મુંબઈના મલબાર હિલની ટોચ પર સ્થિત આ પાર્કનું નામ જવાહરલાલ નહેરુની પત્ની કમલા નહેરુના નામ પરથી રાખવામાં આવ્યું છે. કમલા નહેરુ પાર્ક એ શહેરના મધ્યમાં સ્થિત એક પ્રખ્યાત મનોરંજક આકર્ષણ સ્થળ છે. તે મુંબઈના હેંગિંગ ગાર્ડન્સ સંકુલનો એક ભાગ છે અને તેનું સંચાલન મુંબઇના મહાનગર પાલિકાના હાઇડ્રોલિક એન્જિનિયર વિભાગ દ્વારા કરવામાં આવે છે.કમલા નહેરુ પાર્ક, મુંબઇ શહેરમાં બાળકો દ્વારા સૌથી વધુ મુલાકાત લેવાતી જગ્યાઓમાંથી એક છે.
.