News Continuous Bureau | Mumbai
World Heritage Week Gujarat: સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસાના સંરક્ષણ કરવાના મહત્વ વિશે જાગૃતિ વધારવા માટે UNESCO દર વર્ષે 19 નવેમ્બરથી 25 નવેમ્બર સુધી સમગ્ર વિશ્વમાં ‘વર્લ્ડ હેરિટેજ વીક’ (વિશ્વ વિરાસત સપ્તાહ) ની ઉજવણી કરે છે. ભારતમાં પણ ભારતીય પુરાતત્વ સર્વેક્ષણના સહયોગથી દેશભરમાં ઐતિહાસિક વિરાસત સ્થળો પર તેની ઉજવણીના આયોજનો કરવામાં આવે છે. આ વર્ષે વર્લ્ડ હેરિટેજ વીક 2024નું થીમ ‘વિવિધતાની શોધ અને અનુભવ’ છે.
ઐતિહાસિક અને સાંસ્કૃતિક દ્રષ્ટિએ ( World Heritage Week Gujarat ) સમૃદ્ધ ગુજરાતમાં પણ ઘણા ઐતિહાસિક વિરાસત સ્થળો છે, જે દેશ-વિદેશના લાખો પ્રવાસીઓ માટે પહેલી પસંદ બન્યા છે. ગુજરાતના પ્રવાસન ( Gujarat Tourism ) વિભાગના જણાવ્યા અનુસાર, વર્ષ 2023-24માં લગભગ 21 લાખથી વધુ પ્રવાસીઓએ ગુજરાતના મુખ્ય હેરિટેજ પ્રવાસન સ્થળોની મુલાકાત લીધી છે.
World Heritage Week Gujarat: ₹428 કરોડથી વધુના ખર્ચે ઐતિહાસિક વિરાસત સ્થળો પર વિકસિત થઈ રહી છે પ્રવાસી સુવિધાઓ
ઐતિહાસિક વિરાસત સ્થળોને પ્રવાસીઓ માટે આકર્ષક અને સુવિધાયુક્ત બનાવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકારે ( Gujarat Government ) ₹428 કરોડથી વધુના ખર્ચે વિવિધ વિકાસકાર્યો શરૂ કર્યા છે. આ ઉપરાંત, આ વિરાસત સ્થળો ખાતે ગુજરાત સરકાર નાઇટ ટુરિઝમના કોન્સેપ્ટ હેઠળ લાઇટ એન્ડ સાઉન્ડ શૉ જેવી આકર્ષક પ્રવૃત્તિઓ પણ સંચાલિત કરી રહી છે, જે દેશ-વિદેશના પ્રવાસીઓમાં પણ ઘણી લોકપ્રિય બની રહી છે.
World Heritage Week Gujarat: વડનગર અને ધોળાવીરામાં સૌથી વધુ ₹255 કરોડના ખર્ચે વિકસતિ કરવામાં આવી રહી છે પ્રવાસી સુવિધાઓ
વડનગર એક ઐતિહાસિક વિરાસત સ્થળ ( Gujarat Heritage Places ) હોવાની સાથે-સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું જન્મસ્થળ પણ છે. વડનગરના ઐતિહાસિક તેમજ સાંસ્કૃતિક મહત્વને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે અહીંયા છેલ્લા ત્રણ વર્ષોમાં ₹70 કરોડનો ખર્ચ કરીને ઘણી માળખાકીય અને આધુનિક પ્રવાસી સુવિધાઓ વિકસિત કરી છે. અહીંયા પ્રવાસીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. વર્ષ 2022-23માં જ્યાં માત્ર 2 લાખ 45 હજાર પ્રવાસીઓએ વડનગરની મુલાકાત લીધી હતી, તેની સામે વર્ષ 2023-24માં આ સંખ્યા લગભગ 3 ગણી વધીને 7 લાખની આસપાસ પહોંચી ગઇ છે.
આ સમાચાર પણ વાંચો : Odisha Parba 2024 PM Modi: ઓડિયા સમાજ ફાઈન્ડેશને આજે કર્યું ‘ઓડિશા પર્વ 2024’નું આયોજન, PM મોદી કરશે આ કાર્યક્રમને સંબોધિત.
આ જ રીતે, ધોળાવીરા પણ યુનેસ્કો દ્વારા જાહેર કરવામાં આવેલી એક પ્રસિદ્ધ વર્લ્ડ હેરિટેજ સાઇટ ( World Heritage Site ) છે. ધોળાવીરા સિંધુ ખીણ સંસ્કૃતિની ઓળખ ધરાવે છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે અહીંયા ₹185 કરોડના ખર્ચે વિવિધ પ્રવાસન સુવિધાઓનો વિકાસ કરવાનું આયોજન કર્યું છે. તેમાં ફેઝ 1 હેઠળ હાલ ₹76 કરોડના વિકાસકાર્યોનું કામ પ્રગતિમાં છે. આ પ્રવાસી સુવિધાઓ વિકસિત થયા પછી અહીંયા પ્રવાસીઓની સંખ્યામાં ઘણો વધારો થવાની અપેક્ષા છે. વર્ષ 2022-23માં 1 લાખ 41 હજાર પ્રવાસીઓએ ધોળાવીરાની મુલાકાત લીધી હતી, જેની સામે વર્ષ 2023-24માં આ આંકડામાં બેગણાથી પણ વધુનો વધારો થયો છે, અને 2 લાખ 32 હજારથી વધુ પ્રવાસીઓએ ધોળાવીરાની મુલાકાત લીધી છે.
World Heritage Week Gujarat: મોઢેરા, રાણી કી વાવ અને અડાલજની વાવ પણ બની રહ્યા છે પ્રવાસીઓની પસંદ
રાજ્યના અન્ય કેટલાક વિરાસત સ્થળો, જેવાંકે મોઢેરા સૂર્યમંદિર, રાણી કી વાવ અને અડાલજની વાવ પણ લાખો પ્રવાસીઓની પ્રથમ પસંદ બની રહ્યા છે. રાજ્ય સરકારે અહીંયા પણ અનુક્રમે ₹20 કરોડ, ₹18 કરોડ અને ₹5 કરોડના ખર્ચે વિવિધ પ્રવાસી સુવિધીઓ વિકસિત કરી છે. તેના કારણે, ગત વર્ષની સરખામણીએ આ વર્ષે અહીંયા પ્રવાસીઓની સંખ્યામાં પણ વધારો જોવા મળ્યો છે. 2022-23માં આ સ્થળોએ પ્રવાસીઓની સંખ્યા અનુક્રમે 3 લાખ 78 હજાર, 3 લાખ 52 હજાર અને 3 લાખ 72 હજાર હતી, જેની સામે 2023-24માં આ સંખ્યા વધીને અનુક્રમે 3 લાખ 81 હજાર, 3 લાખ 83 હજાર અને 3 લાખ 86 હજાર થઈ છે.
આ ઉપરાંત, રાજ્યના ઘણા ઐતિહાસિક કિલ્લાઓના જીર્ણોદ્ધાર પર પણ રાજ્ય સરકાર વિશેષ ધ્યાન આપી રહી છે. ઉદાહરણ તરીકે, ₹74 કરોડના ખર્ચે જૂનાગઢ ખાતે ઉપરકોટ કિલ્લાના રિસ્ટોરેશનનું કામ પૂરું કરવામાં આવ્યું છે. જ્યારે, અમરેલીના રાજમહેલનું રિસ્ટોરેશન પણ ₹21 કરોડના ખર્ચે કરવામાં આવી રહ્યું છે. આ જ રીતે, ₹25 કરોડના ખર્ચે લખપત કિલ્લાના રિસ્ટોરેશનનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
World Heritage Week Gujarat: ભારતના બેસ્ટ ટુરિઝમ હેરિટેજ વિલેજ- હાંફેશ્વરમાં પણ ચાલી રહ્યા છે અનેક વિકાસકાર્યો
ભારત સરકાર દ્વારા વર્ષ 2024માં ‘વિશ્વ પ્રવાસી દિવસ’ના રોજ ગુજરાતના હાંફેશ્વર ગામને હેરિટેજની કેટેગરી હેઠળ બેસ્ટ ટુરિઝમ વિલેજ જાહેર કરવામાં આવ્યું. અહીં આવનારા પ્રવાસીઓના અનુભવોને હંમેશ માટે યાદગાર બનાવવાના હેતુથી રાજ્ય સરકાર અહીંયા ₹10 કરોડના ખર્ચે વિવિધ પ્રવાસી સુવિધાઓ વિકસિત કરવા જઇ રહી છે.
આ સમાચાર પણ વાંચો : Mann Ki Baat PM Modi: ‘મન કી બાત’ના 116મા એપિસોડને PM મોદીએ કર્યું સંબોધિત, NCC , સ્વામી વિવેકાનંદની જયંતી સહીત આ મુદ્દાઓનો કર્યો ઉલ્લેખ. જાણો વિગતે.
World Heritage Week Gujarat: નવી દિશામાં આગેકૂચ કરી રહ્યું છે ગુજરાતનું હેરિટેજ સાઇટ પ્રવાસન
રાજ્યના હેરિટેજ સ્થળોને વૈશ્વિક સ્તરે ઓળખ અપાવવા અને પ્રવાસનને પ્રોત્સાહિત કરવાની દિશામાં ગુજરાત સરકારના આ પ્રયાસો મહત્વપૂર્ણ છે. આ સુવિધાઓથી ન કેવળ પ્રવાસીઓને શ્રેષ્ઠ અનુભવ પ્રદાન થશે, પરંતુ રાજ્યના આર્થિક વિકાસમાં પણ યોગદાન મળશે. ગુજરાતમાં હેરિટેજ પ્રવાસનના આ નવા યુગથી, રાજ્ય ટુંક સમયમાં જ દેશની સાથે-સાથે વિશ્વના પ્રમુખ વિરાસત પ્રવાસન સ્થળોમાં પણ વિશિષ્ટ ઓળખ પ્રાપ્ત કરશે એવી અપેક્ષા છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.
