રોક બુશ ક્વેઈલ એ ક્વેઈલની એક પ્રજાતિ છે, જે ભારતના દ્વીપકલ્પના ભાગોમાં જોવા મળે છે. તે એક વ્યાપક શ્રેણીની સામાન્ય પ્રજાતિ છે. તેના અપર પાર્ટ્સ ઘાટા ભૂરા રંગના હોય છે અને અન્ડરપાર્ટ્સ કાળા પટ્ટાઓ સાથે સફેદ રંગના હોય છે. જયારે કે તેની ચાંચ સ્લેટી ભૂખરા રંગની અને પગ નારંગી રંગના હોય છે. તેની લંબાઈ 17.0–18.4 સે.મી અને તેનું વજન 64-85 ગ્રામ હોય છે. તેઓ ઝાડીવાળા સુકા ખડકાળ વિસ્તારોમાં જોડી અથવા કૌટુંબિક જૂથોમાં જોવા મળે છે.
સંજય ગાંધી નેશનલ પાર્કનું વન સૌંદર્ય – રોક બુશ ક્વેઈલ.
