Site icon

IRCTC પશ્ચિમ ઝોન અમદાવાદ થી ભારત ગૌરવ ટ્રેન દ્વારા “દિવ્ય દક્ષિણ દર્શન પ્રવાસી ટ્રેન”નું બુકિંગ શરૂ થઇ ગયું છે.

ભારતીય રેલ્વે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC)ની રીજીનલ  ઓફિસ , અમદાવાદ દ્વારા ભારત સરકારની પહેલ "એક ભારત શ્રેષ્ઠ ભારત ઔર દેખો અપના દેશ" અંતર્ગત અને રેલ્વે  મંત્રાલય ના સહયોગથી ગુજરાત રાજ્યમાં પ્રથમવાર ભારત ગૌરવ પ્રવાસી ટ્રેન દિવ્ય દક્ષિણ દર્શન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને તેનું બુકિંગ શરૂ થઈ ગયું છે.

IRCTC Dakshin Darshan Yatra booking starts_11zon

IRCTC Dakshin Darshan Yatra booking starts_11zon

News Continuous Bureau | Mumbai

ભારત ગૌરવ ટ્રેન દ્વારા “દિવ્ય દક્ષિણ દર્શન” પ્રવાસી ટ્રેનની મુસાફરી 23 જૂન 2023ના રોજ સાબરમતી સ્ટેશનથી ઉપડશે અને 30 જૂન 2023ના રોજ સાબરમતી પરત ફરશે. આ મુસાફરી 08 દિવસની હશે. આ મુસાફરી કરવા માટે મુસાફરોને સ્ટાન્ડર્ડ ક્લાસ 3AC માટે રૂ. 27,500 અને ઇકોનોમી ક્લાસમાં સ્લીપર ક્લાસ Non-AC માટે રૂ. 15,900 નો ખર્ચ થશે. આ ટ્રેનમાં જોડાનાર મુસાફરો સાબરમતી, નડિયાદ, આણંદ, વડોદરા, સુરત, વાપી, કલ્યાણ, પુણે અને સોલાપુર સ્ટેશનો પરથી ચઢી શકશે અને આ પ્રવાસમાં મુસાફરોને તિરુપતિ, રામેશ્વરમ, મદુરાઈ અને કન્યાકુમારી ના દર્શન  કરવાનો લાભ  મળશે.

Join Our WhatsApp Community

આ પવિત્ર યાત્રાના પ્રથમ દિવસે  રેનિગુંટા સ્ટેશન પર આગમન પછી  તિરુપતિ બાલાજી મંદિરના દર્શન અને રાત્રી રોકાણ . ત્યારબાદ  બીજા દિવસે બસ દ્વારા પદ્માવતી મંદિર તરફ આગળ વધશે. ત્રીજા દિવસે યાત્રાળુઓ રામેશ્વરમ રેલ્વે સ્ટેશન પહોંચશે અને રામનાથસ્વામી જ્યોતિર્લિંગ મંદિરની મુલાકાત લેશે. આ પછી તીર્થયાત્રીઓ મીનાક્ષી મંદિરના દર્શન કરવા માટે મદુરાઈ જશે. અંતે, મુસાફરો નાગરકોઈલ સ્ટેશન પર આગમન બાદ બસ દ્વારા કન્યાકુમારી પહોંચશે અને પોતે(સ્વ ખર્ચે) વિવેકાનંદ રોક મેમોરિયલ, કન્યાકુમારી મંદિર, સનસેટ અને સનરાઈઝ પોઈન્ટ, ગાંધી મંડપન અને કન્યાકુમાર બીચની મુલાકાત લેશે.

આ સમાચાર પણ વાંચો: ગુજરાતીનું શિક્ષણ મેળવી કયા ક્ષેત્રમાં આગળ વધી શકાય ?? અનુભવિ શિક્ષીકાનો લેખ…

આ પેકેજમાં ટ્રેનની ટિકિટ, ભોજન (ચા-નાસ્તો, લંચ અને ડિનર), રોડ ટ્રાન્સપોર્ટ માટે બસની વ્યવસ્થા અને ઇકોનોમી ક્લાસમાં નોન-એસી આવાસ અને સ્ટાન્ડર્ડ ક્લાસ માં એસી આવાસ રાત્રિ આરામ, ટૂર એસ્કોર્ટ, કોચ સિક્યુરિટી ગાર્ડ અને હાઉસકીપિંગ સુવિધાઓ ઉપલબ્ધ રહેશે. વધુ વિગતો અને બુકિંગ માટે www.irctctourism.com પર લોગ ઓન કરો અથવા 079-26582675, 8287931724, 9321901849, 9321901851, 9321901852 પર સંપર્ક કરો. આ ઉપરાંત મુસાફરો અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ ખાતે IRCTC ઓફિસો અને અધિકૃત એજન્ટો દ્વારા પણ બુકિંગ કરાવી શકે છે. 

વિગતો નીચે મુજબ છે:-

પ્રવાસ કાર્યક્રમ

મુસાફરીની તારીખ

દર્શન સ્થળ

    પેકેજ ફી:- (જીએસટી સહિત)

દિવ્ય દક્ષિણ દર્શન પ્રવાસ

23/06/2023

(7 રાત /8 દિવસ)

તિરુપતિ બાલાજી, રામેશ્વરમ, મદુરાઈ, કન્યાકુમારી

રૂ. 15,900/-  ઇકોનોમી ક્લાસ (SL)   રૂ.27,500/-  સ્ટાન્ડર્ડ  ક્લાસ (3AC)

Snowfall: પહાડો પર છવાઈ સફેદ ચાદર! હેમકુંડ સ્થિત લક્ષ્મણ મંદિર નો 1 ફૂટ બરફથી થયો શણગાર, જુઓ શાનદાર નજારો
Bharat Gaurav Train: ૫ ઓક્ટોબરથી ચાલશે ભારત ગૌરવ ટૂરિસ્ટ ટ્રેન, ભાડાથી લઈને રૂટ સુધી બધું જાણો અહીં
Joy Mini Train: પર્યટનને વેગ આપવા માટે મહારાષ્ટ્ર સરકાર બનાવી રહી છે આ યોજના
Pahalgam Attack: પહલગામ હુમલાનો ભારતે કર્યો પર્દાફાશ, પાકિસ્તાની નાગરિકો જ હતા આતંકવાદી
Exit mobile version