Site icon

રેલ યાત્રી માટે મોટા સમાચાર : હવે આ ટ્રેનમાં મુસાફરોને નહીં મળે RAC ટિકિટ, કન્ફર્મ સીટ પર જ યાત્રા કરી શકશે.. 

 News Continuous Bureau | Mumbai

હવે તમે ઓછા ભાડામાં ગરીબ રથ એક્સપ્રેસ (Garib Rath Express) માં એસીમાં મુસાફરી કરી શકશો નહીં. કારણ કે ઓછા ભાડામાં એસી મુસાફરીનો આનંદ આપતી દેશની પ્રખ્યાત ટ્રેન ગરીબ રથ એક્સપ્રેસમાં આરએસી સીટ (RAC Seat) ની સુવિધા નાબૂદ કરવામાં આવી છે. એટલા માટે હવે મુસાફરોને RAC સીટ નહીં મળે. ગરીબ રથ ટ્રેનમાં RAC ટિકિટ સાથે મુસાફરી કરતા મુસાફરોની સતત ફરિયાદો બાદ ભારતીય રેલવે બોર્ડે આ મોટો નિર્ણય લીધો છે.

Join Our WhatsApp Community

ભારતીય રેલવે બોર્ડ (Indian Railway Board)ના આ નિર્ણય બાદ હવે ગરીબ રથ એક્સપ્રેસ ટ્રેનમાં માત્ર કન્ફર્મ સીટો જ આપવામાં આવશે. જણાવી દઈએ કે થર્ડ ક્લાસ એસીવાળી ગરીબ રથ એક્સપ્રેસ ટ્રેનનું ભાડું અન્ય ટ્રેનોના થર્ડ ક્લાસ (3rd AC) એસી કોચના ભાડા કરતાં લગભગ 33 ટકા ઓછું છે.

આ સમાચાર પણ વાંચો: મુંબઈગરાઓ ફુલ ગુલાબી ઠંડી થી ખુશ; પારો 4 ડિગ્રી ઘટ્યો! સ્વેટર ખરીદી શરૂ…

મહત્વનું છે કે ગરીબ રથ એક્સપ્રેસ ટ્રેનના એક ડબ્બામાં કુલ 9 સીટો છે, જ્યારે અન્ય ટ્રેનોના એક ડબ્બામાં માત્ર 8 સીટ છે. આ ટ્રેનની બોગીમાં સાઇડમાં 3 સીટ હોય છે, જ્યારે બાકીની ટ્રેનોમાં માત્ર બે સીટ હોય છે. આવી સ્થિતિમાં, આરએસી ટિકિટ સાથે મુસાફરી કરી રહેલા 3 મુસાફરોને બાજુ પર માત્ર એક જ સીટ ફાળવવામાં આવતી હતી. જેના કારણે મુસાફરોને રાત્રિના સમયે આખી રાત બેસીને મુસાફરી કરવાની ફરજ પડતી હતી, જેના કારણે તેમને ગરદનનો દુખાવો, કમરના દુખાવા જેવી અનેક શારીરિક સમસ્યાઓનો સામનો કરવો પડતો હતો.

રેલવે બોર્ડ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, ગરીબ રથ એક્સપ્રેસ ટ્રેનમાં RACની જોગવાઈને નાબૂદ કરવા માટે તમામ સંબંધિત વિભાગોને સૂચના આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે તત્કાલિન રેલ્વે મંત્રી લાલુ પ્રસાદ યાદવે વર્ષ 2006માં ગરીબ રથ ટ્રેનો શરૂ કરી હતી જેનો ઉદ્દેશ્ય ટ્રેનોમાં એસી મુસાફરીને પ્રોત્સાહન આપવાની સાથે સાથે નીચલા અને મધ્યમ વર્ગના મુસાફરોને ઓછા ભાડામાં એસી સેવાઓ પૂરી પાડવાનો હતો. હાલમાં ભારતમાં કુલ 56 ગરીબ રથ ટ્રેનો ચાલે છે.

આ સમાચાર પણ વાંચો: અરે વાહ શું વાત છે… મુંબઈમાં માત્ર 9 રૂપિયામાં 5 રાઉન્ડ બસની મુસાફરી, બસ ‘આ’ થશે શરત

Snowfall: પહાડો પર છવાઈ સફેદ ચાદર! હેમકુંડ સ્થિત લક્ષ્મણ મંદિર નો 1 ફૂટ બરફથી થયો શણગાર, જુઓ શાનદાર નજારો
Bharat Gaurav Train: ૫ ઓક્ટોબરથી ચાલશે ભારત ગૌરવ ટૂરિસ્ટ ટ્રેન, ભાડાથી લઈને રૂટ સુધી બધું જાણો અહીં
Joy Mini Train: પર્યટનને વેગ આપવા માટે મહારાષ્ટ્ર સરકાર બનાવી રહી છે આ યોજના
Pahalgam Attack: પહલગામ હુમલાનો ભારતે કર્યો પર્દાફાશ, પાકિસ્તાની નાગરિકો જ હતા આતંકવાદી
Exit mobile version