મહારાષ્ટ્ર નેચર પાર્ક એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટી ધારાવી નજીક સ્થિત છે. તે અગાઉ માહીમ નેચર પાર્ક તરીકે ઓળખાતું હતું. તે એક સમયે-37 એકર જમીન મીઠી નદીના કાંઠે સ્થિત મુંબઇનું સૌથી મોટું ડમ્પિંગ મેદાન હતું. ઘણા વર્ષોના પ્રયત્નો બાદ આ સ્થળ ઇકો સિસ્ટમવાળા ભવ્ય ફોરેસ્ટ પાર્કમાં ફેરવાયુ હતું અને તેમાં 12,000 થી વધુ વૃક્ષ ઉગાડવામાં આવ્યા હતા. અહીં એક એમ્ફીથિએટર, સંશોધનકારો માટે પર્યાવરણીય પુસ્તકોથી ભરેલું પુસ્તકાલય, એક આર્ટ ગેલેરી અને સેમિનારો માટે ઓડિયો-વિઝ્યુઅલ હૉલ, એક પ્રવૃત્તિ હૉલ અને એક શિક્ષણ કેન્દ્રનું મકાન પણ છે.
જુઓ ભારત પર્યટન સ્થળની મનમોહક તસવીરો – મહારાષ્ટ્ર નેચર પાર્ક.
