આવી ત્યારે તેમની પાસે વધુ સંસાધનો અને પૈસા હતા, જેના કારણે ઘણી કંપનીઓ બરબાદ થઈ ગઈ. જો કે, અમે હવે અમારા પ્રોડક્ટમાં કેટલાક ફેરફારો કર્યા છે અને અમે હજુ પણ બજારમાં છીએ.

આ સમાચાર  પણ વાંચો :  Chhattisgarh Barnawapara: બે VIP ભેંસોએ 2 મહિનામાં 4.6 લાખ રૂપિયાનું પાણી પીધું, એક વર્ષમાં 40 લાખ રૂપિયાનો ચારો ખાધો, આ કારણે સરકાર કરી રહી છે કરોડોનો ખર્ચ.

ભારતીય સ્માર્ટફોન બ્રાન્ડ્સ તેમના પોતાના બજારમાં કેવી રીતે પરાજિત થઈ: તે સમયે ભારતમાં કોઈ ઇકોસિસ્ટમ ન હતી. અમે ચીન પર નિર્ભર હતા. મેન્યુફેક્ચરિંગ અને ડિઝાઇનિંગ માત્ર ચીનમાં જ થતું હતું. તે સમયે ભારતીય બજારમાં પ્રવેશેલી કંપનીઓ પાસે વધુ અનુભવ ન હતો. તેઓએ ઘણી જાહેરાત કરી અને કિંમતોને ખૂબ જ સ્પર્ધાત્મક બનાવી. તેમ છતાં ઘણી કંપનીઓ ટેક્નોલોજીના આ વધતા યુગમાં ન ટકી શકી.

જો કે, જ્યારે ભારતીય કંપનીઓને ચાઈનાના નવા બ્રાન્ડ કરતાં ઓછો અનુભવ હતો. તેમ છતાં, ભારતીય કંપનીઓએ તે સમયે પણ આર એન્ડ ડી પર કામ કર્યું ન હતું. આ મુખ્ય કારણો હતા જેના કારણે ભારતીય બ્રાન્ડ્સને નુકસાન થયું હતું અને તેઓ પોતાના માર્કેટમાં ટકી શક્યા નહોતા.

 Indian Smartphone Brands: આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ સાથે સ્પર્ધા કરવા માટે, તમારી પાસે દમદાર પ્રોડક્ટસ પણ હોવા જોઈએ…

લાવા છેલ્લા કેટલાક સમયથી બજારમાંથી ગાયબ થઈ ગયો હતો: અમે થોડો સમય એક ડગલુ પાછળ હટી ગયા હતા. કારણ કે આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ સાથે સ્પર્ધા કરવા માટે, તમારી પાસે દમદાર પ્રોડક્ટસ પણ હોવા જોઈએ. અમે અમારા પ્રોડક્ટસ પર 4 થી 5 વર્ષ સુધી કામ કર્યું અને પછી ફરીથી બજારમાં પ્રવેશ કર્યો. હવે અમે આ સેગમેન્ટમાં સતત પ્રોડક્ટ્સ લોન્ચ કરી રહ્યા છીએ. સાથે જ અન્ય કેટેગરીમાં કામ કરવા માટે પણ પ્રયાસો કરી રહ્યા છીએ.

હવે લાવાનું લક્ષ્ય શું છે: અમારું લક્ષ્ય સ્પષ્ટ છે, જે વર્ષો પહેલા હતું. અમે માર્કેટમાં અમારો પણ એક હિસ્સો જોઈએ છે. આંતરરાષ્ટ્રીય બજારમાં જતા પહેલા અમારે ભારતીય બજારમાં અમારો હિસ્સો મેળવવો પડશે. બ્રાન્ડ ધીમે ધીમે આગળ વધી રહી છે. અમે જે સેગમેન્ટમાં કામ કરી રહ્યા છીએ તેના ગ્રાહકોને અમે શ્રેષ્ઠ અનુભવ આપવા માંગીએ છીએ.

આ સમાચાર  પણ વાંચો : Team India New Coach: કોણ બનશે ભારતનો આગામી કોચ? આ વિદેશી દિગ્ગજ ખેલાડીઓ સહિત ગૌતમ ગંભીર- વીરેન્દ્ર સેહવાગ પણ રેસમાં સામેલ.. જાણો શું છે BCCIની યોજના?..

જ્યાં સુધી પ્રીમિયમ સેગમેન્ટની વાત છે, અમને આ સેગમેન્ટમાં પ્રવેશવામાં થોડો સમય લાગશે. અમારી પ્રાથમિકતા હાલ સ્માર્ટફોન સેગમેન્ટ્સ પર ધ્યાન કેન્દ્રિત કરવાની છે જેમાં અમે પહેલેથી જ હાજર છીએ. આગામી દિવસોમાં અમે 30 થી 40 હજાર રૂપિયાના ફોન પણ લોન્ચ કરીશું. અમે અત્યારે પ્રીમિયમ સેગમેન્ટમાં બહુ આગળ જવા માંગતા નથી.

Gold Price: બિહાર ચૂંટણીના પરિણામો વચ્ચે આજે સસ્તું થયું સોનું, જાણો 24 અને 22 કેરેટ ગોલ્ડની કેટલી ઓછી થઈ કિંમત?
Moody’s Report: ટ્રમ્પના ‘ટેરિફ જાળ’ સામે ભારતે કાઢ્યો સફળ તોડ! અમેરિકી એજન્સી મૂડીઝે જ ખોલી દીધી પોલ.
Manoj Gaur arrested: મોટી કાર્યવાહી: EDનો સકંજો! ₹૧૨,૦૦૦ કરોડના મની લોન્ડ્રિંગ કેસમાં JP ઇન્ફ્રાટેકના MD મનોજ ગૌરની ધરપકડ.
Apple iPhone Pocket: Appleનો નવો ‘નખરો’: iPhone રાખવા માટે રજૂ કર્યું મોંઘું પોકેટ! કિંમત સાંભળીને યુઝર્સના હોશ ઉડી જશે
Exit mobile version