Site icon

Club Mahindra Kandaghat: ક્લબ મહિન્દ્રાએ 100થી વધુ રૂમના ઉમેરા સાથે કંડાઘાટ રિસોર્ટનું કર્યું વિસ્તરણ, હવે થશે મહેમાનોના અનુભવમાં વધારો..

Club Mahindra Kandaghat: ક્લબ મહિન્દ્રાએ 100થી વધુ રૂમના ઉમેરા સાથે તેની કંડાઘાટ પ્રોપર્ટીનું વિસ્તરણ કર્યું. ક્લબ મહિન્દ્રા કંડાઘાટ 200થી વધુ રૂમ સાથે બ્રાન્ડ પોર્ટફોલિયોમાં સૌથી મોટા રિસોર્ટ પૈકીનો એક બન્યો

News Continuous Bureau | Mumbai

Club Mahindra Kandaghat: મહિન્દ્રા હોલિડેઝ એન્ડ રિસોર્ટ્સ ઇન્ડિયા લિમિટેડની ફ્લેગશીપ બ્રાન્ડ ક્લબ મહિન્દ્રાએ તેના કંડાઘાટ રિસોર્ટના મોટાપાયે વિસ્તરણની જાહેરાત કરી છે. કંપનીએ રિસોર્ટમાં 100થી વધુ રૂમનો ઉમેરો કર્યો છે તથા નાણાકીય વર્ષ 2026ના પ્રથમ ક્વાર્ટર સુધીમાં રિસોર્ટમાં વધુ 40 રૂમનો ઉમેરો કરાશે. આ વિસ્તરણ મહેમાનોના અનુભવમાં વધારો કરશે, જેથી તેઓ કંડાઘાટમાં પ્રાકૃતિક સૌંદર્યની મજા માણી શકે.

Join Our WhatsApp Community

બરફથી આચ્છાદિત હિમાલયના શિખરોથી ઘેરાયેલો આ વિશાળ રિસોર્ટ ( Club Mahindra ) હવે પરિવારો અને સમૂહો બંન્ને માટે વધુ સારી રીતે સજ્જ છે, જેથી 1-બેડરૂમ યુનિટ્સ, સ્ટુડિયો અને હોટેલ યુનિટ સહિતના વિવિધ પ્રકારના રૂમની વિશાળ શ્રેણી ઓફર કરવા માટે સજ્જ છે. કાલકા, ચંદીગઢ અને ન્યુ દિલ્હીથી ડ્રાઇવ કરીને પહોંચી શકાય તેવા અંતરે તથા શિમલા અને ચંદીગઢ એરપોર્ટથી નજીક આ પ્રોપર્ટી ઉત્તર ભારતના પ્રવાસીઓ માટે આદર્શ છે. આ વિસ્તરણનો ઉદ્દેશ્ય વિશેષ કરીને એનસીઆર અને પંજાબના સદસ્યોની સતત વધતી માગને પૂર્ણ કરવાનો છે, જેઓ ડ્રાઇવ કરીને પહોંચી શકાય તેવા સ્થળે વારંવાર વેકેશન માટે જતા હોય છે. આ વિસ્તરણ સાથે ક્લબ મહિન્દ્રા ( Club Mahindra Holidays ) કંડાઘાટે સદસ્યોનું સ્વાગત શરૂ કર્યું છે, જેથી તેમના માટે યાદગાર અનુભવ સર્જી શકાય

મહિન્દ્રા હોલિડેઝ એન્ડ રિસોર્ટ્સ ઇન્ડિયા લિમિટેડના ( Club Mahindra Kandaghat ) મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર મનોજ ભાટે આ વિસ્તરણ અંગે પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે, “વિસ્તરીત ક્ષમતા સાથે અમે અમારી સતત વધતી મેમ્બર કમ્યુનિટીને સેવા આપવા ઉત્સાહિત છીએ. હોલિડેની જરૂરિયાતોને પૂર્ણ કરવાની અમારી ક્ષમતામાં વધારાનો મતલબ અમારા સદસ્યો કંડાઘાટની ( Kandaghat Resort ) પ્રાકૃતિક સુંદરતા અને સાંસ્કૃતિક સમૃદ્ધિનો આનંદ લઇ શકશે.”

આ સમાચાર પણ વાંચો :  RBI Repo Rate:  રેપો રેટને લઈને આવી ગયો નિર્ણય… જાણો તમારા લોનની EMI વધી કે ઘટી..

સસ્ટેનેબિલીટ ઉપર મહિન્દ્રા હોલિડેઝ એન્ડ રિસોર્ટના ફોકસને અનુરૂપ ક્લબ મહિન્દ્રા કંડાઘાટ (  Kandaghat ) જળ સંરક્ષણના પ્રયાસોને ટેકો આપવા માટે રચાયેલ રેઈન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ અને ઝીરો-ડિસ્ચાર્જ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (એસટીપી) સહિતની અનેક પહેલોને એકીકૃત કરે છે. તેનાથી સુનિશ્ચિત કરી શકાય છે કે ટ્રીટેડ પાણી ફ્લશિંગ અને સિંચાઇ માટે ફરીથી ઉપયોગમાં લેવાય. આ પગલાં પર્યાવરણીય જવાબદારી પ્રત્યે બ્રાન્ડની મજબૂત પ્રતિબદ્ધતા અને કંડાઘાટના કુદરતી સૌંદર્યને સાચવીને પર્યાવરણીય પ્રભાવને ઘટાડવાના તેના સમર્પણને પ્રતિબિંબિત કરે છે.

આ ઉપરાંત રિસોર્ટ સ્થાનિક હિમાચલી ફૂડ, નેચરલ ટ્રેઇલ અને વિશિષ્ટ વેલનેસ એક્સપિરિયન્સ વગેરે ઓફર કરે છે, જેથી સદસ્યો કંડાઘાટના સૌંદર્ય અને હેરિટેજનો સંપૂર્ણ આનંદ ઉઠાવી શકે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Garvi Gurjari: ગરવી ગુર્જરી દ્વારા છેલ્લા ૦૭ મહિનામાં રાજ્ય-રાજ્ય બહાર રૂા.૧૭ કરોડથી વધારે કિંમતની સ્વદેશી હાથશાળ-હસ્તકલાની ચીજ વસ્તુઓનું વેચાણ
SBI: SBIના ગ્રાહકો માટે મોટો ફટકો! ૧ ડિસેમ્બર ૨૦૨૫ થી બેંકની આ મહત્ત્વની સેવા બંધ થશે, તરત જાણી લો
Delhi Blast: દિલ્હી બ્લાસ્ટ કેસમાં મોટું એક્શન, ૪ આતંકવાદી ડોક્ટરોના લાઇસન્સ રદ્દ, કરકિર્દીનો આવ્યો અંત.
Bihar Election Results 2025: બિહાર CM કોણ બનશે? JDU નેતા શ્યામ રજકે ચૂંટણી પરિણામો પહેલા જ કરી દીધો સૌથી મોટો દાવો, રાજકારણમાં ગરમાવો!
Exit mobile version