Site icon

દિવાળીની રજાઓમાં ફરવા જવાનું વિચારી રહ્યા છો તો જાઓ કેવડી ઈકો ટુરિઝમ કેમ્પસાઈટ

જો તમે શહેરના પ્રદૂષિત વાતાવરણથી કંટાળી ગયા હોય અને શાંત જગ્યા પર જવાનું વિચારતા હોય કે જ્યાં તળાવ અને પ્રકૃતિની હરિયાળીથી ભરપુર હોય તથા ટેકરીઓ, તંબુ આવેલા હોય અને તમે ત્યાં કેમ્પફાયર પણ કરી શકો.

Kevdi Eco Tourism Campsite

Kevdi Eco Tourism Campsite

News Continuous Bureau | Mumbai

ગુજરાતના દરેક જિલ્લામાં ઘણી બધી જગ્યાઓ એવી છે કે, જે એક દિવસીય પ્રયત્ન માટે ખૂબ જ ઉપયોગી છે. આ સ્થળોનું કુદરતી સૌંદર્ય મનમોહક હોય છે. અત્યારે દિવાળી વેકેશન(Diwali holidays) ચાલી રહ્યુ છે, તેવામાં શનિ રવિની રજાઓમાં જો આવા એકાદ સ્થળની મુલાકાત લીધી હોય તો આખા અઠવાડિયાનો થાક ઉતરી નવો ઉત્સાહ મળે છે.

 

Join Our WhatsApp Community
જો તમે શહેરના પ્રદૂષિત વાતાવરણથી કંટાળી ગયા હોય અને શાંત જગ્યા પર જવાનું વિચારતા હોય કે જ્યાં તળાવ અને પ્રકૃતિની હરિયાળીથી ભરપુર હોય તથા ટેકરીઓ, તંબુ આવેલા હોય અને તમે ત્યાં કેમ્પફાયર પણ કરી શકો. તો તેના માટે સુરત વનવિભાગના ‘કેવડી ઈકો ટુરિઝમ કેમ્પસાઈટ’(Kevdi Eco Tourism Campsite) ઉત્તમ સ્થળ સાબિત થઈ શકે. અહીં કુદરતી સૌદર્યનો અદભુત ખજાનો છે. ટેકરી અને જંગલોની વચ્ચે આવેલુ આ શાંત અને રમણીય સ્થળ પ્રવાસન માટે શ્રેષ્ઠ છે. 

 

કેવડી ઈકો ટુરિઝમ કેમ્પસાઈટ વિશે :-
સુરત જિલ્લાના માંડવી તાલુકાના કેવડી(Kevdi) ગામે રાજ્ય સરકારના વન વિભાગે ઇકો ટુરિઝમ કેમ્પસાઇટ વિકસાવ્યું છે. કેવડી સુરતથી 85 કિમી દુર અને માંડવીથી માત્ર 20 કિમીના અંતરે આવેલુ છે. કેવડીમાં સ્વયં પ્રકૃતિનો વાસ હોય તેવો અનુભવ થાય છે.

 

સુંદર ટેકરીઓ અને જંગલોની વચ્ચે આવેલું આ પર્યટન સ્થળ(tourist spot) જતાંની સાથે જ મન મોહી લે છે. દૂર દૂરથી પ્રવાસીઓ અહીં ફરવા માટે આવે છે. અહીંની પ્રકૃતિ અને શાંતિનો અનુભવ તમને એટલો સારો લાગશે કે તમે બીજી બધી જ ચિંતા કે ટેન્શન ભૂલીને એક અલગ દુનિયાનો અનુભવ કરી રહ્યા હોય  તેવો અહેસાસ થશે.

 

કેવડી જવા માટેનો યોગ્ય સમય
કેવડી જવા માટેનો શ્રેષ્ઠ સમય ચોમાસા અને શિયાળો છે. આ ઈકો ટુરિઝમ કેમ્પસાઈટ(Eco Tourism Campsite)માં ડોમ હાઉસ, ટેન્ટ હાઉસ, રિસેપ્શન સેન્ટર, રેસ્ટોરન્ટ, ટ્રેકિંગ ટ્રેઇલ્સ, પક્ષી જોવા માટેનો પોઈન્ટ, સનસેટ પોઇન્ટ, પરંપરાગત અને શુદ્ધ ખોરાક, કેમ્પફાયર, નેચર એજ્યુકેશન સેન્ટર તથા આસપાસ ફરવા માટે સાઈકલ પણ ભાડેથી આપવામાં આવે છે.

 

રાત્રી રોકાણ માટે બુકિંગ 
મુલાકાત લેવા માટે કોઈ પણ પ્રકારની પરવાનગીની જરૂર નથી. પરંતુ રાત્રી રોકાણ માટે સંપર્ક નં.(Contact no) મો.82382 60600 ઉપર કોલ કરીને બુકિંગ(booking) કરાવવું જરૂરી છે. 

 

કેવડી  કેવી રીતે પહોંચવું?

 

વિવિધ સ્થળોએથી કેવડીનું અંતર(distance of Kevdi) :

 

આ સમાચાર પણ વાંચોઃ Labh Pancham 2023: લાભ પાંચમને સૌભાગ્ય પાંચમ તરીકે પણ ઓળખવામાં આવે છે, જાણો આ દિવસનું ખાસ મહત્વ 
Goa: ગોવા ન્યૂ યર સ્પેશિયલ: બોલિવૂડ સ્ટાર્સ અને લાખો પ્રવાસીઓથી છલકાયા બીચ; સેના જેવી સુરક્ષા વચ્ચે થશે વર્ષ ૨૦૨૬નું સ્વાગત.
Vellore Golden Temple: તમિલનાડુનું ‘સ્વર્ણ ધામ’: જ્યાં વપરાયું છે અમૃતસરના સુવર્ણ મંદિરથી બમણું સોનું, 1500 કિલો શુદ્ધ સોનાથી બનેલું છે આ આખું મંદિર
Navapur Railway Station: એક જ સ્ટેશન પણ બે રાજ્ય! ટિકિટ લેવા મહારાષ્ટ્ર જવું પડે અને ટ્રેન પકડવા ગુજરાત, સોશિયલ મીડિયા પર વાયરલ થયું ભારતનું આ અનોખું રેલવે સ્ટેશન
IRCTC Tour Package: IRCTCની ધમાકેદાર ઓફર! ખૂબ જ ઓછા ખર્ચે મિસ્ટિકલ કાશ્મીરની સેર કરો, જાણો પેકેજની વિગતો.
Exit mobile version