Site icon

ભારતના આ રાજ્યમાં છે કુબેર મંદિર- અહીં પ્રસાદ ના રૂપે મળે છે ચાંદીનો સિક્કો-ભગવાનની કૃપાથી ભક્ત બને છે ધનવાન-જાણો આ મંદિર ના ઇતિહાસ વિશે

News Continuous Bureau | Mumbai

ભારત (india)દેશમાં લાખો મંદિરો છે. દરેક મંદિરનો પોતાનો અનોખો ઈતિહાસ(history) છે. તમે દેશના મોટાભાગના મંદિરો વિશે તો સાંભળ્યું જ હશે, પરંતુ આજે અમે તમને એક એવા મંદિર(temple) વિશે જણાવીશું, જ્યાં માત્ર દર્શન કરવાથી જ ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ થઈ જાય છે. આ મંદિર બીજે ક્યાંય નહીં પરંતુ દેવતાઓની ભૂમિ ઉત્તરાખંડથી(Uttarakhand) 40 કિમી દૂર જાગેશ્વર ધામમાં (Jageshwar dham)આવેલું છે. આ મંદિર જાગેશ્વર ધામ તરીકે ઓળખાય છે. આ ધામમાં કુબેરનું મંદિર(kuber temple) પણ છે. તમને જણાવી દઈએ કે કુબેર ધનના દેવતા છે. કુબેર રાવણના સાવકા ભાઈ પણ હતા. દિવાળી અને ધનતેરસના દિવસે ભગવાન કુબેરની પૂજા કરવામાં આવે છે. આવો જાણીએ આ મંદિર વિશે.

Join Our WhatsApp Community

ઉત્તરાખંડના અલ્મોડામાં(Almora) સ્થિત આ કુબેર મંદિરનો ઈતિહાસ મંદિર જેટલો જ રસપ્રદ છે. કેટલાક લોકો માને છે કે આ મંદિર 7મી સદીમાં બનાવવામાં આવ્યું હતું, જ્યારે કેટલાક લોકો માને છે કે તે 9મી સદીમાં બનાવવામાં આવ્યું હતું. જ્યારે કેટલાક લોકો માને છે કે તેનું નિર્માણ 7મીથી 14મી સદીની વચ્ચે કટ્યુરી રાજવંશ દરમિયાન થયું હતું.તમને જણાવી દઈએ કે આ દેશનું છઠ્ઠું કુબેર મંદિર છે. અહીં ભગવાન કુબેર એકમુખી શિવલિંગમાં બિરાજમાન છે. પૂજારીઓનું કહેવું છે કે આ દેશનું સૌથી જૂનું કુબેર મંદિર છે. અહીં ભગવાન કુબેરને ભગવાન શિવ તરીકે પૂજવામાં આવે છે. કહેવાય છે કે જેના પર ભગવાન કુબેરની કૃપા થાય છે, તેને ક્યારેય ધન-સંપત્તિની કમી થતી નથી.અહીં રહેતા લોકોનું માનવું છે કે મંદિરમાં દરેકની મનોકામના પૂર્ણ થાય છે. ખાસ કરીને જે લોકો આર્થિક(financial week) રીતે નબળા છે તેમને આ મંદિરમાંથી ચાંદીનો સિક્કો (silver coin) મંત્ર જાપ કર્યા પછી પીળા કપડામાં લપેટીને આપવામાં આવે છે જ્યારે લોકોની મનોકામના પૂર્ણ થાય છે ત્યારે તેઓ ભગવાન કુબેરને ખીર પણ ચઢાવે છે.

આ સમાચાર પણ વાંચો : ભારત ના આ રાજ્ય માં આવેલું છે યમરાજ નું મંદિર- જ્યાં જવાથી ડરે છે લોકો અને કરે છે બહાર થી જ નમન-જાણો તે મંદિર વિશે

આ સિવાય જે લોકોનો ધંધો સારો નથી ચાલતો તેઓ પણ સિફારિશ કરવા આ મંદિરે પહોંચે છે. એક અન્ય માન્યતા અનુસાર જે પણ આ મંદિરના ગર્ભગૃહની માટી લઈને પોતાની તિજોરીમાં (locker)રાખે છે તેના ઘરમાં પૈસાની કમી નથી રહેતી.આ મંદિરની મુલાકાત તમે વર્ષમાં ગમે ત્યારે લઇ શકો છો. પરંતુ અહીં ધનતેરસ અને દિવાળીના દિવસે ભક્તોની ભીડ જોવા મળે છે. જો તમે આ મંદિરની વાસ્તવિક સુંદરતા જોવા માંગતા હોવ તો ધનતેરસ અને દિવાળીની વચ્ચે જાવ. આ દિવસો દરમિયાન મંદિરને દુલ્હનની જેમ શણગારવામાં આવે છે તેમજ અનેક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે.

Balwant Parekh: લાકડા ના વખારમાં કામ કરતા કરતા બળવંત પારેખે આ રીતે કરી ફેવિકોલની શોધ; જાણો પીડીલાઈટ ઇન્ડસ્ટ્રીઝની સફળતાની ગાથા
Joy Mini Train: પર્યટનને વેગ આપવા માટે મહારાષ્ટ્ર સરકાર બનાવી રહી છે આ યોજના
Pune heavy rain: પુણેમાં ભારે વરસાદ, શાળાઓ બંધ, ખડકવાસલા ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું
US sanctions: જાણો ૨૭ વર્ષ પહેલાં અમેરિકન પ્રતિબંધો બાદ પણ ભારત કેવી રીતે મજબૂત બન્યું
Exit mobile version