Site icon

ખુશખબર- કેન્દ્રીય કર્મચારીઓ માટે આવ્યા ખુશખબર-હવે તેજસ ટ્રેનમાં મુફત અને સસ્તી મુસાફરી કરી શકશો

News Continuous Bureau | Mumbai

જો આપ પણ કેન્દ્રીય કર્મચારી(central employee) છો, તો આપના માટે એક સારા સમાચાર આવ્યા છે. હવે કેન્દ્રીય કર્મચારીઓ તેજસ ટ્રેનોમાં(Tejas trains) ફ્રી અથવા ઓછી કિંમતે વ્યાજબી દર પર મુસાફરી કરી શકશે. આ છૂટ તેમને ઓફિશિયલ પ્રવાસ(Official tour) દરમિયાન મળશે. હકીકતમાં નાણામંત્રાલયે(Ministry of Finance) એક નોટિસ જાહેર કરી છે. જેમાં એ જાણકારી આપવામાં આવી છે કે, સરકારી કેન્દ્રીય કર્મચારીઓ હવે તેજસ ટ્રેનમાં ફ્રીમાં અને ઓછી કિંમતે મુસાફરી કરી શકશે.મંત્રાલયની નોટિસમાં જણાવ્યા અનુસાર, અધિકારીઓએ ઓફિશિયલ ટૂર માટે તેજસ એક્સપ્રેસ ટ્રેનોમાં (express trains) મુસાફરી માટે છૂટ આપવા માટે વિચાર કરશે. ત્યાર બાદ સરાકરે તેની જાણકારી આપી દીધી હતી. ઓફિસ મેમોરેંડમ(Office Memorandum) મુજબ આ છૂટ આપવામા આવેલી ટ્રેન ઉપરાંત ટૂર, ટ્રેનિંગ, ટ્રાંસફર અને રિટાયરમેંટ મુસાફરીમાં(Tour, Training, Transfer and Retirement Travel) પણ લાગૂ પડશે. તેજસ એક્સપ્રેસ ટ્રેનમા મુસાફરી કરવા માટે એલિજિબિલિટી એજ છે, જે શતાબ્દી ટ્રેન માટે હતી.આ કર્મચારીઓને મળશે લાભટ્રેન મુસાફરીમાં ક્યા કર્મચારીઓ લાભ ઉઠાવી શકશે. આ કર્મચારીઓને વેતન પર નિર્ભર કરે છે. પાત્ર સરકારી અધિકારીઓને પ્રીમિયમ ટ્રેનો, પ્રીમિયમ તત્કાલ ટ્રેન, રાજધાની , શતાબ્દી, દુરંતો ટ્રેનમાં મુસાફરી કરવાની મંજૂરી હોય છે. તો વળી ઓછા ભાડા અથવા મફતમાં મુસાફરી કરશે. એક અધિકારીના જણાવ્યા અનુસાર મંત્રાલયે નોટિસ જાહેર કરીને ટ્રેનોમાં પ્રીમિયમ ટ્રેનોની યાદી લિસ્ટમાં નાખી દીધી છે. સરકારના આ પગલાથી અધિકારીઓ સત્તાવાર ટૂર માટે આ ટ્રેનોનો વધારેમાં વધારે ઉપયોગ કરી શકશે.આપને જણાવી દઈએ કે, તેજસના કોચ અપગ્રેડ છે. તેનું નિર્માણ રેલ કોચ ફેક્ટ્રી, કપૂરથલામાં થયું છે. 20 ડબ્બાવાળી આ દેશની પ્રથમ ટ્રેન છે, જેમાં તમામ ડબ્બા સ્વાચિલત દરવાજા છે. સાથે જ દરેક ડબ્બામાં ચા તથા કોફીના વેડીંગ મશીન લાગેલા છે. દરેક સીટ પર એલસીડી સ્ક્રીન અને વાઈફાઈની સુવિધઆ છે. આ ભારતીય રેલની ટ્રેન નહીં પણ કોર્પોરેટ ટ્રેન અથવા આઈઆરસીટીસી સંચાલિત પ્રથમ ટ્રેન હોવાનું ગૌરવ પ્રાપ્ત કરી ચુકી છે. તેજસ રાજધાની એક્સપ્રેસ(Rajdhani Express) સેમી હાઈ સ્પિડ ટ્રેન (High speed train) છે, જેને ભારતીય રેલ(Indian Rail) ચલાવી રહી છે. તેજસ એક્સપ્રેસ આધુનિક સુવિધાઓ વાળી મધ્યમ તેજ ગતિ વાળી ભારતીય રેલ ટ્રેન છે, તેની અધિકતમ સ્પિડ 160 કિમી છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : ચિત્તાઓની વચ્ચે જન્મદિવસ ઉજવશે PM મોદી- ચિત્તાને લાવવા નામીબિયા પહોંચ્યું આ ખાસ વિમાન – ભારતે કર્યો છે આવો શણગાર – જુઓ ફોટો

 

Goa: ગોવા ન્યૂ યર સ્પેશિયલ: બોલિવૂડ સ્ટાર્સ અને લાખો પ્રવાસીઓથી છલકાયા બીચ; સેના જેવી સુરક્ષા વચ્ચે થશે વર્ષ ૨૦૨૬નું સ્વાગત.
Vellore Golden Temple: તમિલનાડુનું ‘સ્વર્ણ ધામ’: જ્યાં વપરાયું છે અમૃતસરના સુવર્ણ મંદિરથી બમણું સોનું, 1500 કિલો શુદ્ધ સોનાથી બનેલું છે આ આખું મંદિર
Navapur Railway Station: એક જ સ્ટેશન પણ બે રાજ્ય! ટિકિટ લેવા મહારાષ્ટ્ર જવું પડે અને ટ્રેન પકડવા ગુજરાત, સોશિયલ મીડિયા પર વાયરલ થયું ભારતનું આ અનોખું રેલવે સ્ટેશન
IRCTC Tour Package: IRCTCની ધમાકેદાર ઓફર! ખૂબ જ ઓછા ખર્ચે મિસ્ટિકલ કાશ્મીરની સેર કરો, જાણો પેકેજની વિગતો.
Exit mobile version