ગણતરીના દિવસોમાં જ લગ્નની સિઝન શરુ થશે. તેવા છોકરા હોય કે છોકરી બેચલર પાર્ટી અથવા પયજામા પાર્ટીનું આયોજન કરતા હોય છે. તો હવે માત્ર બેચલર પાર્ટી જ નહીં પરંતુ બેચલર ટ્રીપ(Bachelor Trip) પણ ટ્રેન્ડિંગ છે. જો તમે મિત્રો સાથે કોઈ સુંદર જગ્યાએ જવા માંગતા હોય, તો ભારતમાં કેટલીક ખૂબ જ સુંદર જગ્યાઓ છે. આ સ્થળો(destinations)પર તમે તમારા મિત્રો સાથે ઘણી સુંદર યાદો બનાવી શકો છો, તો આવો જાણીએ આવી જ કેટલીક સુંદર જગ્યાઓ વિશે.
અહીં કરો બીચ પાર્ટી
ગોકર્ણ(Gokarn)માં પર્વતોથી ઘેરાયેલા સમુદ્ર કિનારાની સુંદરતામાં તમારું મન ખોવાઈ જશે. મિત્રો સાથે બીચ પાર્ટી કરવા માટે આ સ્થળ તમારા માટે શ્રેષ્ઠ વિકલ્પ બની શકે છે. અહીંનો દરિયાનો નજારો ગોવાથી ઓછો નથી.
પાર્ટી સાથે ટ્રેકિંગની મજા
કર્ણાટકમાં કુર્ગ(kurg) તમારા માટે એક સુંદર સ્થળ છે. અહીંની હરિયાળીથી લઈને ધોધ અને કોફીના સુંદર ખેતરથી તમે પ્રભાવિત થઈ જશો. આ સિવાય તમે અહીં ઘોડેસવારી અને ટ્રેકિંગની મજા પણ લઈ શકો છો.
સોલો ટ્રીપ પણ કરી શકો છો
જો તમે સોલો ટ્રીપ પર જવા માંગતા હોવ તો દાર્જિલિંગ(Darjling) તમારા માટે એક ઉત્તમ સ્થળ છે. અહીં ચાના બગીચાઓની સુંદરતા અન્ય જોવાલાયક સ્થળો માટે શ્રેષ્ઠ છે એટલું જ નહીં, તમે અહીં આરામની પળો પણ વિતાવી શકો છો.
દીવ-દમણ
દીવ- દમણ (Div-daman)ગુજરાતના બંને અલગ અલગ દિશાઓમાં છે, પરંતુ આ બંને સ્થળોએ તમે મિત્રો સાથે જઇને અહીં પાર્ટી કરી શકો છો.
આ સમાચાર પણ વાંચોઃ Bhulabhai Desai: અંગ્રેજોની સામે તેમના જ કાયદા વાપરી જીત મેળવતા ભુલાભાઇ દેસાઇ, વાંચો સ્વતંત્રતાની લડતમાં તેમની મહત્વની ભૂમિકા વિશે
