Site icon

રાષ્ટ્રીય પ્રવાસન દિવસ: સસ્તામાં મુસાફરી કરવા માટે IRCTCના આકર્ષક ટૂર પેકેજો! પ્રવાસીઓને મળે છે આ ખાસ સુવિધા

રાષ્ટ્રીય પ્રવાસન દિવસ દર વર્ષે 25મી જાન્યુઆરીએ ઉજવવામાં આવે છે. ભારતમાં પર્યટનના મહત્વ અને ભારતીય અર્થતંત્રમાં પ્રવાસનની ભૂમિકા વિશે જાગૃતિ લાવવા માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ભારતમાં પ્રવાસીઓ હવે IRCTC દ્વારા તેમની ટ્રિપ્સનું આયોજન કરી શકે છે,

national tourism day IRCTC design special packages for travelers here is the details

રાષ્ટ્રીય પ્રવાસન દિવસ: સસ્તામાં મુસાફરી કરવા માટે IRCTCના આકર્ષક ટૂર પેકેજો! પ્રવાસીઓને મળે છે આ ખાસ સુવિધા

News Continuous Bureau | Mumbai

રાષ્ટ્રીય પ્રવાસન દિવસ ( national tourism day ) દર વર્ષે 25મી જાન્યુઆરીએ ઉજવવામાં આવે છે. ભારતમાં પર્યટનના મહત્વ અને ભારતીય અર્થતંત્રમાં પ્રવાસનની ભૂમિકા વિશે જાગૃતિ લાવવા માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ભારતમાં પ્રવાસીઓ ( travelers  ) હવે IRCTC દ્વારા તેમની ટ્રિપ્સનું ( special packages ) આયોજન કરી શકે છે, અગાઉ પ્રવાસીઓને ખાનગી ટૂર ઑપરેટર અથવા કંપની દ્વારા સમગ્ર પ્રવાસનું આયોજન કરવા માટે વધારાના પૈસા ચૂકવવા પડતા હતા. પરંતુ IRCTC દ્વારા પ્રવાસીઓ તેમની સ્થાનિક અને વિદેશી યાત્રાઓ ખૂબ જ સરળતાથી પ્લાન કરી શકે છે. ‘દેખો અપના દેશ’ અભિયાન હેઠળ, મુસાફરોને IRCTC દ્વારા સસ્તા ટૂર પેકેજ ઓફર કરવામાં આવે છે. જેના કારણે પ્રવાસીઓને બજેટમાં દેશભરમાં ફરવાનો મોકો મળે છે.

Join Our WhatsApp Community

પ્રવાસીઓ માટે રોયલ સુવિધાઓ

IRCTC ટ્રાવેલ્સ હેઠળ, પ્રવાસ દરમિયાન મુસાફરોને સારી સુવિધા પૂરી પાડવામાં આવે છે. પ્રવાસીઓની માંગ મુજબ થ્રી સ્ટાર હોટલમાં રોકાણથી લઈને માહિતી માટે ગાઈડ પણ આપવામાં આવે છે. પ્રવાસ દરમિયાન પ્રવાસીઓને બ્રેકફાસ્ટ, લંચ અને ડિનર આપવામાં આવે છે. તેમજ મુસાફરો તેમની પસંદગી અનુસાર સ્લીપર, થર્ડ એસીમાં મુસાફરી કરવાનું પસંદ કરી શકે છે.

હિન્દુ ધાર્મિક અને પર્યટન સ્થળોની મુલાકાત લેવા માટે વિશેષ પ્રવાસ

IRCTC બનારસ, વારાણસી, તિરુપતિ, કન્યાકુમારી, 12 જ્યોતિર્લિંગ દર્શન, કાશી યાત્રા, રામેશ્વરમ અને મદુરાઈ જેવા હિન્દુ ધાર્મિક પર્યટન સ્થળો માટે વિશેષ પ્રવાસનું આયોજન કરે છે. જેનાથી પ્રવાસીઓને સસ્તામાં ભગવાનના દર્શન કરવાની તક મળે છે.

આ સમાચાર પણ વાંચો:  JNUમાં હોબાળો, PM મોદી પર બનેલી વિવાદિત ડોક્યુમેન્ટરી જોઈ રહેલા વિદ્યાર્થીઓ પર પથ્થરમારો

અપૂરતા ભંડોળના કિસ્સામાં EMI સુવિધા

જેવી રીતે આપણી પાસે પૂરતા પૈસા ઉપલબ્ધ ન હોય અથવા નાણાકીય સમસ્યાઓ હોય, તો આપણે EMI પર વસ્તુઓ ખરીદીએ છીએ. એ જ રીતે, ભારતીય રેલ્વે પણ EMI આધારિત ટૂર પેકેજની સુવિધા આપે છે. મુસાફરો મુસાફરી પહેલા સમગ્ર રકમ ખર્ચ્યા વિના EMI દ્વારા રેલવેને ચૂકવણી કરી શકે છે. જોકે આ વિકલ્પ તમામ પ્રવાસો માટે ઉપલબ્ધ નથી. આ લાભ મેળવવા માટે પ્રવાસીઓએ સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેવી જોઈએ.

ક્યાં બુક કરવું?

પ્રવાસીઓ irctctourism.com પર જઈને તેમની ટૂર ઓનલાઈન બુક કરી શકે છે. આ સિવાય બુકિંગ IRCTC ટૂરિસ્ટ ફેસિલિટેશન સેન્ટર, ઝોનલ ઑફિસ અને રિજનલ ઑફિસ દ્વારા કરી શકાય છે.

આ સમાચાર પણ વાંચો:  પાકિસ્તાનના રસ્તે ભારત? સરકારના આ નિર્ણયમાં વિલંબને કારણે ઘઉંના ભાવમાં રેકોર્ડ ઉછાળો!

Goa: ગોવા ન્યૂ યર સ્પેશિયલ: બોલિવૂડ સ્ટાર્સ અને લાખો પ્રવાસીઓથી છલકાયા બીચ; સેના જેવી સુરક્ષા વચ્ચે થશે વર્ષ ૨૦૨૬નું સ્વાગત.
Vellore Golden Temple: તમિલનાડુનું ‘સ્વર્ણ ધામ’: જ્યાં વપરાયું છે અમૃતસરના સુવર્ણ મંદિરથી બમણું સોનું, 1500 કિલો શુદ્ધ સોનાથી બનેલું છે આ આખું મંદિર
Navapur Railway Station: એક જ સ્ટેશન પણ બે રાજ્ય! ટિકિટ લેવા મહારાષ્ટ્ર જવું પડે અને ટ્રેન પકડવા ગુજરાત, સોશિયલ મીડિયા પર વાયરલ થયું ભારતનું આ અનોખું રેલવે સ્ટેશન
IRCTC Tour Package: IRCTCની ધમાકેદાર ઓફર! ખૂબ જ ઓછા ખર્ચે મિસ્ટિકલ કાશ્મીરની સેર કરો, જાણો પેકેજની વિગતો.
Exit mobile version