October Best Destinations: આ મહિનામાં ફરવા જવાનું વિચારી રહ્યા છો તો આ જગ્યાઓએ જરુરથી જાઓ

October Best Destinations: ઓક્ટોબરમાં શનિવાર અને રવિવાર પછી રામ નવમી અને દશેરા આવી રહ્યા છે, જેના કારણે નોકરીયાત લોકોને લાંબી રજા માણવાનો મોકો મળશે. આ રજાઓમાં બનાવો ફરવાનો પ્લાન...

October Best Destinations

News Continuous Bureau | Mumbai

Best destinations in india: ગરમીઓનો અંત અને શિયાળાના આગમન વચ્ચેની ઋતુ મુસાફરી માટે બેસ્ટ માનવામાં આવે છે. આવા સમયમાં, મુસાફરી કરવાનો આ યોગ્ય સમય છે. ઑક્ટોબર મહિનો ચાલી રહ્યો છે, મુસાફરીની દૃષ્ટિએ તે સારું છે (October Best Destinations), આ મહિનામાં શનિવાર અને રવિવાર પછી રામ નવમી અને દશેરા આવી રહ્યા છે, જેથી નોકરી કરતા લોકોને લાંબી રજાઓ માણવાની તક ( Long Weekends) મળી રહી છે.

Join Our WhatsApp Community

જો તમે એક કે બે દિવસની રજા લઇ રહ્યા છો, તો તમે સારી મુસાફરીનું આયોજન કરી શકો છો. જો તમે આ રજાઓનો આનંદ માણવા માંગો છો, તો આવો તમને ઓક્ટોબરમાં ફરવા માટેના 5 બેસ્ટ સ્થળો (Places To Visit) વિશે જણાવીએ….

1. આગ્રા

Agra - Wikipedia
ઉત્તર પ્રદેશના આગ્રા(Agra)ની સફર તમારા માટે બેસ્ટ ઓપ્શન છે. અહીં ફરવા માટે ઘણી બધી જગ્યાઓ છે. આગ્રામાં આગ્રાનો કિલ્લો, જામા મસ્જિદ, અકબરનો મકબરો અને ફતેહપુર સીકરી ફરી શકાય છે. વિશ્વની 7 અજાયબીઓમાં સામેલ તાજમહેલ પણ આગ્રામાં છે.

2. કોલકત્તા


તમે ઓક્ટોબરમાં કોલકાતા(kolkata) જવાનો પ્લાન પણ બનાવી શકો છો. અહીં તમે કાલીઘાટ, કાલકા મંદિર સહિત અનેક સ્થળોની મુલાકાત લઈ શકો છો. તમે ઓક્ટોબર મહિનામાં કોલકાતામાં યોજાનારી દુર્ગા પૂજામાં પણ ભાગ લઈ શકો છો.

3. ઋષિકેશ


તમે ઓક્ટોબરમાં ઋષિકેશ(Rushikesh) જવાની યોજના બનાવી શકો છો. ઋષિકેશમાં નીલકંઠ મહાદેવ મંદિર, રામ ઝુલા, લક્ષ્મણ ઝુલા સૌથી પ્રખ્યાત છે. અહીં તમે પર્વતો અને નદીઓનો સુંદર નજારો પણ જોઈ શકો છો.

4. હમ્પી


કર્ણાટકનું હમ્પી(Hampi) શહેર પ્રાચીન ઈમારતો માટે પ્રખ્યાત છે. પ્રાચીન પ્રાકૃતિક વસ્તુઓથી ભરપૂર આ શહેર યુનેસ્કો વર્લ્ડ હેરિટેજમાં પણ સામેલ છે. તમે અહીં મુલાકાત લેવાનું પણ પ્લાન કરી શકો છો. હમ્પીમાં ઘણા મંદિરો છે જ્યાં તમે મુલાકાત લઈ શકો છો.

5. જયપુર


રાજસ્થાનના પિંક સિટી જયપુર(jaipur)માં ફરવા માટેના ઘણા સ્થળો છે. તમે સિટી પેલેસ, હવા મહેલ, આમેર ફોર્ટ, નાહરગઢ કિલ્લો, જયગઢ કિલ્લો, જલ મહેલ જેવા આ સ્થળોની મુલાકાત લઈ શકો છો.

આ સમાચાર પણ વાંચોઃ Amartya Sen death News: અમર્ત્ય સેનની મૃત્યુના સમાચાર સાચા કે ખોટા? Fact Check અહીં

Snowfall: પહાડો પર છવાઈ સફેદ ચાદર! હેમકુંડ સ્થિત લક્ષ્મણ મંદિર નો 1 ફૂટ બરફથી થયો શણગાર, જુઓ શાનદાર નજારો
Bharat Gaurav Train: ૫ ઓક્ટોબરથી ચાલશે ભારત ગૌરવ ટૂરિસ્ટ ટ્રેન, ભાડાથી લઈને રૂટ સુધી બધું જાણો અહીં
Joy Mini Train: પર્યટનને વેગ આપવા માટે મહારાષ્ટ્ર સરકાર બનાવી રહી છે આ યોજના
Pahalgam Attack: પહલગામ હુમલાનો ભારતે કર્યો પર્દાફાશ, પાકિસ્તાની નાગરિકો જ હતા આતંકવાદી
Exit mobile version