Site icon

હવે ટ્વીટ પણ થશે લાંબુંલચક. બે વાક્યોમાં કટાક્ષ ભર્યા શબ્દો નહીં પરંતુ આખે આખો નિબંધ સમાઈ જશે. જાણો ટ્વિટર ની નવી યોજના વિશે.

ટ્વિટર પોતાની ટૂંકી અને ટચ કમ્યુનિકેશન શૈલી માટે જાણીતું છે. પરંતુ હવે તેમાં બદલાવ આવવાનો છે. અગાઉ ૧૪૦ અક્ષરો ટ્વીટ કરી શકાતું હતું જેની સંખ્યા વર્ષ 2017માં વધારવામાં આવી હતી. હવે વધુ એક વખત અક્ષરોની સંખ્યા વધારવામાં આવશે.

word limit on twitter will increase

હવે ટ્વીટ પણ થશે લાંબુંલચક. બે વાક્યોમાં કટાક્ષ ભર્યા શબ્દો નહીં પરંતુ આખે આખો નિબંધ સમાઈ જશે. જાણો ટ્વિટર ની નવી યોજના વિશે.

News Continuous Bureau | Mumbai

 ટ્વિટર એક એવું પ્લેટફોર્મ છે જેમાં માત્ર બે લીટીમાં પોતાની વાત આટોપી લેવાની હોય છે. આ યુનિક ફીચરને કારણે ટ્વિટર વિશ્વભરમાં પ્રખ્યાત છે. હવે ટ્વિટર નો સંચાર એલન મસ્કના હાથમાં આવ્યો છે.  આથી ટ્વિટર પોતાની કામ કરવાની પદ્ધતિમાં સમૂળગું પરિવર્તન લાવી રહ્યું છે.

અક્ષરોની સંખ્યા માં બદલાવ…

એલન મસ્ક એ ટ્વીટર પર લોકો સાથે સંવાદ સાધ્યો હતો. આ સંવાદમાં તેમણે જણાવ્યું હતું કે ટ્વિટર પર પોતાના હેન્ડલ પર રજૂ થતા કમ્યુનિકેશનમાં અક્ષરોની સંખ્યા વધારવા જઈ રહ્યું છે. આ મુજબ આવનારા દિવસોમાં લોકો ચાર હજાર અક્ષરો સુધી ટ્વીટ કરી શકશે.

Join Our WhatsApp Community

એલન મસ્ક ની આ જાહેરાત બાદ અનેક લોકો અચંબામાં છે. લોકોનું માનવું છે કે twitter પોતાની આગવી છટા ખોઈ બેસશે. આટલું જ નહીં હવે ટ્વિટર પર નિબંધો અને લાંબા કોમ્યુનિકેશન ને સ્થાન મળશે. એટલે કે ટ્વિટર વેબસાઇટ જેવું કામ કરશે. 

આ સમાચાર પણ વાંચો: Mumbai Traffic : શું આજે તમે ગાડી લઈને બહાર નીકળવાનો વિચાર કરો છો? તો આ સમાચાર વાંચી લ્યો. G 20 Summit ને કારણે આજે મુંબઇ શહેરમાં ટ્રાફિક ડાઇવર્ઝન છે.

Apple iPhone Pocket: Appleનો નવો ‘નખરો’: iPhone રાખવા માટે રજૂ કર્યું મોંઘું પોકેટ! કિંમત સાંભળીને યુઝર્સના હોશ ઉડી જશે
WhatsApp Username: WhatsApp યુઝર્સ માટે મહત્ત્વપૂર્ણ સમાચાર; જલ્દી આવશે ‘આ’ નવી સુવિધા
New Aadhaar App: નવીન આધાર ઍપમાં હવે ચહેરો પણ સ્કૅન થશે, તમારી ઓળખ ડિજિટલી પૂરવાર થશે
Spider web: સંશોધકો પણ ચોંકી ગયા! અહીં મળ્યું દુનિયાનું સૌથી મોટું કરોળિયાનું જાળું, અંદરનું રહસ્ય જાણીને રૂંવાડા ઊભા થઈ જશે!
Exit mobile version