ઔદ્યોગિક પ્રદૂષણ અને અસ્તવ્યસ્ત શહેર જીવનથી દૂર માર્વે બીચ મુંબઇના પશ્ચિમ પરામાં મલાડમાં આવેલું છે. બીચ પર એક નાનું પ્રાચીન પોર્ટુગીઝ ચર્ચ છે, જે પ્રવાસીઓમાં લોકપ્રિય છે. આ રેતાળ બીચ ખૂબ લાંબો નથી, પરંતુ તે સ્વચ્છ છે. અહીં ફેરી સવારી પણ ઉપલબ્ધ છે. આ ઉપરાંત બીચ આઈએનએસ હમલા કેમ્પની ખૂબ નજીક છે. તેથી જો તમે સવારે બીચની મુલાકાત લેશો, તો તમે બીચ પર હમલા કેમ્પ જવાનોની પણ તાલીમ જોઈ શકશો.