Site icon

Smart Lock: ફિંગરપ્રિન્ટથી ખુલશે ઘર નું કબાટ, લગાવવો પડશે આ લોક, જાણો શું છે તેની કિંમત

1000 થી ઓછી કિંમતના સ્માર્ટ લોકથી તમારા કબાટ અને ડ્રોઅરને કરો અપગ્રેડ; Lavna, Godrej, Hafele જેવા વિકલ્પો બજારમાં ઉપલબ્ધ

Smart Lock ફિંગરપ્રિન્ટથી ખુલશે ઘર નું કબાટ, લગાવવો પડશે આ લોક, જાણો શું છે તેની કિંમત

Smart Lock ફિંગરપ્રિન્ટથી ખુલશે ઘર નું કબાટ, લગાવવો પડશે આ લોક, જાણો શું છે તેની કિંમત

News Continuous Bureau | Mumbai
આ સ્માર્ટ યુગમાં જ્યાં ફોનથી લઈને ટીવી સુધી બધું સ્માર્ટ થઈ ગયું છે, ત્યાં શું તમે હજી પણ તમારા ઘરના કબાટ અને લોકર્સ માટે સામાન્ય લોક્સ નો ઉપયોગ કરો છો? તમે હવે થોડા પૈસા ખર્ચીને તમારા ઘરના વૉર્ડરોબ અને લોકર્સને અપગ્રેડ કરી શકો છો. આ માટે તમારે સ્માર્ટ લોક્સનો ઉપયોગ કરવો પડશે, જેના પછી તમારું કબાટ ફિંગરપ્રિન્ટ થી ખુલશે. બજારમાં 1000 થી પણ ઓછી શરૂઆતની કિંમતે આ સુવિધા પ્રદાન કરતા ઘણા વિકલ્પો ઉપલબ્ધ છે.

બજેટમાં શ્રેષ્ઠ સ્માર્ટ લોક વિકલ્પો

Lavna LS11- ₹1000 થી ઓછી કિંમત,10 ફિંગરપ્રિન્ટ રજીસ્ટર કરી શકાય,બેટરી ખતમ થવા પર બહારથી પાવર આપી શકાય આ માટે 3 AAA બેટરી ની જરૂર પડે છે.
Godrej Smart Cabinet Lock – ₹2,364 ની કિંમત માં ઉપલબ્ધ, 100 ફિંગરપ્રિન્ટ સ્ટોર કરી શકાય,ફોનથી પણ નિયંત્રિત કરી શકાય, ડ્યુઅલ મોડમાં કાર્યરત
Hafele Smart Lock- ₹1,899 ની કિંમત માં ઉપલબ્ધ, 20 ફિંગરપ્રિન્ટ સ્ટોર કરી શકાય,ત્રણ કલર વિકલ્પો (ગ્રીન, રેડ, બ્લુ), LED સ્ટેટસ ઇન્ડિકેટર સાથે ઉપલબ્ધ
Escozor Lock – ₹1,349 ની કિંમત, 20 ફિંગરપ્રિન્ટ સ્ટોર કરી શકાય, વૉર્ડરોબને એડવાન્સ બનાવવામાં મદદરૂપ,1 વર્ષની વોરંટી |
JustTap – ₹1,549 ની કિંમત અને પ્રીમિયમ ફિંગરપ્રિન્ટ ડિવાઇસ

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: C.S. Parameshwara: ઇન્ડો અમેરિકન સોસાયટીના પ્રમુખ તરીકે પરમેશ્વરની વરણી, જાણો તમને વિશે અહીં

ખાસિયતો અને સુવિધાઓ

આ સ્માર્ટ લોક્સ ડ્રોઅર, કબાટ અને લોકર સહિત ગમે ત્યાં ઇન્સ્ટોલ કરી શકાય છે. ઉદાહરણ તરીકે, Lavna LS11 તમને સસ્તામાં આ સુવિધા આપે છે અને તેની બેટરી સમાપ્ત થઈ જાય તો પણ તેને બહારથી પાવર આપીને ખોલી શકાય છે. જો તમે જાણીતા નામ સાથે જવા માંગતા હોવ, તો Godrej નો વિકલ્પ પસંદ કરી શકો છો, જે ફોનથી કંટ્રોલ કરવાની અને 100 ફિંગરપ્રિન્ટ્સ સુધી સ્ટોર કરવાની સુવિધા આપે છે. Hafele અને Escozor જેવા અન્ય બ્રાન્ડ્સ પણ સારી ક્ષમતા સાથે બજેટમાં ઉપલબ્ધ છે. કોઈ પણ ઉત્પાદન ખરીદતા પહેલાં, તેનો રિવ્યૂ અને રેટિંગ ચોક્કસપણે ચકાસવા જોઈએ, જેથી પ્રોડક્ટના વાસ્તવિક અનુભવ વિશે માહિતી મળી શકે.

Cyber ​​Attacks: ‘ઓપરેશન સિંદૂર’ દરમિયાન નેશનલ સ્ટોક એક્સચેન્જ પર થયા અધધ આટલા કરોડ સાયબર હુમલા, જાણો કેમ તેમાંનો એક પણ ન થયો સફળ
Jio AI Classroom: જિયોએ જિયોપીસી દ્વારા સંચાલિત અને જિયો ઇન્સ્ટિટ્યૂટ દ્વારા ડિઝાઇન કરાયેલો “એઆઇ ક્લાસરૂમ” લોન્ચ કર્યો
UPI AutoPay: UPI સિસ્ટમ પર યુઝર્સને મળશે પૂરેપૂરો કંટ્રોલ, નવું આવ્યું આ ફીચર, જાણો વિગતે
ChatGPT: વિદ્યાર્થીએ ક્લાસની વચ્ચે ChatGPT ને પૂછ્યું એવું કે, મચી ગયો હડકંપ, જાણો વિગતે
Exit mobile version