સંજય ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાન એ ભારતનાં મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલા મુંબઈ શહેરનો મોટો આરક્ષિત વિસ્તાર છે, જે ત્રણે બાજુથી મુંબઈથી ઘેરાયેલો છે. તે શહેરી વિસ્તારની અંદર આવેલા સૌથી મોટાં રાષ્ટ્રીય ઉદ્યાન અને વિશ્વનાં સૌથી વધુ મુલાકાતીઓ ધરાવતા ઉદ્યાન તરીકે જાણીતો છે. સંજય ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાનના સમૃદ્ધ વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિ દર વર્ષે 2 મિલિયનથી વધુ મુલાકાતીઓને આકર્ષે છે. સંજય ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાન, અગાઉ બોરીવલી રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે ઓળખાતું હતું. આ ઉદ્યાન તેના સદાબહાર ગાઢ જંગલો, પક્ષીઓની વસ્તી, પતંગિયા અને વાઘની નાની વસ્તી માટે જાણીતું છે..