Site icon

અહો આશ્ચર્યમ!! મહારાષ્ટ્રના નાગપુર જિલ્લાના રસ્તા પર દુર્લભ પ્રજાતિનો કાચબો ચાલતો જોવા મળ્યો, જુઓ તસ્વીરો

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૧ જુલાઈ ૨૦૨૧

Join Our WhatsApp Community

ગુરુવાર

મહારાષ્ટ્રના નાગપુર જિલ્લા નજીક એક માર્ગ પર 22 કિલોનો કાચબો મળી આવ્યો હતો. આ  એક દુર્લભ પ્રજાતિ છે, જે મુખ્યત્વે દક્ષિણ ભારતમાં જ જોવા મળે છે. ગત મંગળવારે રાત્રે સ્થાનિક નાગરિકોને આ કાચબો જોવા મળ્યો હતો. આ દુર્લભ વિશાળ કાચબાને રસ્તા પર ચાલતા જોઈને નાગરિકો ચોંકી ગયા હતા. ત્યાર બાદ સ્થાનિકોએ વન વિભાગનો સંપર્ક કર્યો હતો અને હિંગના રેન્જ ફોરેસ્ટ ઑફિસર (RFO) આશિષ નિનાવેને જાણ કરવામાં આવી હતી.

 

RFO નિનાવેએ મીડિયા સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું છે કે, “અમે તેને એક કે બે દિવસ નિરીક્ષણ હેઠળ રાખીશું, એની તપાસ કરવા માટે કે એને કોઈ નુકસાન તો નથી થયું? અને એને કોઈ આંતરિક આરોગ્યની સમસ્યા છે કે કેમ? એની માવજતની પુષ્ટિ કર્યા પછી, એને એના કુદરતી નિવાસસ્થાનમાં છોડવામાં આવશે.”

દરમિયાન સ્ટેટ બોર્ડ ફૉર વાઇલ્ડલાઇફના સભ્ય કુંદન હેતે મીડિયાને જણાવ્યું હતું કે, “કાચબા લિથ્સના સૉફ્ટશેલ ટર્ટલ નામની પ્રજાતિનો છે અને એ સામાન્ય રીતે દક્ષિણ ભારતમાં જોવા મળે છે. આ કાચબાની કોઈ નોંધ મધ્ય ભારતમાં થઈ નથી, તેથી આ શોધને ખૂબ ગંભીરતાથી લેવામાં આવી રહી છે.”

ઉલ્લેખનીય છે કે મોટે ભાગે આ લેથ સૉફ્ટશલ કાચબા(કાચબાની જાત) દક્ષિણ ભારતમાં જોવા મળે છે. જો કે એ હિંગના શહેર સુધી કેવી રીતે પહોંચ્યો એ અંગેના પ્રશ્નનો જવાબ હજી સુધી જાણી શકાયો નથી.

Chhatrapati Shivaji Maharaj Jayanti:છત્રપતિ શિવાજી મહારાજનો અસલી સંઘર્ષ: મુઘલો સિવાય બીજા કોની સાથે ખેલાયો હતો જંગ? જાણો ઇતિહાસના અજાણ્યા પાસા.
Maharashtra Weather Update: મહારાષ્ટ્ર પર કવખતના વરસાદનું સંકટ! હવામાન વિભાગની મોટી આગાહી; વાદળછાયા વાતાવરણ સાથે ‘આ’ વિસ્તારોમાં વરસાદની શક્યતા
Maharashtra Weather: “સાવધાન! મહારાષ્ટ્રમાં એકસાથે ત્રણ ઋતુનો અનુભવ; દિવસે ગરમી અને રાત્રે ગુલાબી ઠંડી વચ્ચે આગામી 24 કલાકમાં વરસાદની એન્ટ્રી
Goa: ગોવા ન્યૂ યર સ્પેશિયલ: બોલિવૂડ સ્ટાર્સ અને લાખો પ્રવાસીઓથી છલકાયા બીચ; સેના જેવી સુરક્ષા વચ્ચે થશે વર્ષ ૨૦૨૬નું સ્વાગત.
Exit mobile version