Site icon

પર્યટકો નોંધી લ્યો : ૧૮ ડિસેમ્બર સુધી પાવાગઢ મંદિર અને રોપ-વે યાત્રાળુભક્તો માટે બંધ રહેશે

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 14 ડિસેમ્બર 2021      

Join Our WhatsApp Community

મંગળવાર

યાત્રાધામ પાવાગઢ ખાતે યાત્રાળુઓને માતાજીના દર્શન સરળતાથી થઈ શકે તે માટે ઉષા બ્રેકો લિમિટેડ સંચાલિત ઉડન ખટોલા (રોપ-વે) ચલાવવામાં આવે છે, આ રોપ-વે આજથી ૬ દિવસ માટે બંધ એટલે કે તારીખ ૧૩ ડિસેમ્બરથી ૧૮ ડિસેમ્બર સુધી મેઇન્ટેનન્સ માટે ઉડન ખટોલા સેવા બન્ધ રહેશે જે ૧૯ ડિસેમ્બરથી પુનઃ શરૂ કરી દેવામાં આવશે. આમ આજથી ૫ દિવસ સુધી પાવાગઢ આવનારા યાત્રાળુઓને ફરજીયાત ડુંગરના પગથિયાં ચઢી માતાજીના દર્શન કરવા પડશે.આજથી પાવાગઢની યાત્રા કરવાના હોય તો આ સમાચાર જરૂ ર વાંચજાે. કારણ કે આજથી યાત્રાધામ પાવાગઢ ખાતે રોપ વે અને મંદિરના દર્શન ભક્તો માટે બંધ રહેશે. મંદિરમાં ગર્ભ ગૃહના નિર્માણ કાર્યને લઈ આજથી ૧૭ ડિસેમ્બર સુધી મંદિર ટ્રસ્ટ દ્વારા દર્શન માટે મંદિર બંધ રાખવાનો ર્નિણય લેવાયો છે. જયારે રોપ-વેનું પણ એન્યુઅલ મેન્ટેનન્સ કરવાનું હોવાથી ઉષા બ્રેકો દ્વારા આજથી ૧૮ ડિસેમ્બર સુધી સેવા બંધ રાખવા ર્નિણય લેવાયો છે. દર વર્ષે નિયમિત રોપ-વેનું સંપૂર્ણ પણે મેન્ટેનન્સ કરવામાં આવે છે. ત્યારે આજથી ૧૭ ડિસેમ્બર સુધી રોપ વે અને મંદિર બંધ રહેતા યાત્રાધામ પાવગઢ સુમસામ બન્યું છે.

મુંબઈ વાસીઓ માટે મોટા સમાચાર : હવે મોડી રાત્રે રેલવે સ્ટેશન બહાર પણ વેક્સિનેશન થશે

Chhatrapati Shivaji Maharaj Jayanti:છત્રપતિ શિવાજી મહારાજનો અસલી સંઘર્ષ: મુઘલો સિવાય બીજા કોની સાથે ખેલાયો હતો જંગ? જાણો ઇતિહાસના અજાણ્યા પાસા.
Maharashtra Weather Update: મહારાષ્ટ્ર પર કવખતના વરસાદનું સંકટ! હવામાન વિભાગની મોટી આગાહી; વાદળછાયા વાતાવરણ સાથે ‘આ’ વિસ્તારોમાં વરસાદની શક્યતા
Maharashtra Weather: “સાવધાન! મહારાષ્ટ્રમાં એકસાથે ત્રણ ઋતુનો અનુભવ; દિવસે ગરમી અને રાત્રે ગુલાબી ઠંડી વચ્ચે આગામી 24 કલાકમાં વરસાદની એન્ટ્રી
Goa: ગોવા ન્યૂ યર સ્પેશિયલ: બોલિવૂડ સ્ટાર્સ અને લાખો પ્રવાસીઓથી છલકાયા બીચ; સેના જેવી સુરક્ષા વચ્ચે થશે વર્ષ ૨૦૨૬નું સ્વાગત.
Exit mobile version