મહાલક્ષ્મી મંદિર, મુંબઈ શહેરમાં આવેલા સૌથી પ્રાચીન મંદિરોમાંનું એક છે. મહાલક્ષ્મી પશ્ચિમમાં ભૂલાબાઈ દેસાઈ રોડ પર સ્થિત છે, તે દેવી મહાલક્ષ્મી અથવા 'સંપત્તિની દેવી' ને સમર્પિત છે. આ મંદિર 16 મી – 17 મી સદીની આસપાસ બનાવવામાં આવ્યું હતું અને અહીંની મુખ્ય દેવી લક્ષ્મી છે, જ્યારે કાલી અને સરસ્વતી અહીં પૂજા કરવામાં આવતી અન્ય બે દેવીઓ છે. આખા વર્ષ દરમ્યાન મોટી સંખ્યામાં ભક્તો અને પર્યટકો મંદિરની મુલાકાત લે છે. મહાલક્ષ્મી મંદિર મુંબઇનું એક પવિત્ર મંદિર માનવામાં આવે છે.