Site icon

ઇન્ડિયા નો આ એવો રહસ્યમય કુંડ છે કે જ્યાં તાળી વગાડવાથી નીકળે છે પાણી-વૈજ્ઞાનિકો પણ નથી શોધી શક્યા આની પાછળ નું કારણ-જાણો તે કુંડ વિશે

News Continuous Bureau | Mumbai

કુદરતે બનાવેલી દુનિયામાં હજારો રહસ્યો છુપાયેલા છે. આજ સુધી કોઈ તેમના વિશે જાણી શક્યું નથી અને કોઈ તેમને ઉકેલી શક્યું નથી. પછી તે મંદિર હોય, મસ્જિદ હોય કે પ્રવાસન સ્થળ. આજે અમે તમને એવા જ એક કુંડ  વિશે જણાવી રહ્યા છીએ, જેના રહસ્યો હજુ વણઉકેલાયેલા છે. આ કુંડ ઝારખંડના(Jharkhand) બોકારો શહેરથી 27 કિમી દૂર આવેલું છે. જે દલાહી કુંડ(Dalahi kund)તરીકે ઓળખાય છે. કહેવાય છે કે કુંડ ની સામે તાળી પાડો તો તેનું પાણી આપોઆપ ઉપર આવી જાય છે. એવું લાગે છે કે જાણે વાસણમાં પાણી ઉકળતું હોય. ઘણી વખત વૈજ્ઞાનિકોએ(scientist) આ રહસ્યને ઉકેલવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ સફળતા મળી નથી. એટલા માટે આ કુંડ આજ સુધી ગુપ્ત છે. આ ચમત્કારના કારણે આ કુંડ ની ભવ્યતા જોવા માટે લોકો દૂર-દૂરથી આવે છે. તો આવો જાણીએ આ દલાહી કુંડ વિશે.

Join Our WhatsApp Community

આ કુંડ ની  ખાસ વાત એ છે કે આ કુંડ નું પાણી ઋતુ(season) પ્રમાણે બદલાય છે. કુંડ નું પાણી ઉનાળામાં ઠંડુ અને શિયાળામાં ગરમ ​​હોય છે. એવું માનવામાં આવે છે કે આ કુંડના પાણીમાં સ્નાન કરવાથી ચામડીના રોગો દૂર થાય છે. આ અંગે ભૂસ્તરશાસ્ત્રી નું કહેવું છે કે જો તેના પાણીથી ચામડીના રોગો મટે છે તો તેનો અર્થ એ છે કે તેમાં સલ્ફર અને હિલીયમ ગેસ છે.આ કુંડ ભારતના(India) પ્રસિદ્ધ કુંડમાંનો એક છે. દર વર્ષે મકરસંક્રાંતિના (makar sankranti)દિવસે અહીં વિશાળ મેળો ભરાય છે. દૂર-દૂરથી લોકો અહીં સ્નાન કરવા આવે છે. આ રહસ્યમય કુંડ દલાહી ગોસાઈ દેવતાનું પૂજા સ્થળ છે. દર રવિવારે લોકો અહીં પૂજા કરે છે.દલાહી કુંડમાં લોકોને ખૂબ જ આસ્થા છે. લોકો જાણે છે કે આ કુંડમાં સ્નાન કરવાથી તેમની દરેક મનોકામના પૂર્ણ થાય છે. તેથી જ દેશ-વિદેશમાંથી લોકો અહીં સ્નાન કરવા આવે છે. આ કુંડ નું પાણી સ્વચ્છ અને ઔષધીય ગુણોથી(medicine) ભરેલું છે. તેથી, આ પાણીથી સ્નાન કરવાથી કોઈ આડઅસર થતી નથી.

આ સમાચાર પણ વાંચો : શું તમે પણ હોટલ બુક કરવામાં નથી કરતા ને આ ભૂલ- જો તમે છેતરપિંડી અને નકામા ખર્ચ થી બચવા માંગતા હોવ તો વાંચો આ નિયમ

અત્યાર સુધી આ કુંડ પર ઘણા સંશોધનો થયા છે, પરંતુ આ કુંડ નું પાણી ક્યાંથી આવે છે અને આખરે ક્યાં જાય છે તે જાણી શકાયું નથી. કેટલાક સંશોધકોના મતે આ પાણી જમુઈ નામના નાળા દ્વારા ગર્ગા નદીમાં (Ganga river)જાય છે. અહીં પાણી ખૂબ ઓછું છે. ખૂબ નીચા હોવાને કારણે, તાળી પાડતી વખતે ધ્વનિ તરંગો ઉત્પન્ન થાય છે. ધ્વનિ તરંગોના કારણે થતા સ્પંદનોથી પાણી ઉપરની તરફ વધે છે. જેના કારણે પાણી ઉપરની તરફ વધવા લાગે છે. આ કુંડ ની આસપાસ હવે કોંક્રીટની દિવાલો બનાવવામાં આવી છે. અહીં રહેતા લોકો આજે પણ આ જગ્યાને શ્રદ્ધાની નજરથી જુએ છે. તેમના મતે, અહીંના કુંડ માં સ્નાન કરવાથી જીવનની તમામ મુશ્કેલીઓ સરળ થઈ જાય છે.

Goa: ગોવા ન્યૂ યર સ્પેશિયલ: બોલિવૂડ સ્ટાર્સ અને લાખો પ્રવાસીઓથી છલકાયા બીચ; સેના જેવી સુરક્ષા વચ્ચે થશે વર્ષ ૨૦૨૬નું સ્વાગત.
Vellore Golden Temple: તમિલનાડુનું ‘સ્વર્ણ ધામ’: જ્યાં વપરાયું છે અમૃતસરના સુવર્ણ મંદિરથી બમણું સોનું, 1500 કિલો શુદ્ધ સોનાથી બનેલું છે આ આખું મંદિર
Navapur Railway Station: એક જ સ્ટેશન પણ બે રાજ્ય! ટિકિટ લેવા મહારાષ્ટ્ર જવું પડે અને ટ્રેન પકડવા ગુજરાત, સોશિયલ મીડિયા પર વાયરલ થયું ભારતનું આ અનોખું રેલવે સ્ટેશન
IRCTC Tour Package: IRCTCની ધમાકેદાર ઓફર! ખૂબ જ ઓછા ખર્ચે મિસ્ટિકલ કાશ્મીરની સેર કરો, જાણો પેકેજની વિગતો.
Exit mobile version