રેડ નેપડ આઇબિસ એ ભારતીય બ્લેક આઇબીસ તરીકે પણ ઓળખાય છે. આ મધ્યમ કદના આઇબીસ મોટે ભાગે ચળકતા ડાર્ક બ્રાઉન અને કાળા રંગના હોય છે. તેમના માથા પર લાલ પેચ અને ખભા નજીક સફેદ પેચ હોય છે. જ્યારે કે તેમની ચાંચ લાંબી અને વળાંકવાળી હોય છે. તે સામાન્ય રીતે છૂટક જૂથોમાં જોવા મળે છે અને તે ઘણીવાર સૂકા ખેતરોમાં પાણીથી ઘણાં અંતરે જોવા મળે છે.
સંજય ગાંધી નેશનલ પાર્કનું વન સૌંદર્ય – રેડ નેપડ આઇબિસ.
