Site icon

આજનો દિન વિશેષ – પોલીસ સ્મૃતિ દિવસ. (21/10/2020)

દર વર્ષે 21 ઓક્ટોબરના રોજ પોલીસ સ્મૃતિ દિવસ ઉજવવામાં આવે છે. પરંતુ આ વર્ષે આ દિવસનું મહત્વ  વધી ગયું છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા મહિનાઓથી, દેશભરમાંથી પોલીસ અધિકારીઓ કોવિડ -19ના સક્ર્મણને રોકવા માટે પોતાના જીવને જોખમમાં મૂકી દિવસ -રાત કામ કરી રહ્યા છે. દેશવ્યાપી લોકડાઉનના અમલીકરણમાં પોલીસની ભૂમિકા સૌથી મહત્વની રહી છે. આ વર્ષે કોરોનાના કારણે 343 પોલીસકર્મીઓના મોત થયા છે.  

 

Join Our WhatsApp Community

પોલીસ સ્મૃતિ દિવસનો ઇતિહાસ 55 વર્ષ જૂનો છે. 21 ઓક્ટોબર, 1959 ના રોજ જ્યારે ચીની દળોએ સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (સીઆરપીએફ) ની પેટ્રોલિંગ પાર્ટી પર હુમલો કર્યો હતો અને ભારત-તિબેટી સીમા પર દેશ માટે લડત ચાલુ રાખતાં 10 જવાનોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. અન્યની સલામતી માટે લડતા અને કાયદો અને વ્યવસ્થાના યોગ્ય અમલીકરણને સુનિશ્ચિત કરે તેવા પોલીસ અધિકારીઓને શ્રધ્ધાંજલિ આપવા દર વર્ષે દેશના તમામ કેન્દ્રીય પોલીસ સંગઠનો અને તમામ રાજ્યોની સિવિલ પોલીસ દ્વારા "પોલીસ સ્મૃતિ દિવસ" તરીકે ઉજવવામાં આવે છે.  

US sanctions: જાણો ૨૭ વર્ષ પહેલાં અમેરિકન પ્રતિબંધો બાદ પણ ભારત કેવી રીતે મજબૂત બન્યું
Monsoon: ગુજરાતમાં મેઘરાજાની વરાળ, ડેમ રહે ભરાયા
Climate Change: શું ભરાતમાં ઇન્દ્રધનુશ કદી નહીં દેખાય. વૈજ્ઞાનિકોની આ ચેતવણી ગંભીર છે
Taj Mahal: તાજમહેલ ના અંદરના સિક્રેટ રૂમનો વીડિયો થયો વાયરલ, જ્યાં પ્રવેશની મનાઈ છે, જાણો અંદર શું છે
Exit mobile version