Site icon

શું તમે પણ હોટલ બુક કરવામાં નથી કરતા ને આ ભૂલ- જો તમે છેતરપિંડી અને નકામા ખર્ચ થી બચવા માંગતા હોવ તો વાંચો આ નિયમ

News Continuous Bureau | Mumbai

વેકેશનનું(vacation) આયોજન કરવું એ એડવેન્ચરથી ઓછું નથી. કેવી રીતે જવું, બેગમાં શું લઈ જવું, કેવા કપડાં પહેરવા તેમજ કઈ હોટેલમાં રોકાવું એનું પ્લાનિંગ કરવું કોઈ સાહસથી ઓછું નથી. પરંતુ સૌથી મોટી સમસ્યા જે આપણે બધાને જોવા મળે છે તે હોટલ બુકિંગની(hotel booking) છે, આ સમય દરમિયાન લોકો હોટલ બુક કરાવે છે, પરંતુ ઘણી વખત તેઓને કેટલીક વસ્તુઓ વિશે ખબર હોતી નથી, જેના કારણે તેમને ભારે નુકસાન સહન કરવું પડે છે. અથવા તો ઘણી વખત લોકો એવી ભૂલો કરી બેસે છે કે પાછળથી પસ્તાવા સિવાય કશું જ બચતું નથી. જો તમે પણ આ નુકસાનથી બચવા માંગતા હોવ તો જાણી લો એ ભૂલો વિશે જે લોકો ઘણીવાર હોટલ બુક કરાવતી વખતે કરતા હોય છે.

Join Our WhatsApp Community

– આપણે હંમેશા હોટેલો ત્યાંના વૈભવી રૂમો(lavish room) જોઈને પસંદ કરતા હોઈએ છે. કેમ સાચું કીધું ને? પરંતુ કેટલીકવાર આપણે સારી હોટેલો જોઈને અટકી જઈએ છીએ, કારણ કે આવી હોટેલો આપણા સ્થાનથી એટલી દૂર હોય છે કે ત્યાંથી આવવા-જવામાં અડધો ખર્ચ થઈ જાય છે. હંમેશા એવી હોટેલ પસંદ કરો જે તમારા ડેસ્ટિનેશન (destination)ની ખૂબ નજીક હોય. એટલું જ નહીં હોટેલ પણ એવી જગ્યાએ હોવી જોઈએ જ્યાં હોટેલ અને માર્કેટ પણ નજીકમાં હોય. આ વખતે જ્યારે પણ તમે ફરવા જાવ તો નજીકની હોટેલો જુઓ.

– તમે ક્યાંય જતા પહેલા હોટેલ બુક કરાવી હશે પરંતુ કેન્સલેશન પોલિસી(cancelation policy) ક્યારેય જોઈ નહિ હોય. કેટલીકવાર કોઈ કારણસર તમારે હોટેલ બુકિંગ કેન્સલ કરવું પડે છે, આ કિસ્સામાં ફક્ત કેન્સલેશન પોલિસી તમને તમારા પૈસા પાછા મેળવવામાં મદદ કરી શકે છે. કેટલીક હોટલો એવી છે કે જેમની પોલિસીમાં રિફંડના (refund policy)નિયમો નથી, જ્યારે કેટલીક હોટલોમાં આ પોલિસીઓ નિયમોમાં લખેલી હોય છે. તેથી જ્યારે પણ તમે હોટલ બુક કરો ત્યારે હંમેશા તપાસો કે હોટેલની રિફંડ પોલિસી શું છે, ચેકઇન અને ચેકઆઉટનો સમય શું છે વગેરે.

આ સમાચાર પણ વાંચો : દેશના સૌથી ભયાનક અને ડરામણા કિલ્લાઓ માં થાય છે આ સ્થાન ની ગણતરી – બહાર થી જોતા જ લોકોનું હૃદય કંપી ઉઠે છે

– ઓનલાઈન પર સસ્તી હોટેલ્સ જોવી અને તરત જ બુક કરવી એ વાત સારી છે , પરંતુ તે હાનિકારક પણ હોઈ શકે છે, કારણ કે ઘણી હોટેલ્સ હોટલના દરો(hotel price) પણ ઓછા દરે બતાવે છે. તો હવે જ્યારે પણ તમે કોઈ હોટેલ બુક કરાવો છો ત્યારે દરેક સાઈટ પર તે હોટલની કિંમતો જુઓ, આનાથી તમારા પૈસાનો વ્યય નહીં થાય અને શું તમે જાણો છો કે તમને થોડી છૂટ મળી શકે છે. આટલું જ નહીં, જો તમને હોટલની કિંમત ઓછી દેખાતી નથી, તો તમે ત્યાંના રિસેપ્શનમાં પણ આવી માહિતી લઈ શકો છો.

– હોટેલના દરેક રૂમ અને વિલામાં બે કે ત્રણ લોકો માટે બેડ ઉપલબ્ધ હોય છે. આવી સ્થિતિમાં, આ રૂમ બે મહેમાનો(guest) માટે છે કે ત્રણ મહેમાનો માટે છે તે એકવાર જાણવાની જવાબદારી પણ આપણી છે. આટલું જ નહીં, પાછળથી ઘણી હોટેલો વધારાના ગેસ્ટ મની પણ મૂકે છે, તેથી સ્ટાફ સાથે તે પણ જાણવું જોઈએ કે આ રૂમ સિંગલ છે કે ડબલ.

– મોટાભાગની હોટલોમાં તમામ ઉંમરના લોકોને રહેવાની છૂટ છે, પરંતુ દરેક હોટલમાં આવું હોય તે જરૂરી નથી. કેટલીક હોટલો બાળકોને રહેવાની પરવાનગી આપતી નથી, જ્યારે કેટલીક એવી છે જેમાં ફક્ત પુખ્ત વયના લોકો જ જઈ શકે છે અથવા કેટલીક હોટલો 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને રહેવા દેતી નથી. તેથી જ્યારે પણ તમે હોટેલ બુક (hotel book)કરાવો ત્યારે ચોક્કસથી આ નીતિઓ વાંચો અથવા હોટલના સ્ટાફ સાથે એક વાર તેના વિશે વાત કરો.

Goa: ગોવા ન્યૂ યર સ્પેશિયલ: બોલિવૂડ સ્ટાર્સ અને લાખો પ્રવાસીઓથી છલકાયા બીચ; સેના જેવી સુરક્ષા વચ્ચે થશે વર્ષ ૨૦૨૬નું સ્વાગત.
Vellore Golden Temple: તમિલનાડુનું ‘સ્વર્ણ ધામ’: જ્યાં વપરાયું છે અમૃતસરના સુવર્ણ મંદિરથી બમણું સોનું, 1500 કિલો શુદ્ધ સોનાથી બનેલું છે આ આખું મંદિર
Navapur Railway Station: એક જ સ્ટેશન પણ બે રાજ્ય! ટિકિટ લેવા મહારાષ્ટ્ર જવું પડે અને ટ્રેન પકડવા ગુજરાત, સોશિયલ મીડિયા પર વાયરલ થયું ભારતનું આ અનોખું રેલવે સ્ટેશન
IRCTC Tour Package: IRCTCની ધમાકેદાર ઓફર! ખૂબ જ ઓછા ખર્ચે મિસ્ટિકલ કાશ્મીરની સેર કરો, જાણો પેકેજની વિગતો.
Exit mobile version