Site icon

100 વર્ષ બાદ કેનેડાથી માતા અન્નપુર્ણા કાશી પધાર્યા; મૂર્તિની ચોરીનું રહસ્ય અને ભારત પરત આવવા સુધીની આખી કહાણી વાંચો અહીં…

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 16 નવેમ્બર, 2021

Join Our WhatsApp Community

મંગળવાર

પ્રબોધિની એકાદશીના દિવસે વારાણસીના કાશી વિશ્વનાથ મંદિરમાં માતા અન્નપૂર્ણાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે. સદી બાદ માતા સ્વધામ પધાર્યા ત્યારે ભક્તોએ ભવ્ય સ્વાગત કર્યું હતું. 100થી વધુ વર્ષ પહેલાં આ મૂર્તિ ભારતમાંથી ચોરી કરીને કેનેડા લઈ જવામાં આવી હતી. આ મૂર્તિને ભારત પરત લાવવા માટે લાંબી ઝુંબેશ ચાલી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમાં અંગત રીતે રસ દાખવ્યો હતો. આ પછી કેનેડા સરકારે મૂર્તિ ભારતના હાઈ કમિશનરને સોંપી. સોમવારે મૂર્તિ સ્થાપનની ધાર્મિક વિધિમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ હાજર રહ્યા હતા. જોકે આ મૂર્તિ કઈ રીતે દુનિયાની નજરમાં આવી, વર્ષો પહેલા ભારતમાંથી કેનેડા ગઈ, ત્યાં આ મૂર્તિ બાબતે શું ગેરસમજ હતી અને પછી ભારત પરત આવી તેની એક રસપ્રદ કહાણી છે. 

ભારતમાંથી ચોરાઈને કેનેડા કેવી રીતે પહોંચી મૂર્તિ?

આ વાત વર્ષ 1913ની છે. કેનેડાના વકીલ અને આર્ટ કલેક્ટર નોર્મન મેકેન્ઝી ભારત આવ્યા હતા. ગંગા ઘાટ પર ફરતા ફરતા તેમની નજર વારાણસીમાં એક પથ્થરની મૂર્તિ પર ટકેલી હતી. નદી કિનારે એક નાનકડા મંદિરમાં રાખવામાં આવેલી ત્રણ મૂર્તિઓમાંની તે એક મૂર્તિ હતી. મેકેન્ઝીએ તેના ગાઈડને કહ્યું કે તેને મૂર્તિ જોઈએ છે. જ્યારે ગાઈડે ના પાડી ત્યારે તેમની વાતચીત સાંભળી રહેલા એક અજાણ્યા માણસે કહ્યું કે હું તમને માટે મૂર્તિ કેમ પણ કરીને મેળવી આપીશ. તે વ્યક્તિએ મૂર્તિની ચોરી કરી અને મેકેન્ઝીને વેચી દીધી. વર્ષ 1936માં મેકેન્ઝીના મૃત્યુ બાદ ચોરાયેલી મૂર્તિ રઝિના યુનિવર્સિટીમાં પહોંચી. યુનિવર્સિટીએ તેને વિષ્ણુની મૂર્તિ માનીને પ્રદર્શિત કરી. 

મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ મુશ્કેલીમાં વધારો, 100 કરોડ વસુલી કેસમાં કોર્ટે આ તારીખ સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યા, જાણો વિગત

જ્યારે એક ભારતીય કલાકારની નજર પડી, ત્યારે રહસ્ય ખુલ્યું.

તાજેતરમાં કેનેડામાં વર્લ્ડ હેરિટેજ વીકનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે ભારતીય કલાકાર દિવ્યા મહેરા રઝૈના યુનિવર્સિટીની મેકેન્ઝી આર્ટ ગેલેરીમાં ઉપસ્થિત હતી. આ મૂર્તિ જોઈને તે ચોંકી ગઈ હતી. તેણે મૂર્તિનો અભ્યાસ શરૂ કર્યો. વર્ષ 1931થી આ મૂર્તિને કેનેડામાં વિષ્ણુની પ્રતિમાની જેમ પ્રદર્શિત કરવામાં આવી હતી. જ્યારે આ માતા અન્નપૂર્ણાની મૂર્તિમાં વિષ્ણુનું કોઈ પ્રતીક નથી, જેમાં એક હાથમાં ખીર અને બીજા હાથમાં ચમચી છે. મહેરાએ મૂર્તિના ગેરકાયદેસર સંપાદનનો મુદ્દો ઉઠાવ્યો ત્યારે યુનિવર્સિટીએ તેને પરત કરવા તૈયાર થઈ. ભારતીય હાઈ કમિશને પગલાં લીધાં અને આ રીતે મૂર્તિને વારાણસી પરત આવવાનો માર્ગ મોકળો કર્યો.

સો વર્ષ પહેલા ચોરાયેલી આ પ્રતિમા નું કદ 17 સેમી લાંબી, 9 સેમી પહોળી અને 4 સેમી પાતળી છે. માતાની મૂર્તિના નાના કદને જોતા પ્રાણ પ્રતિષ્ઠા વખતે શોભાયાત્રા માટે મૂર્તિની એક પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી હતી. જેનું કદ લગભગ 4 ફૂટ હતું.

ઇંડાની લારી અંગેનો નિર્ણય જંગલની આગની જેમ ફેલાયો, રાજકોટ બાદ હવે આ કોર્પોરેશને પણ લગાવ્યો પ્રતિબંધ; આજથી થશે અમલીકરણ

Snowfall: પહાડો પર છવાઈ સફેદ ચાદર! હેમકુંડ સ્થિત લક્ષ્મણ મંદિર નો 1 ફૂટ બરફથી થયો શણગાર, જુઓ શાનદાર નજારો
Weather Alert: આજે ફરી બગડશે હવામાન, ભારે વરસાદ અને તેજ પવનોની આશંકા વચ્ચે આ વિસ્તારોમાં જારી કરાયું એલર્ટ
Bharat Gaurav Train: ૫ ઓક્ટોબરથી ચાલશે ભારત ગૌરવ ટૂરિસ્ટ ટ્રેન, ભાડાથી લઈને રૂટ સુધી બધું જાણો અહીં
Balwant Parekh: લાકડા ના વખારમાં કામ કરતા કરતા બળવંત પારેખે આ રીતે કરી ફેવિકોલની શોધ; જાણો પીડીલાઈટ ઇન્ડસ્ટ્રીઝની સફળતાની ગાથા
Exit mobile version