Site icon

પર્યટન જાણકારી : આ દિવાળીમાં જો તમે કેરળ જવાનો પ્લાન કરી રહ્યા છો તો જાણી લો કેરળની આ 5 શ્રેષ્ઠ જગ્યાઓ વિશે

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 01 નવેમ્બર, 2021

Join Our WhatsApp Community

સોમવાર

ભારતમાં કેરળ સૌથી સુંદર, મંત્રમુગ્ધ અને મોહક સ્થળો પૈકીનું એક છે. એનું સુખદ હવામાન, રોમૅન્ટિક બૅકવૉટર ક્રૂઝ, શાંત સ્થાન, આકર્ષક દૃશ્યો અને સંસ્કૃતિ લોકોને આકર્ષે છે. કોઈ પણ પ્રકારની રજાઓ માટે કેરળ ભારતનાં શ્રેષ્ઠ પર્યટન સ્થળોમાંનું એક છે. આ જ કારણ છે કે કેરળને ‘ભગવાનનો પોતાનો દેશ’ કહેવામાં આવે છે. કુટુંબ અથવા મિત્રો સાથે કેરળમાં તમારા માટે ઘણી વસ્તુઓ છે. તો ચાલો આજે અમે તમને કેરળની એવી શ્રેષ્ઠ જગ્યાઓ વિશે જણાવીએ જ્યાંથી  તમને પાછા આવવાનું મન જ નહિ થાય.

અલેપ્પી

અલેપ્પી કેરળ હાઉસબોટ પ્રવાસ માટે જાણીતું છે અને કેરળમાં મુલાકાત લેવા માટેનાં શ્રેષ્ઠ સ્થળોમાંનું એક છે. એલેપ્પી લૉર્ડ કર્ઝન દ્વારા 'પૂર્વના વેનિસ' તરીકે જાણીતાં સ્થળોમાંનું એક છે. સપ્ટેમ્બરથી મે સુધી આ સ્થળની મુલાકાત લેવાની મજા જ અલગ છે. બીચ ઉપરાંત અલેપ્પીમાં અન્ય કેટલાંક પર્યટન સ્થળો છે, જેમ કે અંબાલાપુઝા, શ્રીકૃષ્ણ મંદિર, મરારી બીચ, અર્થુંકલ ચર્ચ વગેરે.

આયુર્વેદ રિસોર્ટ અને સ્પા

કેરળમાં ઘણા આયુર્વેદ રિસોર્ટ અને સ્પા છે, જ્યાં તમે આયુર્વેદ સારવારનો અનુભવ કરી શકો છો. અહીં કુદરતી હર્બ્સનો ઉપયોગ કરવામાં આવે છે અને સ્પા આપવામાં આવે છે. અનિદ્રા, નર્વસ ડિસઑર્ડર અથવા કોઈ પણ શારીરિક સમસ્યાનો આયુર્વેદ ઉપચારથી સરળતાથી ઇલાજ કરી શકાય છે.

મુન્નાર

મુન્નાર સૌથી લોકપ્રિય હિલ સ્ટેશન પૈકીનું એક છે. લગભગ 80,000 માઈલના અંતર સુધી લીલી ચાના ખેતરોથી ઢંકાયેલ પર્વત ઢોળાવ પરથી એનું ખૂબ જ સુંદર દૃશ્ય દેખાય છે. મુન્નારમાં સામાન્ય રીતે ઠંડી હોય છે અને એ અકલ્પનીય લાગણી આપે છે.

કોચી

કોચી મધ્ય કેરળમાં આવેલું છે અને એ કોચીથી કેરળનાં પર્યટનસ્થળો સુધી જવાનો એક સરળ રસ્તો છે, જેના કારણે એ એક આકર્ષક સ્થળ બની ગયું છે. એર્નાકુલમ શહેર એક ખૂબ જ ઝડપી અને આધુનિક શહેર છે, જે બ્રિટિશ, પોર્ટુગીઝ અને ડચ સંસ્કૃતિઓનું મિશ્રણ છે. એર્નાકુલમને 'અરબી સમુદ્રની રાણી' તરીકે પણ ઓળખવામાં આવે છે, જે વિશ્વનાં શ્રેષ્ઠ કુદરતી બંદરોમાંનું એક છે.

વર્કલા

વર્કલા કેરળનો શ્રેષ્ઠ બીચ છે. એ તિરુવનંતપુરમથી 51 માઈલના અંતરે આવેલું છે. વર્કલા એના કુદરતી આકર્ષણ અને ઊંચા ખડકો સાથે વિશ્વભરના પ્રવાસીઓને આકર્ષિત કરવા માટેની ક્ષમતા ધરાવે છે. અહીંનો બીચ અન્ય દેશોના લોકોમાં પ્રખ્યાત છે. અહીં તમે સૂર્યસ્નાન, બોટ રાઇડ, સર્ફિંગ અને આયુર્વેદિક મસાજ જેવી ઘણી વસ્તુઓ કરી શકો છો.

શું તમે એક એવા સમૂહ વિશે જાણો છો, જેમનો દેશની પ્રગતિમાં સિંહફાળો છે; જાણો એ સમૂહ વિશે

ખીજડીયા (Khijadiya): જામનગરનું ખીજડીયા (Khijadiya) પક્ષી અભયારણ્ય શિયાળામાં યાયાવર પક્ષીઓનું પ્રિય ગંતવ્ય
Snowfall: પહાડો પર છવાઈ સફેદ ચાદર! હેમકુંડ સ્થિત લક્ષ્મણ મંદિર નો 1 ફૂટ બરફથી થયો શણગાર, જુઓ શાનદાર નજારો
Weather Alert: આજે ફરી બગડશે હવામાન, ભારે વરસાદ અને તેજ પવનોની આશંકા વચ્ચે આ વિસ્તારોમાં જારી કરાયું એલર્ટ
Bharat Gaurav Train: ૫ ઓક્ટોબરથી ચાલશે ભારત ગૌરવ ટૂરિસ્ટ ટ્રેન, ભાડાથી લઈને રૂટ સુધી બધું જાણો અહીં
Exit mobile version