Site icon

આજનો દિન વિશેષ – હિન્દી દિવસ.(14/09/2020)

આજે 14 સપ્‍ટેમ્‍બર હિન્દી દિવસ છે. ભારતમાં દર વર્ષે 14 સપ્ટેમ્બર ના રોજ ઉજવવામાં આવે છે. માત્ર ભારત જ નહીં પરંતુ વિશ્વના અનેક દેશોમાં હિન્દી ભાષા બોલનારા લોકો વસે છે. હિન્દી ભારતની રાષ્ટ્રભાષા છે. દુનિયાની ભાષાઓનો ઈતિહાસ રાખતી સંસ્થા એથ્નોલોગ અનુસાર હિન્દી દુનિયામાં સૌથી વધુ બોલવામાં આવતી ત્રીજી ભાષા છે. 14 સપ્ટેમ્બર, 1949ના રોજ સંવિધાન સભાએ સર્વાનુમતે નિર્ણય લીધો હતો કે, ભારતની 'રાષ્ટ્રભાષા' હિન્દી રહેશે. આ નિર્ણયના મહત્વને સૂચવવા અને દરેક ક્ષેત્રમાં હિન્દીનો પ્રચાર કરવા માટે, રાષ્ટ્રભાષા પ્રચાર સમિતિ, વર્ધાની વિનંતી પર, 14 સપ્ટેમ્બર, 1953 થી ભારતભરમાં દર વર્ષે હિન્દી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. 

Join Our WhatsApp Community

હિન્દી દિવસ પર દેશભરમાં અનેક સ્થળે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. શાળાઓ, કોલેજો અને શૈક્ષણિક સંસ્થાઓમાં નિબંધ સ્પર્ધા, ચર્ચા, કવિતા પાઠ, નાટક અને પ્રદર્શનોનું આયોજન કરાય છે.  આ સાથે જ હિન્દીના વિકાસમાં આખું વર્ષ સારું કામ કરનારી સરકારી કચેરીઓને પુરસ્કારથી સન્માનિત પણ કરાય છે. 

Chhatrapati Shivaji Maharaj Jayanti:છત્રપતિ શિવાજી મહારાજનો અસલી સંઘર્ષ: મુઘલો સિવાય બીજા કોની સાથે ખેલાયો હતો જંગ? જાણો ઇતિહાસના અજાણ્યા પાસા.
Maharashtra Weather Update: મહારાષ્ટ્ર પર કવખતના વરસાદનું સંકટ! હવામાન વિભાગની મોટી આગાહી; વાદળછાયા વાતાવરણ સાથે ‘આ’ વિસ્તારોમાં વરસાદની શક્યતા
Maharashtra Weather: “સાવધાન! મહારાષ્ટ્રમાં એકસાથે ત્રણ ઋતુનો અનુભવ; દિવસે ગરમી અને રાત્રે ગુલાબી ઠંડી વચ્ચે આગામી 24 કલાકમાં વરસાદની એન્ટ્રી
Goa: ગોવા ન્યૂ યર સ્પેશિયલ: બોલિવૂડ સ્ટાર્સ અને લાખો પ્રવાસીઓથી છલકાયા બીચ; સેના જેવી સુરક્ષા વચ્ચે થશે વર્ષ ૨૦૨૬નું સ્વાગત.
Exit mobile version