પ્રિન્સ ઓફ વેલ્સ મ્યુઝિયમ એ મુંબઇમાં આવેલું એક ભવ્ય માળખું છે અને તે શહેરની હેરિટેજ બિલ્ડિંગોમાંનું એક માનવામાં આવે છે. પ્રિન્સ ઓફ વેલ્સ દ્વારા 11 નવેમ્બર 1905 ના રોજ આ મકાનનો પાયો નાખવામાં આવ્યો હતો અને 10 જાન્યુઆરી 1922 ના રોજ તેને સંગ્રહાલય તરીકે સ્થાપવામાં આવ્યુ હતું. અદભૂત પથ્થર અને જાળીના કામથી સજ્જ, પ્રિન્સ ઓફ વેલ્સ મ્યુઝિયમનું સ્થાપત્ય ભારતીય, મોગલ અને બ્રિટીશ એન્જિનિયરિંગ શૈલીઓનું મિશ્રણ છે. જોકે હવે 'છત્રપતિ શિવાજી મહારાજ વસ્તુ સંગ્રહાલય' તરીકે ઓળખાય છે, પ્રિન્સ ઓફ વેલ્સ મ્યુઝિયમ એ શહેરનું ગ્રેડ I હેરિટેજ બિલ્ડિંગ છે અને તે ભારતના સૌથી પ્રખ્યાત સંગ્રહાલયોમાં ગણાય છે.
જુઓ ભારત પર્યટન સ્થળની મનમોહક તસવીરો – પ્રિન્સ ઓફ વેલ્સ મ્યુઝિયમ.
