Site icon News Continuous Bureau | Mumbai

ભાવનગરમાં કુદરતના સફાઇ કામદાર ગીધની સંખ્યામાં 18 ટકાનો ઘટાડો .

News Continuous Bureau | Mumbai

કુદરતના સફાઇ કામદાર ગણાતા ગીધની વસતી ગણતરી દર બે વર્ષે કરવામાં આવતી હોય છે ત્યારે છેલ્લે થયેલી ગણતરી મુજબ અને 2021ના અંતે ગુજરાતમાં ગીધની કુલ સંખ્યા 820 થઇ ગઇ છે જે તે અગાઉ થયેલી ગણતરીમાં 999 હતી. હાલના તબક્કે ગીધની સંખ્યા માત્ર 650ની આસપાસ હોવાનું અનુમાન છે. માત્ર ગુજરાતજ નહીં પણ દેશમાં પણ ગીધની વસતીમાં ઘટાડો થયો છે.ખાસ કરીને ભાવનગરના મહુવા પથંકમાં ગીધ સમૂહમાં વસવાટ કરી રહ્યા છે. ખાસ કરીને ઉંચાઇ પર માળા બાંધીને રહેતા ગીધનો વસવાટ નારિયેળી ઉપર મોટા પાયે જોવા મળે છે. ઉપરાંત બંધારાના લીધે મૃત પશુઓ તેનો ખોરાક છે, જે અહીં પુરતા પ્રમાણમાં મળી રહે છે, જેથી અહીં ગીધની પ્રજાતિ સમૂહ વસવાટ કરતી હોવા મળે છે. સમગ્ર રાજયમાં છેલ્લી ગણતરીમાં 820 ગીધ જોવા મળ્યા હતા, જેમાં ભાવનગર જિલ્લામાં 88 ગીધ હતા જે રાજ્યમાં સંખ્યામાં ત્રીજા ક્રમે છે. પ્રથમ ક્રમે જૂનાગઢમાં 147 અને બીજા ક્રમે આણંદમાં 94 ગીધ છે. રાજ્યમાં ગીધની સંખ્યામાં 42.70 ટકાનો ઘટાડો 2007 માં રાજ્યમાં 1,431 ગીધ હતા પરંતુ હવે માત્ર 820 ગીધ જ બાકી રહ્યાં છે. રાજ્યના વન મંત્રીએ સ્વીકાર્યું હતું હતુ રાજ્યમાં ગીધની વસતીમાં ઘટાડો થયો છે. ગીધ સલામત ઝોન તરીકે ગણવામાં આવતા વિસ્તારોમાં પણ સંખ્યા ઘટી રહી છે. ડાઈક્લોફેનિક ગીધોની સંખ્યા ઘટવા માટે જવાબદાર વિભાનસભામાં સરકારે પણ કબૂલ કર્યું છે કે ગીધની સંખ્યામાં મોટો ઘટાડો થયો છે. પશુઓને દુખાવામાં રાહત આપતી દવા ડાઈક્લોફેનિક ગીધોની સંખ્યા ઘટવા માટે જવાબદાર છે ડાઇક્લોફેનાક દવા આપી હોય એવા પશુનું માંસ ખાનાર ગીધની કિડની ખરાબ થઇ જાય છે. ડાઇક્લોફેનાક દવાને સરકારે વર્ષ-2008થી પ્રતિબંધિત કરી છે. રાજ્યના ક્યા કયા જિલ્લામાંથી ગીધ વિલુપ્ત ગુજરાતમાં અરવલ્લી, ભરૂચ, બોટાદ, છોટા ઉદેપુર, દાહોદ, દ્વારકા, જામનગર, ખેડા, મોરબી, નર્મદા, નવસારી, પોરબંદર, રાજકોટ, સુરત અને વડોદરા જિલ્લામાં એક પણ ગીધ મળ્યા ન હતા.

Join Our WhatsApp Channel

 

India Independence at Midnight દિવસે કેમ નહીં, રાત્રે જ કેમ? ભારતની આઝાદીના સમય પાછળ છુપાયેલી રસપ્રદ કુંડળી અને નહેરુનો માસ્ટરપ્લાન
IRCTC Khajuraho Shiva Temple Tour Package ખજુરાહોના ઐતિહાસિક શિવ મંદિરોના દર્શન કરો બજેટમાં! IRCTC લાવ્યું અદ્ભુત ટૂર પેકેજ!
Kopeshwar Temple Khidrapur Architecture કોપેશ્વર મંદિર જ્યાં નંદી વિના પૂજાય છે મહાદેવ, ૧૦૮ કતારબદ્ધ કોતરણીકામ ધરાવતા થાંભલા અને ખુલ્લા સ્વર્ગમંડપનું અદભુત રહસ્ય
IRCTC South India Tour 2026 શું તમે ધાર્મિક યાત્રાનું આયોજન કરી રહ્યા છો? IRCTC લાવ્યું વિશેષ પેકેજ, હવે ખિસ્સા પર નહીં પડે બોજ!
Exit mobile version