જીજામાતા ઉદ્યાન, જેને સામાન્ય રીતે ભાયખલા ઝૂ તરીકે ઓળખવામાં આવે છે એ એક ઝૂ અને બગીચો છે, જે મુંબઇના મધ્યભાગમાં, ભાયખલામાં સ્થિત છે. તે મુંબઈનું સૌથી જૂનું જાહેર ઉદ્યાન છે. ભારતીય સ્વતંત્રતા પછી તેનું નામ જીજામાતા પડ્યું. જે પ્રથમ મરાઠા સમ્રાટ શિવાજી મહારાજની માતા હતા. જીજામાતા ઉદ્યાન ઉપરાંત મ્યુઝિયમ બિલ્ડિંગ, ગ્રીક-રોમન શૈલીમાં બનાવવામાં આવી છે. ઉદ્યાનના પ્રવેશદ્વાર પર મોટી સંખ્યામાં પથ્થરના હાથીઓ પણ છે. જે દેખાવમાં ખૂબ જ સુંદર લાગે છે.