બેસિલિકા ઓફ અવર લેડી ઓફ માઉન્ટ, જેને સામાન્ય રીતે માઉન્ટ મેરી ચર્ચ તરીકે સ્થાનિકો દ્વારા ઓળખવામાં આવે છે. તે એક રોમન કેથલિક ચર્ચ છે, જે સમુદ્ર સપાટીથી 262 ફુટની ટેકરીની ટોચ પર સ્થિત છે. કહેવામાં આવે છે કે આ ચર્ચ સો વર્ષથી પણ વધારે જૂનું છે. માઉન્ટ મેરી ચર્ચની મુલાકાત તમામ ધર્મના લોકો દ્વારા કરવામાં આવે છે. અહીં ચર્ચ તરફ જતા રસ્તા પર નાની દુકાનો પણ છે જે ફૂલો, મીણબત્તી અને અન્ય ઉપાસનાનો સામાન વેચે છે.