સમગ્ર વિશ્વમાં દર વર્ષે 16 ઑક્ટોબરના રોજ ‘વિશ્વ ખાદ્ય દિવસ’ મનાવવામાં આવે છે. વિશ્વ ખાદ્ય દિવસ ભૂખથી પીડિત લોકો માટે જાગરૂકતા ફેલાવવાના હેતુથી મનાવવામાં આવે છે. આ એક દિવસે સ્થાનિક સ્તરે દરેકને ભુખમરી વિરુદ્ધ પગલાં ઉઠાવવાની અપીલ કરવામાં આવે છે. વિશ્વ ખાદ્ય દિવસ પર બિન સરકારી સંગઠનો, મીડિયા, સામાન્ય જનતા અને સરકાર દ્વારા કેટલાય પ્રકારના કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે જેથી લોકોને ભૂખ પીડિતો વિશે જાગરૂત કરી શકાય.
16 ઑક્ટોબર, 1945ના દિવસે સંયુક્ત રાષ્ટ્રના ખાદ્ય અને કૃષિ સંગઠન (FAO) ની સ્થાપના કરવામાં આવી હતી. આ સંગઠનના સભ્ય દેશોએ 16 ઑક્ટોબર 1981ના રોજ વિશ્વ ખાદ્ય દિવસ મનાવવાની શરૂઆત કરી હતી. આ દિવસની ઉજવણીને આટલા બધા વર્ષ થયા છે, પરંતુ ભૂખ્યા પેટની સંખ્યામાં વિશ્વભરમાં ઘટાડો થયો નથી. આ સંખ્યા આજે પણ ઝડપથી વધી રહી છે. આજે પણ દુનિયામાં ઘણા લોકો ભૂખથી ઝઝૂમી રહ્યા છે. આ સમસ્યાને ધ્યાનમાં રાખીને, દર વર્ષે 16 ઓક્ટોબરે 'વર્લ્ડ ફૂડ ડે' ઉજવવાની જાહેરાત કરવામાં આવી હતી.
આ વર્ષનો વિશ્વ ખાદ્ય દિવસ કોરોના વાયરસના પીડિતોને સમર્પિત છે. આ વર્ષ લોકોને તે વાત માટે જાગરૂત કરવામાં આવી રહ્યા છે કે આ મહામારીથી લડવા માટે ખાદ્ય અને કૃષિ કેટલું જરૂરી છે. સંગઠન તરફથી નબળા વર્ગના લોકો માટે વૈશ્વિક સહયોગ અને એકતા માટે મદદ કરવાની અપીલ કરવામાં આવી છે.