Site icon

જો તમે બજેટ ના કારણે તમારી મુસાફરી રદ કરી રહ્યા હોવ તો તમારા માટે સારા સમાચાર- આ પ્રખ્યાત સ્થળો પર તમે રહી શકો છો ફ્રીમાં

News Continuous Bureau | Mumbai

દરેક વ્યક્તિને મુસાફરી(Travelling) કરવી ગમે છે. મુસાફરી તમને નવી વસ્તુઓ વિશે માહિતી આપે છે, તમારું મનોરંજન (entertainment)થાય છે. જેના કારણે તમે તાજગી અનુભવો છો, પરંતુ ઘણી વખત તમે બજેટને(budget) કારણે તમારી મુસાફરીની યોજનાઓ રદ કરી નાખો છો, તો આ લેખ તમારા માટે છે. દેશમાં એવી ઘણી જગ્યાઓ છે, જ્યાં તમે ભોજન, રહેવાનું બધું મફતમાં મેળવી શકો છો. હા, તમે સાચું સાંભળ્યું છે, અમે તમને તે જગ્યાઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

Join Our WhatsApp Community

1. હરિદ્વાર (શાંતિકુંજ)

હરિદ્વારની(Haridwar) ગંગા આરતી ખૂબ જ પ્રખ્યાત છે. જો તમે ઋષિકેશની મુલાકાત લેવાનું વિચારી રહ્યા છો, તો તમે તીર્થ શાંતિકુંજ હરિદ્વારમાં પણ રોકાઈ શકો છો. અહીં રહેવાની પણ મફત વ્યવસ્થા છે.

2. ઋષિકેશ (ગીતા ભવન)

તમને અહીં પ્રકૃતિની સુંદરતા જોવા મળશે અને તમે ગીતા ભવનમાં રહી શકો છો. અહીં એક હજાર રૂમ છે, આ આશ્રમમાંથી તમે ગંગાનો (Ganga)નજારો પણ માણી શકો છો.

3. કોઈમ્બતુર (ઈશા ફાઉન્ડેશન)

આ આશ્રમ કોઈમ્બતુરથી(coimbtur) લગભગ 40 કિમીના અંતરે છે. અહીંની આદિયોગીની પ્રતિમા વિશ્વમાં પ્રખ્યાત છે. તમે આ સ્થળની મુલાકાત પણ લઈ શકો છો. અહીં મફત સેવા પણ છે.

4. ઉત્તરાખંડ (હેમકુંડ સાહિબ ગુરુદ્વારા)

તમે ઉત્તરાખંડમાં(Uttarakhand) બરફીલા મેદાનોનો નજારો પણ લઈ શકો છો. કેટલીકવાર ભીડને કારણે હોટેલ શોધવી મુશ્કેલ બની જાય છે. આવી સ્થિતિમાં તમે શ્રી હેમકુંડ સાહિબ(Hemkund saheb) ગુરુદ્વારામાં રહી શકો છો. તે લંગર સેવા માટે પ્રખ્યાત છે. અહીં તમને ખાવા-પીવાનું ફ્રીમાં મળશે.

5. કેરળ (આનંદ આશ્રમ)

જો તમે કેરળની(Kerala) મુલાકાત લેવાનું વિચારી રહ્યા છો તો આ જગ્યા પર અવશ્ય જાવ. અહીં, હરિયાળી વચ્ચે સ્થિત આનંદ આશ્રમમાં રહેવા માટે સારો વિકલ્પ હશે. અહીંનું ભોજન પણ લોકોને અનુકૂળ આવે છે. હકીકતમાં અહીંના  ખાવામાં તેલ અને મસાલાનો ઓછો ઉપયોગ થાય છે.

આ સમાચાર પણ વાંચો : દિવાળી પર ટ્રેનમાં મુસાફરી કરતા પહેલા જાણી લો આ નિયમ- તોડવા પર થઈ શકે છે જેલ

જો કે, મફતમાં રહેવા માટે, તમારી પાસે આ જરૂરી દસ્તાવેજો હોવા આવશ્યક છે. ઉદાહરણ તરીકે, જો તમારી પાસે ઓળખ કાર્ડ, આધાર કાર્ડ (Adhar card)છે, તો આ સ્થાનો પર જાઓ જેથી તમને રહેવામાં કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે.

Goa: ગોવા ન્યૂ યર સ્પેશિયલ: બોલિવૂડ સ્ટાર્સ અને લાખો પ્રવાસીઓથી છલકાયા બીચ; સેના જેવી સુરક્ષા વચ્ચે થશે વર્ષ ૨૦૨૬નું સ્વાગત.
Vellore Golden Temple: તમિલનાડુનું ‘સ્વર્ણ ધામ’: જ્યાં વપરાયું છે અમૃતસરના સુવર્ણ મંદિરથી બમણું સોનું, 1500 કિલો શુદ્ધ સોનાથી બનેલું છે આ આખું મંદિર
Navapur Railway Station: એક જ સ્ટેશન પણ બે રાજ્ય! ટિકિટ લેવા મહારાષ્ટ્ર જવું પડે અને ટ્રેન પકડવા ગુજરાત, સોશિયલ મીડિયા પર વાયરલ થયું ભારતનું આ અનોખું રેલવે સ્ટેશન
IRCTC Tour Package: IRCTCની ધમાકેદાર ઓફર! ખૂબ જ ઓછા ખર્ચે મિસ્ટિકલ કાશ્મીરની સેર કરો, જાણો પેકેજની વિગતો.
Exit mobile version