Club Mahindra Pavagadh: ક્લબ મહિન્દ્રાએ ‘ક્લબ મહિન્દ્રા પાવાગઢ’ કર્યું લોન્ચ, કાલિકા માતા મંદિરના દર્શનાર્થીઓને મળશે આ સુવિધાઓ.

Club Mahindra Pavagadh: ક્લબ મહિન્દ્રાએ ‘ક્લબ મહિન્દ્રા પાવાગઢ’નાં લોન્ચ સાથે ગુજરાતમાં તેના રિસોર્ટ પોર્ટફોલિયોનું વિસ્તરણ કર્યું. આ રિસોર્ટ યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ ચાંપાનેર-પાવાગઢ આર્કિયોલોજીકલ પાર્ક તથા પ્રાચીન કાલિકા માતા મંદિર અને જાંબુઘોડા વન્યજીવ અભયારણ્યની સુવિધાજનક ઍક્સેસ પ્રદાન કરે છે.

  News Continuous Bureau | Mumbai

Club Mahindra Pavagadh: મહિન્દ્રા હોલિડેઝ એન્ડ રિસોર્ટ્સ ઈન્ડિયા લિમિટેડની ફ્લેગશિપ બ્રાન્ડ ક્લબ મહિન્દ્રાએ તાજેતરમાં ગુજરાતનાં પાવાગઢમા તેની પ્રોપર્ટી લોન્ચ કરી છે. આ નવું એડિશન લોકોને પાવાગઢનાં વિશાળ કૃષિ ક્ષેત્રોમાં તથા પર્વતોની શાંતિપૂર્ણ સુંદરતામાં ડૂબી જવા માટે માર્ગ મોકળો કરે છે. 

Join Our WhatsApp Community

ક્લબ મહિન્દ્રા પાવાગઢ ( Pavagadh ) એ વડોદરા, અમદાવાદ, રાજકોટ, સુરત, ઉદયપુર, નાસિક, ઉજ્જૈન અને ઈન્દોર જેવા મોટા શહેરોની નિકટતા સાથે પ્રકૃતિમાં ખોવાઇ જવા માટે આદર્શ સ્થળ છે. પાવાગઢ, જે તેના મનોહર લેન્ડસ્કેપ્સ અને સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા માટે જાણીતું છે, તેના કુદરતી સૌંદર્ય અને ઐતિહાસિક મહત્વને માણવા માટે સભ્યોને આમંત્રણ આપે છે. આ રિસોર્ટ પાવાગઢમાં આરામદાયક વાતાવરણમાં આરામ કરવા,  આનંદ કરવા અને રીકનેક્ટ કરવા માંગતા પરિવારો માટે ડિઝાઇન કરવામાં આવ્યો છે.

Club Mahindra has launched 'Club Mahindra Pavagadh', visitors to Kalika Mata Mandir will get these facilities

Club Mahindra has launched ‘Club Mahindra Pavagadh’, visitors to Kalika Mata Mandir will get these facilities

ક્લબ મહિન્દ્રા પાવાગઢ રિસોર્ટ, તેના 100 સુવ્યવસ્થિત રૂમ સાથે, 7 એકરમાં ફેલાયેલો છે અને મહેમાનો માટે વિવિધ પ્રકારના અનુભવો પ્રદાન કરે છે. આ પ્રોપર્ટીમાં મેનીક્યોર્ડ ગાર્ડન્સ, એક સ્વિમિંગ પૂલ, મલ્ટી-કૂઝિન રેસ્ટોરન્ટ અને વિવિધ પ્રવૃત્તિઓ માટે પૂરતી ખુલ્લી જગ્યાઓ છે. આ સુંદર રિસોર્ટ ( Club Mahindra Pavagadh Resort ) ઇન્ડોર અને આઉટડોર રહેવાની જગ્યાઓને મિશ્રિત કરીને આરામ અને આનંદ માટે સંપૂર્ણ અનુકુળ બનાવે છે. 

આ સમાચાર પણ વાંચો  :  Maharashtra Election 2024 : વિધાનસભા ચૂંટણી પહેલા શરદ પવારને મોટો ઝટકો;  ચૂંટણી ચિન્હ ‘ઘડિયાળ’ને લઈને આપ્યો આ મોટો ચુકાદો…

ગુજરાતમાં ક્લબ મહિન્દ્રા પાવાગઢ ( Club Mahindra Pavagadh ) માટે બુકિંગ હવે ક્લબ મહિન્દ્રાની વેબસાઇટ અને એપ દ્વારા કરી શકાશે. 

Club Mahindra has launched ‘Club Mahindra Pavagadh’, visitors to Kalika Mata Mandir will get these facilities

લોન્ચ પર ટીપ્પ્ણી કરતા મહિન્દ્રા ( Club Mahindra ) હોલિડેઝ એન્ડ રિસોર્ટ્સ ઈન્ડિયા લિમિટેડનાં મેનેજીંગ ડિરેક્ટર અને સીઇઓ મનોજ ભટે કહ્યું કે, “આ લોન્ચ અમારા સભ્યો માટે જાદુઈ ક્ષણો બનાવવાની અમારી બ્રાન્ડની પ્રતિબદ્ધતા સાથે સંરેખિત છે. યુનેસ્કો-લિસ્ટેડ ચાંપાનેર-પાવાગઢ આર્કિયોલોજીકલ પાર્કની નિકટતા રિસોર્ટના અનુભવની સાંસ્કૃતિક સમૃદ્ધિમાં ઉમેરો કરે છે. આ લોન્ચ અસાધારણ વેકેશન અનુભવો પહોંચાડવાના અમારા વિઝનને પ્રતિબિંબિત કરે છે જે આરામ, સંસ્કૃતિ અને પ્રકૃતિને સરળતાથી મિશ્રિત કરે છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Goa: ગોવા ન્યૂ યર સ્પેશિયલ: બોલિવૂડ સ્ટાર્સ અને લાખો પ્રવાસીઓથી છલકાયા બીચ; સેના જેવી સુરક્ષા વચ્ચે થશે વર્ષ ૨૦૨૬નું સ્વાગત.
Vellore Golden Temple: તમિલનાડુનું ‘સ્વર્ણ ધામ’: જ્યાં વપરાયું છે અમૃતસરના સુવર્ણ મંદિરથી બમણું સોનું, 1500 કિલો શુદ્ધ સોનાથી બનેલું છે આ આખું મંદિર
Navapur Railway Station: એક જ સ્ટેશન પણ બે રાજ્ય! ટિકિટ લેવા મહારાષ્ટ્ર જવું પડે અને ટ્રેન પકડવા ગુજરાત, સોશિયલ મીડિયા પર વાયરલ થયું ભારતનું આ અનોખું રેલવે સ્ટેશન
IRCTC Tour Package: IRCTCની ધમાકેદાર ઓફર! ખૂબ જ ઓછા ખર્ચે મિસ્ટિકલ કાશ્મીરની સેર કરો, જાણો પેકેજની વિગતો.
Exit mobile version