પવઈ લેક એ એક કૃત્રિમ તળાવ છે, જે મુંબઇના ઉત્તરી પરામાં પવઈ ખીણમાં સ્થિત છે. આ તળાવ મુંબઇના સુંદર સ્થળોમાંનું એક છે. આ તળાવની પૂર્વ તરફ પ્રખ્યાત ભારતીય ટેક્નોલોજી (આઈઆઈટી મુંબઇ) છે. પવઈ તળાવ મીઠી નદી પર વિહાર તળાવની નીચેની બાજુમાં આવેલું છે. જ્યારે તે બનાવવામાં આવ્યું હતું, ત્યારે તળાવનું ક્ષેત્રફળ લગભગ 2.1 ચોરસ કિલોમીટર હતું અને તેની ઊંડાઈ લગભગ 3 મીટરથી 12 મીટર સુધીની હતી.