News Continuous Bureau | Mumbai
Club Mahindra Dwarka : ભગવાન કૃષ્ણએ વસાવેલી પાવન અને પ્રાચીન નગરી દ્વારકા અદ્યાત્મનું કેન્દ્ર હોવાની સાથે સાથે સમયાતીત સંસ્કૃતિ અને કુદરતી સૌંદર્યનો સુભગ સમન્વય પણ ધરાવે છે. આવી અલૌકિક ધરા પર રજાઓ ગાળવી એ તમારા અને તમારા પરિવારજનો માટે અવિસ્મરણીય અનુભવ બની શકે છે. કુદરતનાં સાનિધ્ય માં આવેલી દ્વારકા નગરી તમને ડગલેને પગલે ભવ્યતા અને દિવ્યતાનાં દર્શન કરાવે છે. દ્વારકા માં દરેક ક્ષણ ઇતિહાસનો પડઘો અને વર્તમાનની નિરવ શાંતિની અનુભૂતિ કરાવે છે, જ્યાં તમને દૈનિક ભાગદોડમાંથી મુક્તિ મળે છે.
દ્વારકા ભારત ( India ) નાં અત્યંત પાવન યાત્રાસ્થળોમાંનું એક છે, જે મંદિરો, સુંદર સ્થાપત્ય અને ભવ્ય સાંસ્કૃતિક વારસાથી ઘેરાયેલું છે. દ્વારકા મંદિરની નજીકમાં આવેલો ક્લબ મહિન્દ્રા રિસોર્ટ ધાર્મિક પ્રવાસનની સાથે સાથે વેકેશનની પણ મજા આપે છે. નેશનલ હાઇવે નંબર 8 પર આવેલો આ રિસોર્ટ દેશભરનાં મુલાકાતીઓને પહોંચવા માટે પણ સુગમ છે. આ ઉપરાંત, રિસોર્ટ ( Resort ) માં અનેકવિધ પ્રવૃત્તિઓ પણ હાથ ધરવામાં આવે છે.
પુલ પાસે લોંજની સુવિધા
ક્લબ મહિન્દ્રા દ્વારકા ખાતે આવેલાં 44 ગ્રાન્ડ રૂમ્સ લેટેસ્ટ સુવિધાઓથી સજ્જ છે, જે વૈભવ પૂરો પાડે છે. ક્લબ મહિન્દ્રાના મેમ્બર્સને અહીં સ્વાદિષ્ટ ભોજન મળશે, તો પુલ પાસે લોંજની સુવિધા છે. અહીં વિશ્વકક્ષાનું જીમ્નેશિયમ પણ આવેલું છે. અહીંનાં જીમન રેસ્ટોરાંના નિષ્ણાત રસોઇયાઓ સ્થાનિક ગુજરાતી વાનગીઓ અને આંતરરાષ્ટ્રીય મેનુનાં મિશ્રણ દ્વારા સ્વાદિષ્ટ ભોજન તૈયાર કરે છે. અહીં આવો તો સુરતી મુઠીયા, સેવ ટામેટા, લસણિયા બટાટા, કોબી વટાણાનું શાક અથવા સાત્વિક થાળીનો આસ્વાદ લેવાનું ચૂકતા નહીં.
પરવાળાના ટાપુઓ ધરાવતા અરબી સમુદ્રનાં દ્વારકા બીચ પાસે ઇ.સ. 1100થી 1200નાં સમયનાં પ્રાચીન મંદિરો આવેલાં છે. દ્વારકાધીશ મંદિરમાં ભગવાન કૃષ્ણનાં આશીર્વાદ સાથે તમે અદ્યાત્મ યાત્રા શરૂ કરીને ભડકેશ્વર મહાદેવ મંદિર પણ જઈ શકો છો. ભારતના 12 જ્યોતિર્લિંગમાંનું એક નાગેશ્વર મંદિર તમારી દ્વારકા યાત્રામાં મહત્વનું સ્થળ છે.
આ સમાચાર પણ વાંચો : ઓસ્ટ્રેલિયામાં પત્નીની હત્યા કરીને, બાળકને તેના સાસરિયાઓ પાસે છોડીને ફરાર.. પોલીસ તપાસ શરુ.. જાણો વિગતે..
ટાપુનો અનોખો અનુભવ લેવો હોય તો બેટ દ્વારકા જઈ શકો છો, જે ડોલ્ફીન માછલી, દરિયાઇ ખેડાણ અને આઉટડોર કેમ્પિંગ માટે જાણીતું છે. અહીં નજીકમાં આવેલાં ગાગા વન્યજીવન અભયારણ્યની નિરવ સુંદરતામાં થોડો સમય વીતાવો, જ્યાં ફ્લેમિંગોનાં ટોળા દેખાશે. અરબી સમુદ્રનાં કિનારે સુંદર બીચની મજા માણતા માણતા તમે મુસાફરી કરી શકો છો. આ રિસોર્ટ બોર્ડ ગેમ્સ, પુલ, ઝોર્બિંગ અને સાઇકલિંગ સહિતની પુષ્કળ ઇનડોર અને આઉટડોર પ્રવૃત્તિઓ ઉપલબ્ધ છે.
ક્લબ મહિન્દ્રા દ્વારકા માત્ર એક રોકાણ નથી પણ અનુભવોની ભરમાર છે
દ્વારકાના નયનરમ્ય પરિદ્રશ્યમાં સૂર્યાસ્ત થાય ત્યારે તે જોવાનો પણ લ્હાવો છે. અહીં ગુજરાત ( Gujarat )ના લોક વારસા અને સંસ્કૃતિની ઓળખ સમાન ગરબાનાં તાલે ઝૂમી શકો છો. રાત પડતાંની સાથે રિસોર્ટ થીમ નાઇટ્સ સાથે જીવંત થઈ ઊઠે છે અને ઉત્સવ તેમજ રોમાંચનો માહોલ સર્જાય છે. ડાન્સ ફ્લોર પર લાઇવ કરાઓકે ઇવનિંગમાં ભાગ લઇને તમે પણ મસ્તીથી ગાઇ અને ઝૂમી શકો છો. ક્લબ મહિન્દ્રા દ્વારકા માત્ર એક રોકાણ નથી પણ અનુભવોની ભરમાર છે, જે તમારી રજાઓને નવી ઊંચાઇઓ પર લઈ જાય છે. અહીં ગાળેલી દરેક ક્ષણ તમારા અને તમારા પરિવાર માટે અવિસ્મરણીય વેકેશનની ખાતરી આપે છે.
આ ઉપરાંત, ક્લબ મહિન્દ્રા દ્વારકાએ ZWL, ઝીરો વેસ્ટ ટુ લેન્ડફિલમાં પ્લેટિનમ એવોર્ડ હાંસલ કર્યો છે. આ રિસોર્ટમાં રિસાઇકલ્ડ વોટર જનરેશન માટે ETP અને STP જેવાં વેસ્ટ વોટર મેનેજમેન્ટ સિસ્ટમ્સનો અમલ કર્યો છે. પાણીનો બગાડ ઘટાડવા માટે વોટર ડિસ્પેન્સર્સ માટે કન્ટ્રોલ્ડ એરેટર્સ ઇન્સ્ટોલ કરવામાં આવે છે. વધુમાં, આ પ્રોપર્ટીમાં ગરમ પાણી પેદા કરવા માટે 4000-5000 લિટર ક્ષમતાની સોલર હોટ વોટર સિસ્ટમ, વીજળી વપરાશ ઘટાડવા એસી અને ફ્રીજ માટે ફિક્સ્ડ સબ-ઝીરો સિસ્ટમ છે, જેને કારણે ઝીરો કાર્બન ફુટપ્રિન્ટ રહે છે.
આ આનંદપૂર્ણ સ્થળમાં ગુજારેલી દરેક ક્ષણ તમને અને તમારા પરિવારજનો માટે અવિસ્મરણીય વેકેશન સુનિશ્ચિત કરશે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.