ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 15 સપ્ટેમ્બર, 2021
બુધવાર
પર્યાવરણપ્રેમી મુંબઈગરા માટે વન્યજીવની નજીક જવાનો, તેમને ઓળખવાની એક અનોખી તક આવી છે. મુંબઈના બોરીવલીમાં આવેલા સંજય ગાંધી નૅશનલ પાર્કમાં પર્યાવરણપ્રેમીઓ માટે ખાસ 3 મહિનાનો કોર્સ શરૂ કરવામાં આવવાનો છે. પાર્ટ ટાઈમ કોર્સ માટે ઇચ્છુક લોકો પાસેથી અરજી મગાવવામાં આવી હતી. કોર્સ પૂરો કર્યા બાદ સંજય ગાંધી નૅશલન પાર્ક તરફથી તેમને એક્સપિરિયન્સ સર્ટિફિકેટ પણ આપવામાં આવશે.
સફરજન અને એ પણ સફેદ? હાજી, જુઓ ફોટોગ્રાફ અને જાણો વિગત
નૅશનલ પાર્કના સત્તાધીશોના કહેવા મુજબ આ કોર્સમાં પ્રકૃતિના તથા તેના સંરક્ષણને તથા વન્યજીવોને લગતો અભ્યાસ કરાવવામાં આવશે. આ કોર્સ માટે લિમિટેડ બેઠક છે. ઇચ્છુક ઉમેદવારો natureinformationcentresgnp@gmail.com ઈ-મેઇલ આઇડી પર સંપર્ક કરી શકે છે.