Site icon

Whatsapp PNR Status Check: તમે હવે WhatsApp દ્વારા પણ ટ્રેનનું PNR સ્ટેટસ ચેક કરી શકો છો, કોઈ એપની અલગથી રાખવાની જરુર પડશે નહીં.. જાણો શું છે પ્રક્રિયા..

Whatsapp PNR Status Check: જો તમે ટ્રેનમાં મુસાફરી કરો છો તો PNR સ્ટેટસ ચેક કરવાની ચિંતા કરવાની જરૂર રહેશે નહીં. તમે આ સુવિધા માટે તમારા ફોનમાં હાજર WhatsAppનો જ ઉપયોગ કરી શકો છો. IRCTC PNR સ્ટેટસ ચેક કરવા માટે ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરોને WhatsApp આધારિત સેવા પૂરી પાડે છે. આ WhatsApp આધારિત સેવા ભારતીય રેલ્વેના મુસાફરો માટે મુંબઈ સ્થિત એક સ્ટાર્ટઅપ દ્વારા ઓફર કરવામાં આવે છે.

You can now also check train PNR status through WhatsApp, no need to have a separate app..

You can now also check train PNR status through WhatsApp, no need to have a separate app..

 News Continuous Bureau | Mumbai

Whatsapp PNR Status Check: મેટાની લોકપ્રિય ચેટિંગ એપ વોટ્સએપનો ઉપયોગ માત્ર ચેટિંગ માટે જ નહીં પરંતુ અન્ય ઘણા હેતુઓ માટે પણ થઈ રહ્યો છે. વોટ્સએપ પાસે હાલ તેનો વિશાળ યુઝર બેઝ છે. દરેક બીજા સ્માર્ટફોન યુઝરના ફોનમાં હવે WhatsApp એપનો ઉપયોગ થતો હોય છે. આ જ કારણ છે કે ઘણી કંપનીઓએ પોતાના યુઝર્સ સાથે કનેક્ટ થવા માટે હવે વોટ્સએપનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું છે. જો તમે પણ ટ્રેનમાં મુસાફરી કરો છો તો તમારે હવે PNR સ્ટેટસ ચેક કરવાની ચિંતા કરવાની જરૂર નથી.

Join Our WhatsApp Community
IRCTC PNR સ્ટેટસ ચેક કરવા માટે ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરોને WhatsApp આધારિત સેવા પૂરી પાડી રહી છે. મુંબઈ સ્થિત સ્ટાર્ટઅપ Railofy (Rodeo Travel Technologies) ભારતીય રેલવેના મુસાફરો માટે આ WhatsApp-આધારિત સેવા પ્રદાન કરે છે. આ સુવિધા સાથેની ટ્રેનોઃ ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરો માત્ર એક જ ટેપથી તેમની ટ્રેનની સ્થિતિ જાણવામાં મદદ કરે છે. એટલે કે તમારે કોઈ અલગ એપ ડાઉનલોડ કરવાની જરૂર નહીં પડે.

 Whatsapp PNR Status Check: Relofy IRCTC ના અધિકૃત પ્રીમિયમ ભાગીદારમાંની એક કંપની છે.

Relofy IRCTC ના અધિકૃત પ્રીમિયમ ભાગીદારમાંની એક કંપની છે. મુસાફરો આ WhatsApp ચેટબોટ ( WhatsApp chatbot ) પરથી PNR સ્ટેટસ, લાઈવ ટ્રેન સ્ટેટસ, અગાઉના રેલ્વે સ્ટેશનની માહિતી, આગામી સ્ટેશનની માહિતી અને ટ્રેનની મુસાફરીની માહિતી મેળવી શકે છે.

આ સમાચાર પણ વાંચો:  Deepfake video: મુકેશ અંબાણી અને ઈન્ફોસિસના નારાયણ મૂર્તિનો ડીપફેક વીડિયો વાયરલ થયા બાદ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે હવે મુંબઈ સાયબર પોલીસમાં ફરિયાદ નોંધાવી.

WhatsApp પર ટ્રેનનું PNR સ્ટેટસ કેવી રીતે ચેક કરવું

-આ માટે તમારે સૌથી પહેલા Railofy નો WhatsApp ચેટબોટ નંબર
9881193322 તમારા ફોનમાં સેવ કરવો પડશે.
-હવે તમારે WhatsApp ખોલવું પડશે.
-તમારે Railofy ના WhatsApp ચેટબોટ નંબર સાથે ચેટ પેજની મુલાકાત લેવાની રહેશે.
-હવે તમારે તમારો 10 અંકનો PNR નંબર ( PNR No ) લખીને મેસેજ મોકલવો પડશે.
-મેસેજ મોકલ્યા પછી અને માન્ય પીએનઆર નંબર હોવા પર, તમને જવાબમાં તમામ વિગતો મળી જશે.

Croma Republic Day Sale 2026: ક્રોમાનો સૌથી મોટો ધડાકો! iPhone 17 ની કિંમત જાણીને તમે પણ ખરીદવા દોડશો; iPhone 15 અને Samsung S-Series પર મળી રહી છે સીધી ₹25,000 સુધીની બચત.
NASA: સ્પેસ સ્ટેશનના ઈતિહાસમાં પ્રથમવાર: એક અવકાશયાત્રીની તબિયત બગડતા 4 સભ્યોને અધવચ્ચેથી પૃથ્વી પર પાછા તેડાવ્યા
Gmail: કરી રહ્યું છે તમારી જાસૂસી? પ્રાઈવસી બચાવવા માટે તરત બંધ કરો આ 2 સેટિંગ્સ, નહીંતર AI વાંચી લેશે તમારા અંગત ઈમેલ
Aadhaar App: આધાર નો નવો અવતાર: નંબર શેર કર્યા વગર જ થશે વેરિફિકેશન, આધાર એપના આ ‘જોરદાર’ ફીચર વિશે જાણી લો.
Exit mobile version