સેન્ટ્રલ પાર્ક ખારઘરમાં સ્થિત એક શહેરી ઉદ્યાન છે જે શહેરના સેક્ટર 23,24 અને 25 માં ફેલાયેલ લગભગ 119 હેક્ટર (290 એકર) વિસ્તારને આવરે છે. અહીં થીમ પાર્ક્સ, મોર્નિંગ વોક-ટ્રેક, જોગિંગ ટ્રેક, વોટરપોર્ટ્સ, ક્રિકેટ અને ફૂટબોલ મેદાન, સ્પોર્ટ્સ ક્લબ, બોટનિકલ ગાર્ડન, એમ્ફીથિટર જેવા ક્ષેત્રોનો સમાવેશ થાય છે. સિડકો મુજબ આ પાર્કનો સંપૂર્ણ વિકાસ થશે ત્યારે તે એશિયામાં સૌથી મોટો અને વિશ્વનો ત્રીજો સૌથી મોટો ઉદ્યાન હશે.
જુઓ ભારત પર્યટન સ્થળની મનમોહક તસવીરો – સેન્ટ્રલ પાર્ક.
