Site icon

ખીજડીયા (Khijadiya): જામનગરનું ખીજડીયા (Khijadiya) પક્ષી અભયારણ્ય શિયાળામાં યાયાવર પક્ષીઓનું પ્રિય ગંતવ્ય

દુનિયાભરના 300 થી વધુ પ્રકારના પક્ષીઓ સાઇબેરિયા, આફ્રિકા અને યુરોપમાંથી લાંબી મુસાફરી કરીને ખીજડીયા (Khijadiya) પહોંચે છે

ખીજડીયા (Khijadiya) જામનગરનું ખીજડીયા (Khijadiya) પક્ષી અભયારણ્ય શિયાળામાં

ખીજડીયા (Khijadiya) જામનગરનું ખીજડીયા (Khijadiya) પક્ષી અભયારણ્ય શિયાળામાં

News Continuous Bureau | Mumbai

ખીજડીયા (Khijadiya) જામનગરનું વિશ્વપ્રસિદ્ધ ખીજડીયા (Khijadiya) પક્ષી અભયારણ્ય આજે પ્રવાસીઓ માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. અહીં મીઠા અને ખારા પાણીના અનોખા જળાશયો (Wetlands) મળીને એક એવી ઇકોસિસ્ટમ બનાવે છે, જે યાયાવર પક્ષીઓ માટે કુદરતી પ્રજનનસ્થળ સાબિત થાય છે. દર શિયાળામાં સાઇબેરિયા (Siberia), યુરોપ (Europe), આફ્રિકા (Africa) તથા અફઘાનિસ્તાન જેવા દૂરનાં દેશોમાંથી હજારો કિલોમીટરના પ્રવાસ પછી અહીં 300 થી વધુ પ્રજાતિના પક્ષીઓ આશરો લે છે.

Join Our WhatsApp Community

ખીજડીયા (Khijadiya) અભયારણ્યનું વૈશ્વિક મહત્વ

ખીજડીયા (Khijadiya) બર્ડ સેન્ચુરી લગભગ 6.5 ચોરસ કિલોમીટરના વિસ્તાર પર ફેલાયેલી છે અને યુનેસ્કોએ (UNESCO) તેને વેટલેન્ડ ઓફ ઇન્ટરનેશનલ ઇમ્પોર્ટન્સ તરીકે પણ માન્યતા આપી છે. અહીંની હરિયાળી, પક્ષીઓનો કલરવ અને તળાવો પર પડતા સૂર્યના કિરણો પ્રવાસીઓને અનોખો અનુભવ કરાવે છે. રેન્જ ફોરેસ્ટ ઓફિસર દક્ષાબેન વઘાસિયાના જણાવ્યા મુજબ, અહીં મળતો મીઠું-ખારું પાણીનો સમતોલ મિશ્રણ પક્ષીઓના પ્રજનન તથા નિવાસ માટે આદર્શ છે.

ખીજડીયા (Khijadiya) ખાતે પ્રવાસીઓનો વહેલો સવારનો આનંદ

પ્રવાસીઓ ખાસ કરીને અહીંના સૂર્યોદય તથા તળાવો પર રમતા પક્ષીઓના ટોળાં જોવા વહેલી સવારે ઉમટી પડે છે. અમદાવાદમાંથી આવેલા પ્રવાસી મિત્તલ રાણા અને રિદ્ધિબેનના જણાવ્યા પ્રમાણે, અહીંનો નજારો “લાઇવ ડોક્યુમેન્ટરી (Documentary)” જેવી અનુભૂતિ કરાવે છે, જે જીવનભર યાદ રહે તેવી છે. પ્રવાસીઓ અહીં ફોટોગ્રાફી (Photography), નેચર વૉક (Nature Walk) અને પક્ષી નિરીક્ષણ (Bird Watching)નો ભરપૂર આનંદ માણે છે.

આ સમાચાર પણ વાંચો : Indian Army: હિમાલયની બરફીલી ચોટીઓ પર ટ્રેન દોડાવીને ભારતીય સેનાએ ચીનને ચોંકાવ્યું.

ખીજડીયા (Khijadiya) પ્રકૃતિ સંરક્ષણનું જીવંત ઉદાહરણ

દર વર્ષે લાખો પ્રવાસીઓ ખીજડીયા (Khijadiya) આવી પ્રકૃતિનું સૌંદર્ય અને જીવસૃષ્ટિની વૈવિધ્યતા નિહાળે છે. અભયારણ્ય માત્ર પ્રવાસન સ્થળ જ નહીં, પરંતુ પ્રકૃતિના સંરક્ષણનો જીવંત પાઠ પણ ભણાવે છે. અહીંથી પરત જતા પ્રવાસીઓ નેચરની કદર વધારવાના સંદેશ સાથે પાછા ફરે છે.

Snowfall: પહાડો પર છવાઈ સફેદ ચાદર! હેમકુંડ સ્થિત લક્ષ્મણ મંદિર નો 1 ફૂટ બરફથી થયો શણગાર, જુઓ શાનદાર નજારો
Bharat Gaurav Train: ૫ ઓક્ટોબરથી ચાલશે ભારત ગૌરવ ટૂરિસ્ટ ટ્રેન, ભાડાથી લઈને રૂટ સુધી બધું જાણો અહીં
Joy Mini Train: પર્યટનને વેગ આપવા માટે મહારાષ્ટ્ર સરકાર બનાવી રહી છે આ યોજના
Pahalgam Attack: પહલગામ હુમલાનો ભારતે કર્યો પર્દાફાશ, પાકિસ્તાની નાગરિકો જ હતા આતંકવાદી
Exit mobile version