Site icon

ચિત્તાઓની વચ્ચે જન્મદિવસ ઉજવશે PM મોદી- ચિત્તાને લાવવા નામીબિયા પહોંચ્યું આ ખાસ વિમાન – ભારતે કર્યો છે આવો શણગાર – જુઓ ફોટો

News Continuous Bureau | Mumbai

આગામી 17 સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Narendra Modi) નો જન્મદિવસ છે. જોકે આ વખતે તેઓ પોતાના જન્મદિવસની ઉજવણી અનોખી રીતે કરવાના છે. વાત જાણે એમ છે કે, 17 સપ્ટેમ્બરે દક્ષિણ આફ્રિકા(South Africa) થી 8 ચિત્તા લાવવામાં આવી રહ્યા છે. આ 8 ચિત્તામાં 5 માદા અને 3 નર ચિતા છે. લગભગ સિત્તેર વર્ષ બાદ ચિત્તા ભારત આવી રહ્યા છે.

Join Our WhatsApp Community

કાર્ગો એરક્રાફ્ટમાં આંતર-ખંડીય ટ્રાન્સલોકેશન પ્રોજેક્ટના ભાગરૂપે પહેલા આ ચિત્તા રાજસ્થાન(Rajasthan) ના જયપુર (Jaipur) લાવવામાં આવશે. ત્યારબાદ તેઓને હેલિકોપ્ટરમાં જયપુરથી તેમના નવા ઘર – મધ્યપ્રદેશ(Madhya Pradesh) ના શિયોપુર જિલ્લામાં કુનો નેશનલ પાર્ક(kuno national park)માં લઈ જવામાં આવશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી 17 સપ્ટેમ્બરે તેમના જન્મદિવસ પર આ ચિત્તાઓને મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં છોડશે.

આ સમાચાર પણ વાંચો : વેસ્ટર્ન હાઈવે પર આ વિસ્તારમાં તૂટી પડ્યો બ્રિજનો સ્લેબ- મુંબઈગરા થયા પેનિક

દરમિયાન આ ચિત્તાઓને લાવવા માટે ભારતનું વિશેષ વિમાન નામીબિયા(Namibia) પહોંચી ગયું છે. આ એરક્રાફ્ટને ખાસ રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે. આ પ્લેનની તસવીરો સામે આવી છે. તેના પર ચિત્તાનું મોંઢુ પ્રિન્ટ કરવામાં આવ્યું છે, જે જોવામાં ખૂબ જ આકર્ષક લાગે છે. આ એરક્રાફ્ટ એક અલ્ટ્રા-લોન્ગ રેન્જ જેટ છે જે 16 કલાક સુધી ઉડાન ભરવા માટે સક્ષમ છે અને તેથી તે રિફ્યુઅલિંગ માટે ક્યાંય રોકાયા વિના નામીબિયાથી સીધું ભારત આવશે.

 

આ પહેલીવાર છે કે કંપની વિશ્વમાં પ્રથમ વખત ચિત્તાઓને શિફ્ટ કરવા માટે ફ્લાઇટ ચલાવી રહી છે.. મહત્વનું છે કે 2020માં સુપ્રીમ કોર્ટે નામીબિયાથી ચિત્તા લાવવા માટે લીલી ઝંડી આપી હતી. 

આ સમાચાર પણ વાંચો : સોનું 50000 રૂપિયાથી નીચે સરક્યું- ચાંદીના ભાવમાં પણ ઘટાડો- જાણો સોના-ચાંદીના આજના લેટેસ્ટ ભાવ

Goa: ગોવા ન્યૂ યર સ્પેશિયલ: બોલિવૂડ સ્ટાર્સ અને લાખો પ્રવાસીઓથી છલકાયા બીચ; સેના જેવી સુરક્ષા વચ્ચે થશે વર્ષ ૨૦૨૬નું સ્વાગત.
Vellore Golden Temple: તમિલનાડુનું ‘સ્વર્ણ ધામ’: જ્યાં વપરાયું છે અમૃતસરના સુવર્ણ મંદિરથી બમણું સોનું, 1500 કિલો શુદ્ધ સોનાથી બનેલું છે આ આખું મંદિર
Navapur Railway Station: એક જ સ્ટેશન પણ બે રાજ્ય! ટિકિટ લેવા મહારાષ્ટ્ર જવું પડે અને ટ્રેન પકડવા ગુજરાત, સોશિયલ મીડિયા પર વાયરલ થયું ભારતનું આ અનોખું રેલવે સ્ટેશન
IRCTC Tour Package: IRCTCની ધમાકેદાર ઓફર! ખૂબ જ ઓછા ખર્ચે મિસ્ટિકલ કાશ્મીરની સેર કરો, જાણો પેકેજની વિગતો.
Exit mobile version