Site icon News Continuous Bureau | Mumbai

YouTube Shorts Disable Feature: કોર્ટની કડકાઈ અને યુઝર્સની માંગને માન: YouTube લાવ્યું ‘Shorts’ બંધ કરવાનું ફીચર, અહીં જુઓ સેટિંગ્સ

YouTube Shorts Disable Feature- યુટ્યુબ નું નવું અપડેટ: શોર્ટ્સ જોવાની લત ઘટાડવા ટાઈમ લિમિટ 'ઝીરો' કરવાનો વિકલ્પ, જાણો કેવી રીતે ઈનેબલ કરવું.

YouTube Shorts Disable Feature કોર્ટની કડકાઈ અને યુઝર્સની માંગને માન YouTube

YouTube Shorts Disable Feature કોર્ટની કડકાઈ અને યુઝર્સની માંગને માન YouTube

News Continuous Bureau | Mumbai

YouTube Shorts Disable Feature- યુટ્યુબ પર શોર્ટ્સ (Shorts) જોવાની લત અને તેના કારણે બાળકો પર પડતી નકારાત્મક અસરોને લઈને અમેરિકન કોર્ટના કડક વલણ બાદ યુટ્યુબ દ્વારા એક મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. કંપનીએ હવે શોર્ટ્સ માટે ‘ટાઈમ લિમિટ’ સેટ કરવા નું નવું અપડેટ રોલઆઉટ ક્યુ છે, જેની મદદથી યુઝર્સ હવે શોર્ટ્સ જોવાના સમયને ‘ઝીરો’ (Zero) સુધી ઘટાડી શકે છે. આ ફીચરનો ઉપયોગ કરીને તમે તમારી ફીડમાંથી શોર્ટ્સને સંપૂર્ણપણે હટાવી પણ શકો છો.

Join Our WhatsApp Channel

શું છે નવું અપડેટ અને કેવી રીતે કામ કરશે?

અગાઉ યુટ્યુબ શોર્ટ્સ માટે ન્યૂનતમ સમય મર્યાદા 15 મિનિટની હતી, જેને હવે બદલીને ‘ઝીરો’ કરી દેવામાં આવી છે. જ્યારે કોઈ યુઝર શોર્ટ્સ ટાઈમ લિમિટમાં ‘ઝીરો’ સેટ કરશે, ત્યારે તેને શોર્ટ્સ ટેબમાં એક પણ વીડિયો જોવા મળશે નહીં. આ ફેરફાર તેવા યુઝર્સ માટે વરદાન સાબિત થશે જેઓ કલાકો સુધી શોર્ટ્સમાં સમય બગાડવા માંગતા નથી અને પોતાની ફીડને સ્વચ્છ રાખવા માંગે છે.

શા માટે લેવાયો આ નિર્ણય?

આ નિર્ણય પાછળનું મુખ્ય કારણ અમેરિકાની કોર્ટમાં ચાલી રહેલો કેસ છે. યુટ્યુબ પર આરોપ મૂકવામાં આવ્યા હતા કે શોર્ટ્સના કન્ટેન્ટને કારણે બાળકોમાં વ્યસન વધી રહ્યું છે અને તેમને નુકસાનકારક કન્ટેન્ટ જોવા મળે છે. કોર્ટના દબાણ બાદ યુટ્યુબે પોતાના પ્લેટફોર્મને વધુ સુરક્ષિત અને યુઝર-ફ્રેન્ડલી બનાવવાની દિશામાં આ પગલું ભર્યું છે. ઇન્સ્ટાગ્રામ અને ટિકટોક જેવા પ્લેટફોર્મ પણ હવે સમય મર્યાદાના ફીચર્સ પૂરા પાડી રહ્યા છે.

👉 આ સમાચાર વાચો: Akshaya Tritiya 2026 અક્ષય તૃતીયાથી આ 5 રાશિઓની બદલાશે કિસ્મત! માતા લક્ષ્મીની અપાર કૃપાથી શરૂ થશે સુવર્ણકાળ

કેવી રીતે ઈનેબલ કરવું? (સ્ટેપ-બાય-સ્ટેપ)

જો તમે પણ તમારી યુટ્યુબ ફીડમાંથી શોર્ટ્સ હટાવવા માંગતા હોવ, તો આ સરળ સ્ટેપ્સ ફોલો કરો:
સૌપ્રથમ તમારા મોબાઈલમાં YouTube એપ ઓપન કરો.
એપમાં તમારા Settings માં જાઓ.
ત્યાં Time Management વિકલ્પ પસંદ કરો.
હવે Shorts Time Limit પર ટેપ કરો.
તેને ઘટાડીને ‘Zero’ (શૂન્ય) પર સેટ કરો.
આટલું કર્યા પછી, તમારી મુખ્ય યુટ્યુબ ફીડમાં શોર્ટ્સના વીડિયો દેખાવાનું બંધ થઈ જશે.

WhatsApp Free Calling Feature વોટ્સએપે લોન્ચ કર્યું મોસ્ટ અવેઇટેડ ફીચર યુઝર્સને મળશે સીમ વગર આ સેવા, દરેકને થશે મોટો ફાયદો
Gen Z Subscription Detox Trend Gen Z યુવાનો બન્યા ‘સ્માર્ટ સેવર્સ’; ‘સબસ્ક્રિપ્શન ફેટીગ’ વધતાં ઓટીટી અને પ્રીમિયમ એપ્સના બિનજરૂરી ખર્ચ પર કાતર
Orkut Social Media Relaunch આઇકોનિક સોશિયલ નેટવર્ક Orkut ની વાપસીના સંકેત, ફાઉન્ડર ઓરકુટ બ્યુકોક્તેને સમર્થકો પાસે માંગી મદદ
WhatsApp AI Smart Replies હવે લાંબાલાંબા મેસેજ ટાઈપ કરવાની ઝંઝટમાંથી મુક્તિ! WhatsApp લાવ્યું જાદુઈ AI ટૂલ એક ક્લિકમાં તૈયાર થશે પરફેક્ટ રિપ્લાય
Exit mobile version