Site icon

Xiaomi Smart TV : Xiaomiનું 32 ઇંચ, 40 ઇંચ અને 43 ઇંચનું સ્માર્ટ ટીવી થયું લોન્ચ, જાણો કિંમત અને ફીચર્સ..

Xiaomi Smart TV : Xiaomiએ ભારતમાં ત્રણ સ્ક્રીન સાઈઝના સ્માર્ટ ટીવી લોન્ચ કર્યા છે. તેમાં લેટેસ્ટ પેચવોલ, ડોલ્બી એટમોસ ઓડિયો, વર્ચ્યુઅલ એક્સ અને વિવિડ પિક્ચર એન્જિન જેવા ફીચર્સ સામેલ છે. આ ટીવીમાં મેટાલિક ડિઝાઇન, ક્વાડ કોર A35 ચિપસેટ, 1.5 GB રેમ અને 8 GB સ્ટોરેજ સપોર્ટ આપવામાં આવ્યો છે.

xiaomi-a-series-smart-tvs-launched-price-specs-and-more

xiaomi-a-series-smart-tvs-launched-price-specs-and-more

News Continuous Bureau | Mumbai
Xiaomi Smart TV : Xiaomi દ્વારા ભારતમાં ત્રણ સ્ક્રીન સાઈઝવાળા સ્માર્ટ ટીવી લોન્ચ કરવામાં આવ્યા છે. Dolby Atmos Audio, DTS, Virtual X અને Vivid Picture Engine માટે સ્માર્ટ ટીવીને સપોર્ટ આપવામાં આવ્યો છે. Xiaomi ટીવી સિરીઝમાં લેટેસ્ટ PatchWall અને PatchWall Plus સપોર્ટ આપવામાં આવ્યો છે. આમાં, 200 થી વધુ લાઇવ ચેનલોને સપોર્ટ આપવામાં આવ્યો છે. Xiaomi A સિરીઝ સ્માર્ટ ટીવીમાં લેટેસ્ટ Google TV સપોર્ટ આપવામાં આવ્યો છે.

કિંમત અને ઉપલબ્ધતા

Xiaomi A સિરીઝ સ્માર્ટ ટીવીની શરૂઆતની કિંમત 14,999 રૂપિયા છે. તેની 32 ઇંચની સ્માર્ટ ટીપીની કિંમત 14,999 રૂપિયા છે. જ્યારે 40 ઇંચના સ્માર્ટ ટીવીની કિંમત 22,999 રૂપિયા છે. આ જ 43 ઇંચના સ્માર્ટ ટીવીની કિંમત 24,999 રૂપિયા છે. ગ્રાહકો Xiaomi TV 32A 13,999 રૂપિયામાં ખરીદી શકશે. આ ટીવી Mi Homes, Mi Homes, Flipkart અને રિટેલ સ્ટોર્સ પરથી ખરીદી શકશે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Vivek Agnihotri : હવે મણિપુર હિંસા પર ફિલ્મ બનાવશે વિવેક અગ્નિહોત્રી? યુઝરના સવાલ પર ફિલ્મમેકરનો મોટો જવાબ

 

વિશિષ્ટતાઓ

Xiaomi A સીરીઝ સ્માર્ટ ટીવીને મેટાલિક ડિઝાઇન અને બેઝલલેસ ડિસ્પ્લેમાં રજૂ કરવામાં આવ્યું છે. આ ટીવીને ક્વોડ કોર A35 ચિપસેટ સપોર્ટ સાથે રજૂ કરવામાં આવ્યા છે. ટીવીમાં 1.5 જીબી રેમ અને 8 જીબી સ્ટોરેજ સપોર્ટ છે. ટીવીમાં ડ્યુઅલ બેન્ડ વાઈ-ફાઈ, બ્લૂટૂથ 5.0 કનેક્ટિવિટી સપોર્ટ આપવામાં આવ્યો છે. તેમાં 2HDMI પોર્ટ, 2USB પોર્ટ સપોર્ટ છે. આ સ્માર્ટ ટીવીમાં ક્વિક મ્યૂટ, ક્વિક વેક અને ક્વિક સેટિંગ જેવી સુવિધાઓ આપવામાં આવી છે. આ સ્માર્ટ ટીવીમાં ફુલ એચડી પ્લસ રિઝોલ્યુશન ડિસ્પ્લે સપોર્ટ આપવામાં આવ્યો છે. ટીવી 20W સાઉન્ડ આઉટપુટ સાથે આવે છે. આમાં Xiaomi A સીરીઝ ટીવી ફીચર સાથે લેટેસ્ટ પેચવોલ સપોર્ટ આપવામાં આવ્યો છે.

Apple iPhone Pocket: Appleનો નવો ‘નખરો’: iPhone રાખવા માટે રજૂ કર્યું મોંઘું પોકેટ! કિંમત સાંભળીને યુઝર્સના હોશ ઉડી જશે
WhatsApp Username: WhatsApp યુઝર્સ માટે મહત્ત્વપૂર્ણ સમાચાર; જલ્દી આવશે ‘આ’ નવી સુવિધા
New Aadhaar App: નવીન આધાર ઍપમાં હવે ચહેરો પણ સ્કૅન થશે, તમારી ઓળખ ડિજિટલી પૂરવાર થશે
Spider web: સંશોધકો પણ ચોંકી ગયા! અહીં મળ્યું દુનિયાનું સૌથી મોટું કરોળિયાનું જાળું, અંદરનું રહસ્ય જાણીને રૂંવાડા ઊભા થઈ જશે!
Exit mobile version